Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરાડ આહિર સમાજની 1600 વર્ષ જૂની પરંપરા યથાવત્:500થી વધુ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા, ઢબુકતા ઢોલ-શરણાઈના સૂર વચ્ચે બળદગાડામાં જાન, પરંપરાગત પહેરવેશમાં રાત્રે ફેરા ફર્યાં

    8 hours ago

    કચ્છના રણ અને સાંતલપુરના છેવાડે આવેલા ચોરાડ પંથકમાં આજે પણ 1600 વર્ષ જૂની ભવ્ય અને ભાતીગળ પરંપરા જીવંત જોવા મળી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના વંશજ મનાતા આહિર સમાજમાં વૈશાખ સુદ તેરસનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ જ દિવસે દ્વારકામાં શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના લગ્ન થયા હતા. આ પવિત્ર દિવસની સ્મૃતિમાં ચોરાડ આહિર સમાજના 48થી 53 જેટલા ગામોમાં ગુરુવારે એકસાથે 500થી વધુ યુગલોના લગ્નો સંપન્ન થયા હતા. કૃષ્ણકુળની સાત્વિક પરંપરા અને ગર્ગાચાર્યનું વર્ણન ઇતિહાસ અને લોકવાયકા મુજબ, આશરે 1600 વર્ષ પૂર્વે જ્યારે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન થયા, ત્યારે તેમના કુળગુરુ ગર્ગાચાર્યે આ લગ્ન વિધિ જોઈ હતી. ગર્ગાચાર્યે જે રીતે કૃષ્ણના લગ્નનું, તેમના પહેરવેશનું અને સાત્વિકતાનું વર્ણન કર્યું હતું, તેને આહિર સમાજે એક પરંપરા તરીકે સ્વીકારી લીધું છે. આજે પણ આ વિસ્તારના આહિર પરિવારો ભગવાન કૃષ્ણ જે દિવસે પરણ્યા હતા, તે જ દિવસે અને તે જ રીત-રિવાજો મુજબ લગ્ન કરવાનું પસંદ કરે છે. પદ ગમે તે હોય, પહેરવેશ તો પૌરાણિક જ! આ લગ્ન પ્રસંગની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સાદગી અને પરંપરા સર્વોપરી છે. વરરાજા કે મહેમાન ગમે તેટલા મોટા હોદ્દા પર હોય-પછી ભલે તે ડૉક્ટર હોય, સરકારી અધિકારી હોય, ધનિક હોય કે ગરીબ—દરેક વ્યક્તિએ ફરજિયાતપણે સમાજનો પૌરાણિક પહેરવેશ જ ધારણ કરવો પડે છે. આ નિયમ સમાજની એકતા અને પોતાની સંસ્કૃતિ પ્રત્યેના ગૌરવને પ્રદર્શિત કરે છે. અનોખી લગ્ન વિધિ: રાત્રે ફેરા અને સવારે વિદાય આ લગ્નોની રીત-રસમો પણ ખૂબ જ અનોખી છે. સામાન્ય રીતે લગ્નો દિવસે થતા હોય છે, પરંતુ અહીં વરરાજા જાન લઈને સાંજે સાસરે પહોંચે છે. રાત્રિ દરમિયાન રોકાણ કરવામાં આવે છે અને મોડી રાત્રે શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નના ચાર ફેરા ફરે છે. વહેલી સવારે કન્યાની વિદાય કરવામાં આવે છે. કશું જ બદલાયું નથી: ભચાભાઈ આહિર સ્થાનિક અગ્રણી ભચા આહિરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "ચોરાડ, વાગડ અને વઢિયાર એમ ત્રણ પરગણામાં થઈને આ વર્ષે 500થી વધુ લગ્નો યોજાયા છે. સદીઓ વીતી ગઈ હોવા છતાં અમારી લગ્ન પ્રથા, ભોજન કે પરંપરાગત પહેરવેશમાં કોઈ જ ફેરફાર આવ્યો નથી. આજે પણ અમે એ જ પ્રાચીન સાત્વિકતા જાળવી રાખી છે." આમ, આજના આધુનિક યુગમાં પણ આહિર સમાજે પોતાની સંસ્કૃતિ અને કૃષ્ણ ભક્તિના અનોખા સંગમ સમી આ પરંપરાને અકબંધ રાખીને નવી પેઢી માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઢબુકતા ઢોલ અને શરણાઈના સૂર વચ્ચે સમગ્ર પંથકમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    CUET UG 2026: Exam city slip out at cuet.nta.nic.in, admit card next
    Next Article
    Gujarat Summer Update News | રાજયમાં ભેજવાળા પવન ફૂંકાતા તાપમાનમાં2 થી 3 ડિગ્રીનો ઘટાડો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment