Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    16 જુલાઈનું અંકફળ:અંક 6ના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત, અંક 7ના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

    7 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને નવા કાર્યો પ્રાપ્ત થશે. અટકેલા નાણાં પરત મળશે અને ઘણા સમયથી અટવાયેલા કાર્યોને ગતિ મળશે. ધનની પ્રાપ્તિ સરળતાથી થશે. પારિવારિક ખુશીઓ મળશે અને સંતાન તરફથી પણ ખુશી પ્રાપ્ત થશે. વિવાદિત બાબતોમાં વિજય મેળવશો. મહેમાનોનું આગમન થઈ શકે છે. જોકે, સાંજે કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે, જેનાથી પરેશાની થવાની સંભાવના છે. આ સમયે સાવધ રહેવું અને માત્ર ભરોસાપાત્ર લોકોની સાથે જ રહેવું. કરિયર: વેપારમાં નફા-લાભમાં વૃદ્ધિ થશે. નોકરીમાં તમારું સન્માન જળવાઈ રહેશે. લવ: વૈવાહિક જીવનમાં સુખ રહેશે. પ્રેમી સાથી થોડી ઉદ્ધતાઈ કરી શકે છે. લકી નંબર: 5-7-9 લકી કલર: ગુલાબી શું કરવું: સુંદરકાંડના પાઠ કરો. સવારના સમયે આવકમાં અવરોધ આવશે. યોજનાઓ ખોરવાઈ શકે છે. કોઈ પણ કાર્ય અન્ય પર નિર્ભર રહ્યા વગર પોતાના ભરોસે જ કરવું. તમારા પોતાના પ્રયાસોથી જ સફળતા મળશે. બપોરે પરિસ્થિતિઓમાં સુધારો થશે, પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે અને નવા કાર્યો પ્રાપ્ત થશે. આવકમાં વૃદ્ધિ થશે અને મિત્રોનો સાથ મળશે. સાંજે તમારી અંગત વાતો બહાર આવી શકે છે, તેથી સાવધ રહેવું. વિરોધીઓનો અવાજ બુલંદ થશે, કોર્ટ-કચેરીના મામલાઓમાં બિલકુલ બેદરકારી ન રાખવી. કરિયર: વેપારમાં નવા રોકાણથી બચવું, અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો. નોકરીમાં સચેત રહેવું. લવ: વૈવાહિક જીવનમાં સારો સહયોગ પ્રાપ્ત થશે. અત્યારે પ્રેમની બાબતોથી દૂર રહેવું જ હિતાવહ છે. લકી નંબર: 4-6-9 લકી કલર: પીળો શું કરવું: દુર્ગા ચાલીસાના પાઠ કરો. તમારું પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. આવકમાં કોઈ ઘટાડો નહીં થાય, પરંતુ કોઈપણ કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ વધારે આવશે. અજાણ્યા લોકોથી સાવધ રહેવું. બપોરે ધનની આવક થોડી નબળી પડી શકે છે અને બહારના લોકો પરેશાન કરી શકે છે. તમારી કિંમતી વસ્તુઓની રક્ષા કરવી. સાંજે તમે તમારી જાતને મજબૂત સ્થિતિમાં જોશો, મિત્રોનો સહયોગ મળશે અને પરિવાર સાથે ફરવા જવાની તક મળશે. દેખાડા પાછળ ખર્ચનું પ્રમાણ વધશે. કરિયર: બિઝનેસમાં કશું નવું કરવાનો પ્રયાસ અત્યારે ન કરવો. નોકરીમાં ટ્રાન્સફર થવાની સંભાવના છે. લવ: પ્રેમની બાબતોમાં બેદરકારી ન રાખવી. જીવનસાથી સાથે સારી અનુકૂળતા રહેશે. લકી નંબર: 2-3-9 લકી કલર: લીલો શું કરવું: શિવ-પાર્વતીજીનું પૂજન કરો. સવારનો સમય સંભાળીને રહેવાનો છે. અન્યો પર વિશ્વાસ ઓછો રાખવો અને જોખમી કાર્યોથી દૂર રહેવું. વિવાદાસ્પદ બાબતોમાં ન પડવું અને કોઈની જામીન લેવાનું ટાળવું. જરૂરિયાત મુજબ જ ધનપ્રાપ્તિ થશે. બપોરે ધૂમ્રપાન કે અન્ય વ્યસન કરનારા લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અધૂરું જ્ઞાન પ્રદર્શિત કરવાનો પ્રયાસ ન કરવો, અન્યથા હાસ્યને પાત્ર બની શકો છો. સાંજનો સમય તમારા પક્ષમાં રહેશે અને ધનની આવક થશે. કરિયર: કારોબારમાં જોખમ લેવાથી બચવું. નોકરીમાં વ્યવસ્થિત રહેવાનો પ્રયાસ કરવો. લવ: નવા મિત્રો બનશે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ જળવાશે. લકી નંબર: 3-5-9 લકી કલર: મરૂન શું કરવું: ભૈરવ મહારાજની સામે ઘીનો દીવો પ્રગટાવો. આજનો સમય દરેક પ્રકારે ઘણો સારો રહેશે. યોજનાઓ સફળ થશે અને આવકમાં સુધારો થશે. સંતાન તરફથી ખુશીઓ મળશે અને નવા કાર્યો કરવાની તક મળશે. બપોરે મન પ્રસન્ન કરનારા સમાચાર મળી શકે છે. સમાજમાં તમારું સ્થાન મજબૂત બનશે અને વર્ચસ્વ સ્થાપિત થશે. વિરોધીઓને નમાવવામાં સફળ રહેશો. સ્થાવર મિલકતથી લાભ થવાની સંભાવના છે. સાંજનો સમય પણ પક્ષમાં રહેશે, કાર્યો સિદ્ધ થશે અને આત્મનિર્ભરતા જળવાઈ રહેશે. કરિયર: કારોબારમાં અતિશય વ્યસ્તતા રહેશે અને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. લવ: દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાશે. પ્રેમમાં અનાદર કે અવગણના થઈ શકે છે. લકી નંબર: 1-4-9 લકી કલર: કથ્થઈ શું કરવું: હનુમાનજીને ખીરનો પ્રસાદ ધરાવો. મનમાં આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. વ્યસ્તતા રહેશે અને કાર્ય પ્રત્યે પૂર્ણ સમર્પણ જોવા મળશે. સંતાન તરફથી સારો સહયોગ અને સુખ પ્રાપ્ત થશે. બપોર પછી પરાક્રમ બતાવવાની તક મળશે અને સ્થાયી મિલકતમાં વૃદ્ધિનો યોગ બનશે. ભાઈ-બહેનોનો સાથ મળશે. સાંજનો સમય સુખપૂર્વક પસાર થશે અને આવક પણ સારી રહેશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. રાત્રે ખરાબ સપના આવી શકે છે, પરંતુ તેનાથી ગભરાવું નહીં. કરિયર: બિઝનેસના કામ અર્થે બહાર જવું પડી શકે છે. નોકરીમાં પ્રમોશન અને સન્માનમાં વધારો થશે. લવ: પ્રેમ સંબંધોમાં ધાર્યું કામ નહીં થઈ શકે. દાંપત્ય જીવન સુખમય રહેશે. લકી નંબર: 5-7-9 લકી કલર: લાલ શું કરવું: ગણેશજીને લાલ ફૂલ અર્પણ કરો. સવારનો સમય ખૂબ જ ઉત્તમ છે. ચારેય તરફથી ખુશીઓ મળશે અને આવકમાં સુધારો થશે. નવા કાર્યોની શરૂઆત થશે અને સહયોગ પ્રાપ્ત થશે. સારા અને પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક થશે. બપોરે તમારા રોજિંદા કાર્યોમાં અવરોધો આવી શકે છે. મિત્રો તરફથી સહયોગ નહીં મળે, આવક ઓછી થઈ શકે છે અને થાકનો અનુભવ વધુ થશે. સાંજે કોઈ સુખદ સમાચાર મળી શકે છે. વિરોધીઓ પર દબાણ લાવવામાં સફળ રહેશો. પરિવારનો સાથ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. કરિયર: નવા કારોબારની શરૂઆત થઈ શકે છે. બિઝનેસમાં નવા સોદા અને વિસ્તાર થશે. નોકરીમાં પ્રશંસા મળશે. લવ: પ્રેમમાં વિરોધનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીથી થોડો સમય દૂર રહેવું પડી શકે છે. લકી નંબર: 2-6-9 લકી કલર: વાદળી શું કરવું: શંકર ભગવાનને બીલીપત્ર અને કાચું દૂધ અર્પણ કરો. આત્મવિશ્વાસમાં થોડો અભાવ વર્તાય શકે છે, પરંતુ આવક સારી જળવાઈ રહેશે. નવા કાર્યો તરફ આગળ વધશો અને તણાવનો અંત આવશે. બપોરે થોડી માનસિક ચિંતા રહી શકે છે. મહિલાઓને સાસરી પક્ષ તરફથી લાભ થવાની સંભાવના છે. સંતાન પણ સાનુકૂળ રહેશે. વિવાદાસ્પદ બાબતોમાં તમારો પક્ષ મજબૂત બનશે અને મિલકતથી લાભના સંકેત છે. કાર્યસ્થળ પર ચાલી રહેલો તણાવ દૂર થશે. સાંજનો સમય અનુકૂળ રહેશે, આર્થિક સ્થિતિ સુધરશે અને મનોરંજનમાં સમય પસાર થશે. કરિયર: અધૂરા રહેલા વેપારી કાર્યો પૂર્ણ થશે. નોકરીમાં સમય સુખપૂર્વક વિતશે. લવ: પ્રેમ સંબંધોમાં અભાવ અનુભવાશે. વૈવાહિક જીવનમાં સંતોષ રહેશે. લકી નંબર: 3-7-9 લકી કલર: સફેદ શું કરવું: શિવલિંગ પર સફેદ ફૂલ અર્પણ કરો. સવારના સમયે આત્મવિશ્વાસ ખૂબ ઊંચો રહેશે અને કાર્યો સમયસર પૂરા થશે. સંતાન તરફથી સુખ મળશે અને વિરોધીઓ શાંત રહેશે. બપોરે કાર્યસ્થળ પર કોઈ બાબતે વિવાદ થઈ શકે છે. જીદ કરવાથી નુકસાન થવાની સંભાવના છે, તેમજ કાર્યોમાં બદલાવ પણ આવી શકે છે. શાંતિપૂર્વક સમય પસાર કરવો. સાંજે પરિસ્થિતિઓમાં સુધારો થશે અને આવક પણ પ્રાપ્ત થશે. વિવાદ કરનારા લોકો દૂર થશે. કાર્યો સમયસર પૂરા થશે અને વાહન સુખ પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં સાતત્ય જળવાઈ રહેશે. નોકરીમાં અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. લવ: પ્રેમી સાથીને પૂરતો સમય ન આપી શકવાના કારણે તેઓ નારાજ થઈ શકે છે. અવિવાહિતોને સારા માંગા આવશે. લકી નંબર: 1-5-9 લકી કલર: લાલ શું કરવું: હનુમાનજીને નાળિયેરનો પ્રસાદ અર્પણ કરો.
    Click here to Read More
    Previous Article
    Mamata Banerjee on TMC Rebels: बागियों और अभिषेक बनर्जी पर क्या बोलीं ममता बनर्जी? TMC Split
    Next Article
    ગુરુવારનું રાશિફળ:અષાઢી બીજે મિથુન રાશિના પ્રેમ સંબંધોને મળશે લગ્નની લીલી ઝંડી, વૃશ્ચિક રાશિએ ગજા બહારનું ઉધાર લેવાનું ટાળવું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment