Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાની હિરવાણી સેવા સહકારી મંડળીમાં રૂ. 16.35 લાખની ઉચાપતનો પર્દાફાશ:પૂર્વ મંત્રી સામે ગુનો નોંધાયો, હોદ્દાનો દુરુપયોગ કરી નાણાં અંગત ખર્ચમાં વાપર્યાનો આરોપ

    12 hours ago

    મહેસાણાના ખેરાલુ તાલુકાના નાની હિરવાણી ગામમાં ધી નાની હિરવાણી સેવા સહકારી મંડળી લિમિટેડમાં રૂ. 16,35,693ની ઉચાપત થયાનો મામલો સામે આવ્યો છે. ખેરાલુ પોલીસ સ્ટેશનમાં મંડળીના પૂર્વ મંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી ગોકળ ગોવા રબારી મંડળીમાં વર્ષ 2002થી 30 એપ્રિલ 2026 સુધી મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના મંત્રી પદના હોદ્દાનો દુરુપયોગ કરીને તારીખ 31 ડિસેમ્બર 2020 થી 20 ફેબ્રુઆરી 2024 દરમિયાન મંડળીની સિલકમાંથી કુલ રૂ. 16,35,693ની ઉચાપત કરી પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. રકમ ભરી હોવા છતાં લોન બાકી બોલતી હતી આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મંડળીના સભાસદો ચૌધરી પુરીબેન વિનુ દલજીભાઈને રૂ. 12,00,000ની લોન, ચૌધરી સોનીબેન કેશર દેવાભાઈએ રૂ. 10,00,000ની લોન અને ચૌધરી કાન્તાબેન જોઈતા શામળભાઈએ રૂ. 10,00,000ની લોન દુધાળા પશુઓની ખરીદી માટે લીધી હતી. જોકે, પશુધિરાણ મધ્યમ મુદતની લોનના હપ્તા અને સબસિડીની રકમ ભરી હોવા છતાં લોન બાકી બોલતી હોવાની રજૂઆત કરી હતી. તપાસમાં અલગ-અલગ તારીખે કાયમી અને હંગામી ઉચાપત કરાઈ હોવાનું ખુલ્યું ત્યારબાદ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, મહેસાણાની કચેરી દ્વારા ચોકસી અધિકારી જે.બી. પંડ્યાની નિમણૂક કરવામાં આવી હતી. ચોકસી અધિકારીએ તા. 27 ઓગસ્ટ 2026ના રોજ કરેલી તપાસમાં પૂર્વ મંત્રી ગોકળ ગોવા રબારી દ્વારા અલગ-અલગ તારીખે કાયમી અને હંગામી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું, જેમાં એક હંગામી ઉચાપતની રકમ રૂ. 1,87,876 જે તે વખતે ભરી દેવામાં આવી હોવા છતાં બાકીની કુલ રૂ. 16,35,693 ની રકમ આજદિન સુધી જમા કરાવી ન હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મંડળીના પ્રમુખ પ્રેમજી કેશર દેવા ચૌધરીએ તા 20 નવેમ્બર 2026ના રોજ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયસિંહ અમરસિંહ સિસોદિયાને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ધારાસભ્યોના પ્રશ્નોની સમીક્ષા કરાઈ; રસ્તા, પાણી પુરવઠા અને ચૂંટણી વિભાગના પ્રશ્નો ચર્ચાયા
    Next Article
    SRHની માલિક કાવ્યા મારને સ્ટાફને આપી ‘ગોલ્ડ રિંગ’, Video વાઇરલ:ઇન્ટિમેટ મેરેજ બાદ સ્ટાફ માટે રાખ્યું ખાસ રિસેપ્શન; ઇન્વિટેશન કાર્ડ, ચોકલેટ બોક્સ-ગિફ્ટ જોઈ બધા આશ્ચર્યચકિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment