Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉધના રેવલે સ્ટેશન પર 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા ટળવળતા મુસાફરો:અસહ્ય ગરમીમાં એક બેભાન, હાથમાં પત્નીની અસ્થિ સાથે યુવકની વેદના; 8000 લોકો માટે માત્ર બે ટ્રેન

    4 days ago

    ઉનાળાના વેકેશનની શરૂઆત સાથે જ સુરતમાં વસતા પરપ્રાંતીયોની વતન વાપસી શરૂ થઈ છે, પરંતુ આ મુસાફરી તેમના માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે. હજારોની સંખ્યામાં મુસાફરો અંત્યોદય ટ્રેનમાં જગ્યા મેળવવા ઉમટી પડ્યા છે, જેના કારણે સ્ટેશનની બહાર લગભગ 2 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. ભીષણ ગરમી અને શેડનો અભાવ: મુસાફરો રામભરોસે સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે કલાકો સુધી લાઈનમાં ઉભેલા મુસાફરો માટે શેડની પૂરતી વ્યવસ્થા નથી. મુસાફરો ધોમધખતા તડકામાં ખુલ્લા આકાશ નીચે બેસવા મજબૂર બન્યા છે. જ્યાં થોડા-ઘણા શેડ છે ત્યાં પણ 50% પંખાઓ બંધ હાલતમાં છે. ગરમી અને ગૂંગળામણને કારણે મુસાફરોની હાલત દયનીય બની છે. આરોગ્ય સુવિધા શૂન્ય: લાઈનમાં ઉભેલા યુવકને ખેંચ આવી હજારોની ભીડ વચ્ચે મેડિકલ ઈમરજન્સી સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ભીડ અને ગરમીને કારણે એક મુસાફરને અચાનક ખેંચ આવી જતાં તેની હાલત ગંભીર બની ગઈ હતી. આવી કટોકટીમાં પણ સ્ટેશન પરિસરમાં કોઈ એમ્બ્યુલન્સ હાજર નહોતી. મુસાફરો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? અંધારામાં પ્રતિક્ષા અને સુરક્ષાનો ભય અનેક મુસાફરો છેલ્લા 16-16 કલાકથી ભૂખ્યા-તરસ્યા ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. રાત્રિના સમયે જ્યાં લાંબી કતારો છે ત્યાં સ્ટ્રીટ લાઈટની કોઈ વ્યવસ્થા ન હોવાથી મુસાફરોએ અંધારામાં રાત પસાર કરવી પડી હતી. અંધારાને કારણે ચોરી અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, જેમાં નાના બાળકો અને મહિલાઓની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. તંત્ર લાચાર: પોલીસને પરસેવો છૂટ્યો ટ્રેનની ક્ષમતા કરતા 500 ગણા વધુ મુસાફરો ઉમટી પડતા રેલવે અને સ્થાનિક પોલીસના પરસેવા છૂટી ગયા છે. પરિસ્થિતિ વણસતા પોલીસે મુસાફરોને અત્યારે સ્ટેશન ન આવવા વિનંતી કરવી પડી હતી. દરમિયાન, પોલીસ અને મુસાફરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. આટલી મોટી ભીડને સૂચના આપવા માટે પૂરતા લાઉડ સ્પીકર જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો હતો. માનવતાનું દૃશ્ય: અસ્થિ લઈને નીકળેલા પરિવારની વ્હારે આવી પોલીસ આ અરાજકતા વચ્ચે એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો હતો. અભાજીત બિંદ નામનો યુવક તેની સ્વર્ગસ્થ પત્ની નીલમ દેવીની અસ્થિઓ લઈને પ્રયાગરાજ જવા માટે વલખા મારી રહ્યો હતો. ભીડને કારણે તેને ટ્રેનમાં ચઢવામાં મુશ્કેલી પડી રહી હતી. આ વેદના રેલવે પોલીસના ધ્યાને આવતા તેમણે માનવતા દાખવી પરિવારને તાત્કાલિક તાપી ગંગા ટ્રેનમાં રવાના કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    16 બાળકોને દૈનિક ભાસ્કર જુનિયર એડિટરનો નેશનલ એવોર્ડ:10 રાજ્યોના 80 હજાર વિદ્યાર્થીઓ સામેલ થયા, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળ્યા વિનર્સ
    Next Article
    ભરૂચ વોર્ડ 8માં ભાજપ ઉમેદવારનો વિરોધ:પ્રચાર દરમિયાન સ્થાનિકોએ વિકાસ કાર્યો ન થયાનો આક્ષેપ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment