Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ:વડોદરાની હોસ્ટેલમાં પાણી ઘૂસતા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ; નવસારીમાં 160 રસ્તા બંધ, આજે અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં ‘રેડ એલર્ટ’

    1 day ago

    શુક્રવારે રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. 24 કલાકમાં 255 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અન્ય 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ વચ્ચે બે દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં નવસારીમાં ભારે વરસાદ સમયે કરંટ લાગતા 3 લોકોના મોત થયાં છે. જ્યારે આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકના તણાવાથી એક બાળકીનું મોત થયું અને બે બાળકોનો બચાવ થયો હતો. બીજી તરફ, છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીમાંથી અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી એમ બે યુવકનું રેસ્ક્યૂ કરાયું હતું. વડોદરામાં સુમન દીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા રાત્રિના 3 વાગ્યે 150 વિદ્યાર્થીઓને વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે (1 ઓગસ્ટ) અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભરૂચ, પાટણ, ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જામનગર-જૂનાગઢ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના વરસાદની તસવીરો…. રેડ એલર્ટ હોવા છતાં અમદાવાદમાં SBI POની પરીક્ષા અમદાવાદ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદના ભારે તારાજીના પગલે સરકારે રેડ એલર્ટ જાહેર કરીને શાળા-કોલેજોમાં રજા અને સરકારી પરીક્ષાઓ મુલત્વી રાખી છે, છતાં બોપલના સ્ટર્લિંગ સિટી સ્થિત TCS iON ઝોન સેન્ટર ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા પ્રોબેશનરી ઓફિસર (PO) ની પરીક્ષા યોજવામાં આવી હતી. રેડ એલર્ટ હોવા છતાં દૂર-દૂરથી આવેલા પરીક્ષાર્થીઓ કાદવ, કીચડ અને પાણીમાંથી પસાર થઈને સેન્ટર પર પહોંચવા મજબૂર બન્યા હતા. આટલું જ નહીં, ઉતાવળમાં ઝેરોક્ષ કોપી લાવવાનું ભૂલી ગયેલા ઉમેદવારો સવારે દુકાનો બંધ હોવાથી ભારે રઝળપાટ અને નિરાશા અનુભવતા જોવા મળ્યા હતા. નવસારીમાં સતત ત્રીજી વાર પૂરનો કહેર, 160 રસ્તાઓ બંધ અને 1 લાખથી વધુ લોકો પ્રભાવિત ઉપરવાસ અને નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. પૂર્ણા નદીની સપાટી 28થી 29 ફૂટ સુધી પહોંચતાં ગધેવાન, કાલીયાવાડી, કાછિયાવાડી અને શાંતાદેવી રોડ સહિત નવસારી શહેરનો 30%થી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. મોસમી સિઝનમાં સતત ત્રીજી વાર પૂર આવવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, વેપાર-રોજગાર ઠપ થઈ ગયા છે અને સતત બંધ રહેતી શાળાઓને કારણે શિક્ષણકાર્ય ખોરવાતાં સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પંચાયત હસ્તકના 160 રસ્તા બંધ, વાહનવ્યવહાર ઠપ સમગ્ર જિલ્લામાંથી 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાંથી એકલા શહેરમાંથી જ 10,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અતિવૃષ્ટિના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના કુલ 160 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં 155 રસ્તાઓ પર પાણી ફરી વળવાથી અને 4 રેલવે અંડરપાસમાં પાણી ભરાવાના કારણે રસ્તાઓ બંધ થયા છે. સૌથી વધુ અસર વાંસદા તાલુકામાં જોવા મળી છે જ્યાં 53 રસ્તાઓ બંધ છે, જ્યારે ગણદેવીમાં 33, ચીખલીમાં 32, નવસારીમાં 20, જલાલપોરમાં 18 અને ખેરગામમાં 4 રસ્તા બંધ થયા છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોના લોકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સૂતેલી માતાને ગળે ટૂંપો આપી દીકરાએ ગળાફાંસો ખાધો:સુરતમાં શેરબજારમાં 40 લાખનું દેવું થતાં પાટીદાર યુવક હેવાન બન્યો, 6 મહિનાની ઉંમરે દિયરના છોકરાને દત્તક લીધો હતો
    Next Article
    24 કલાકમાં માણસામાં સવા ત્રણ ઈંચ વરસાદ:કલોલ તાલુકામાં 2.91 ઈંચ અને ગાંધીનગરમાં 2.17 ઈંચ, સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment