Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    16મીની રાત્રે અહીં થઈ હતી દારુ પાર્ટી, લઠ્ઠાકાંડથી ખરકડીમાં સન્નાટો:યુવાનના મોતથી ફફડાટ, 4નો જીવ જોખમમાં, ગ્રામજન બોલ્યો-એકમાત્ર દીકરા ગુમાવનાર પરિવાર પર શું વીતતી હશે?

    2 दिन पहले

    ભાવનગરના ઘોઘા તાલુકાનું ખરકડી ગામ. 1500ની વસતી ધરાવતું ગામ હાલ અહીં સર્જાયેલા લઠ્ઠાકાંડના કારણે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.ગામના યુવાન ઉપેન્દ્રસિંહ ગોહિલને પોલીસમાં નોકરી મળતા મિત્રો સાથે ગામમાં દારૂની પાર્ટી ગોઠવી. 16મીની રાત્રે પાર્ટી કરતા પાંચેય મિત્રોની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા. જ્યાં ઉપેન્દ્રસિંહનું મોત નિપજ્યું જ્યારે બાકીના ચાર હાલ સારવાર હેઠળ છે. દિવ્ય ભાસ્કરે ખરકડી ગામની મુલાકાત લઈ ગામલોકો અને સરપંચ સાથે વાત કરી. જે સ્થળ પર યુવાનોએ પાર્ટી કરી ત્યાં પણ ભાસ્કર પહોંચ્યું. લઠ્ઠાકાંડના કારણે બે શંકાસ્પદ સહિત કુલ 9 લોકોના મોત નિપજી ચૂક્યા છે. 1500ની વસતી ધરાવતા નાના એવા ખરકડીમાં સન્નાટો છવાયો ભાવનગરથી 22 કિમી દૂર આવેલા ખરકડી ગામે અમે પહોંચ્યા. સૌ પ્રથમ ગ્રામ પંચાયત કચેરી પર ગામના સરપંચ વિપુલભાઈ વાઘેલા સાથે મુલાકાત થઈ. લઠ્ઠાકાંડના કારણે ગામના એક યુવાનનું મોત અને ચાર સારવાર હેઠળ હોય સન્નાટો જોવા મળ્યો. લોકોમાં એક જ ચર્ચા જોવા મળી કે સરકાર આ દારૂ બંધ કરાવે. સરપંચ વિપુલ વાઘેલાએ કહ્યું- દારૂ પીવાના કારણે અમારા ગામમાં આ ઘટના બની. દારૂમાં કયું કેમિકલ છે અને દારૂ ક્યાંથી આવ્યો તેની ખબર નથી. ગામના ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું છે અન્ય યુવાનો સારવાર હેઠળ છે. પોલીસ આ બાબતે કડક કાર્યવાહી કરી બંધ કરાવે. ખરકડીની બાજુમાં જ આવેલા ખાંટડી ગામના સરપંચ સનુભા ગોહિલે કહ્યું કે, આ ઘટનાના કારણે ગામમાં માહોલ ગમગીન થઈ ગયો છે. જે કોઈ લોકોએ દારૂ પીધો હોય તે લોકો શરમ રાખ્યા વગર દવાખાને જાય અને રિપોર્ટ કરાવી લે. ગામના આગેવાન પદુભાઈએ જણાવ્યું કે, એકમાત્ર દીકરા ગુમાવનાર પરિવાર પર શું વીતતી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ પ્રકારના દૂષણ અને ઝેરી વસ્તુઓનું વેચાણ બંધ થવું જોઈએ. ખરકડીના યુવાનોએ જ્યાં પાર્ટી કરી ત્યાં 'ભાસ્કર' પહોંચ્યું ગામમાં સરપંચ અને લોકો સાથે મુલાકાત કર્યા બાદ અમે સીધા જ ગામથી અડધો કિમી દૂર આવેલી ગૌચરની એ જગ્યા પર પહોંચ્યા જ્યાં ઉપેન્દ્રસિંહ ગોહિલને પોલીસમાં નોકરી મળતા તેમના મિત્રોને દારૂની પાર્ટી આપવામાં આવી હતી. ઘટનાસ્થળ પર પોલીસ પંચનામું કરી ગઈ હોય ખાલી બોટલ કબજે કરી લીધી હતી. પરંતુ, ઘટનાસ્થળે પાર્ટી માટે લેવામાં આવેલું બાઈટીંગનું એક પેકેટ જોવા મળ્યું. લઠ્ઠાકાંડમાં ઘટસ્ફોટ, દારૂની ફોર્મ્યુલા આપનાર 'ડૉક્ટર'નું જ મોત ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 9 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકોને અસર થતાં સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડની તપાસમાં સામે આવ્યું કે, દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને બોલાવાયો હતો. જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું. બીજા જ દિવસે તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.જિલ્લામાં સ્થિતિ એવી વણસી છે કે બોટાદ અને અમરેલીથી 100 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં તહેનાત કરાયા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    સોના-ચાંદીનાં ભાવમાં આજે ઉછાળો:ચાંદીમાં એકઝાટકે ₹9200નો વધારો, સોનું પણ ₹3,500 મોંઘું થયું; આ વર્ષે રેટ ₹1.70 લાખ સુધી જઈ શકે
    Next Article
    નકલી ઇંગ્લિશ દારુ બન્યો તે ગૌતમના ઘરે પહોંચ્યું ભાસ્કર:મુખ્ય સૂત્રધાર રઈશને મધ્યપ્રદેશથી ભાવનગર લાવી SMC, વરતેજ PI સસ્પેન્ડ; ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 મોત, 46 હોસ્પિટલમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment