Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:સ્મીમેરમાં 16 વર્ષથી દર ત્રીજા દિવસે 50ની ટીમ 20 મિનિટમાં 600 દર્દીને ફ્રૂટ વહેંચે છે

    1 week ago

    વ્યસન મુક્તિ અને પર્યાવરણ જાળવણી અને જન જાગૃતિ સહિતની વિવિધ સેવા પ્રવૃત્તિ કરતી સુ સંસ્કારદીપ યુવા મંડળ સંસ્થા છેલ્લા 16 વર્ષથી અઠવાડિયાના બે દિવસ રવિ અને ગુરુવારે હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને ફ્રુટ વિતરણ કરે છે. સંસ્થાના પ્રમુખ શાંતિલાલ પાઘડાળે જણાવ્યું હતું કે વર્ષો પહેલા અમારા ગ્રુપના એક સભ્ય ના સંબંધી બીમાર હતા અમે ખબર પૂછવા ગયા ત્યારે સાથે ફ્રુટ લેતા ગયા તે વખતે જોયું કે આપણે આપણા સંબંધી માટે ફ્રુટ લઈ જઈએ છીએ પરંતુ જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે જેનું કોઈ નથી તેને ફ્રુટ ખાવાની ઈચ્છા થતી હોય તો શું કરે.તે વિચારીને નજીકના કેટલાક દર્દીઓને ફ્રુટ લાવીને આપ્યુ. ત્યારથી નક્કી કર્યું કે અઠવાડિયે એક વખત ફ્રુટ વિતરણ કરવુ.પરંતુ સમય જતા બધાનો ઉત્સાહ વધારે જોવા મળતા અઠવાડિયામાં બે દિવસ રવિ અને ગુરુ વિતરણ કરવાનું નક્કી કર્યું. પૂર્વ પ્રમુખ કાળુભાઈ શેલડીયા એ જણાવ્યું હતું કે તમે કોઈ પણ સેવા પ્રવૃત્તિ શરૂ કરો એટલે આપોઆપ દાતાઓ મળી જાય. પરંતુ તેને નિયમિત રીતે ટકાવી રાખવું અને મેનેજમેન્ટ કરવું તે ખૂબ જ મહત્વનું છે. પોણા સાત વાગ્યે સંસ્થાના 35 થી 40 સભ્યો sમીમેર હોસ્પિટલ આવી જાય છે. 15 મણ ફ્રુટ લઈ શકાય તેવુ ખાસ સ્ટ્રેચર બનાવ્યું છે. પોણા સાત વાગ્યે તમામ સભ્યો પેકિંગ કરીને પોતપોતાના વોર્ડમાં વિતરણ માટે નીકળી જાય છે. વહેલી સવારે 5 વાગ્યાથી કામગીરી શરૂ થાય છે વહેલી સવારે 5:00 વાગ્યે ત્રણથી ચાર સભ્યો ફ્રુટ માર્કેટ પહોંચી જાય છે ત્યાંથી 13 કેરેટ કેળા અને સીઝનમાં આવતા મોસંબી ચીકુ સફરજન ખરીદે છે. 20 જ મિનિટમાં વિતરણ કરી દેવાય છે. એક દિવસમાં 18 હજાર સુધીનો ખર્ચ થાય છે સમાજના ઘણા બધા દાતાઓ પોતાના ઘરે સારો પ્રસંગ હોય જન્મદિવસ, મેરેજ એનિવર્સરી નિમિત્તે સૌજન્ય પૂરું પાડે છે. એક દિવસનો ખર્ચો 17 થી 18 હજાર રૂપિયા થાય છે.
    Click here to Read More
    Previous Article
    Akhilesh Yadav alleges Ram Temple donation funds missing, trust refutes charges
    Next Article
    અકસ્માત:ડ્રાઈવરની ભૂલથી 4 જિંદગી હોમાઈ: મુંબઈ હાઈવે ઉપર કાર રોંગ સાઈડ લેતાં 4નાં મોત, 4 ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment