Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 16 વર્ષની સગીરાના મોતની બે થિયરી:પરિવારે કહ્યું- GEBની બેદરકારીથી દિકરીનું મોત થયુ ન્યાય આપો; CCTVના આધારે પોલીસને આપઘાતની શંકા

    18 hours ago

    નવસારીના કૃષિ યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા સરગમ એપાર્ટમેન્ટમાં રહેતી 16 વર્ષીય સગીરાનું મોત થયું છે. જે મામલે બે થીયરી સામે આવી છે, પરિવારના આક્ષેપ મુજબ GEB કંપનીની બેદરકારીના કારણે સગીરાએ જીવ ગુમાવ્યું છે તો પોલીસે એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી ચેક કર્યા બાદ સગીરાએ આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરી છે. સવારે મીડિયા સમક્ષ પરિવારે વીજ કંપની સામે ગંભીર આક્ષેપ કર્યા હતા તો બપોર બાદ પોલીસે એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી ચેક કરતા જેમાં સગીરા ધાબા ઉપર જતી દેખાય છે. પોલીસ CCTV જોયા બાદ સ્પષ્ટ પણે માની રહી છે કે, સગીરાએ આપઘાત કર્યો હોઈ શકે છે જેમાં વીજ કંપનીની કોઈ બેદરકારી પ્રાથમિક તબક્કે દેખાતી નથી. સગીરાના મોતની પ્રથમ થીયરી નવસારીમાં રહેતા દીપક નાયકાની 16 વર્ષની દીકરી આયુષી રાત્રિના સમયે પોતાના ઘરેથી નજીકની દુકાને નાસ્તો લેવા માટે નીકળી હતી. આ દરમિયાન સરગમ એપાર્ટમેન્ટ પાસે પસાર થતી વખતે રસ્તામાં આવેલા વીજ થાંભલામાં અચાનક કરંટ ઉતરતા આયુષી તેની ઝપેટમાં આવી ગઈ હોવાના આક્ષેપો પરિવારે કર્યા હતા. સગીરાના મોતની બીજી થીયરી આ ઘટના બાદ જલાલપોર પોલીસ તલસ્પર્શી તપાસ કરવા માટે એપાર્ટમેન્ટમાં લાગેલા CCTVની તપાસ કરી હતી, જેમાં સગીરા રાત્રિના સમયે ધાબા ઉપર જતી દેખાય છે, ત્યારબાદ શું બન્યું તે અંગે સ્પષ્ટ નથી, પરંતુ સગીરાના ચંપલ ધાબા ઉપર હતા જેથી સગીરાએ આપઘાત કર્યો હોઈ શકે છે તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે. પોલીસનું સ્પષ્ટ પણે માનવું છે કે, આ મામલે વીજ કંપનીની પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી દેખાતી નથી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો અકસ્માત થયા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આયુષીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રે ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. પિતાનો આક્રોશ: ‘રજૂઆત છતાં નિવારણ ન આવ્યું, મારી દીકરીએ જીવ ગુમાવ્યો’ આ ઘટના બાદ આયુષીના પિતા દીપક નાયકાએ વીજ કંપની (GEB) સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “જીઈબીની બેદરકારીને કારણે મારી દીકરીનું મોત થયું છે. વાયર તૂટી જવાની સમસ્યા અંગે સ્થાનિકોએ અગાઉ પણ રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નહોતું. જ્યારે મારી દીકરીને હોસ્પિટલ લઈ ગયા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઉતાવળે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું. આજે મારી દીકરી ગઈ છે, કાલે બીજા કોઈના સંતાન સાથે આવું થઈ શકે છે. મારે માત્ર ન્યાય જોઈએ છે.” શું કહે છે જલાલપુર PI આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર દેવરાજ લાડુમોરે જણાવ્યું કે, બપોર બાદ પોલીસે CCTV ચેક કર્યા હતા. જેમાં સ્પષ્ટ પણે દેખાય છે કે સગીરાએ આપઘાત કર્યો છે. આ દિશામાં હજુ વધુ તપાસ કરવાની બાકી છે પરંતુ પોલીસની તપાસમાં આપઘાત કર્યો હોવાનું હાલ સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં વીજ કેબલ બદલતા શ્રમિકને હાઈવોલ્ટેજ કરંટ:લીલેશરા સબ સ્ટેશન પાસે ઘટના, ગંભીરરીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો
    Next Article
    US And Ukraine's Reply After American, 6 Others Arrested On Terror Charges

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment