Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાપર-વેરાવળમાં 16 વર્ષની સગીરાનો આપઘાત:કામ ધંધો બરાબર ન ચાલતા ભગવતીપરાના 36 વર્ષીય યુવાને ઝેરી દવા પીધી

    2 days ago

    રાજકોટ જિલ્લાના શાપરમાં રહેતી 16 વર્ષની રૂપા કુમારી નામની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે રાત્રિના સમયે પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હોવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, ત્યારે દીકરીએ આપઘાત કરી લીધો હોવાની જાણ થઇ હતી. જેથી તાત્કાલિક સારવાર અર્થે શાપર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. સગીરાનો પરિવાર મૂળ બિહારના માધોપુર ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે, આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. કામ ધંધો બરાબર ન ચાલતા યુવાને ઝેરી દવા પીધી તુષારભાઈ દુર્ગાશંકરભાઈ જોશી (ઉ.વ.36) બપોરે 3.30 વાગ્યા આસપાસ મોરબી રોડ જકાતનાકા પાસે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તુષારભાઈ માધવ મેન પાવર સોલ્યુશનમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને છેલ્લા કેટલાક સમયથી તેઓનું કામકાજ બરાબર ચાલતું ન હોવાથી તેઓ માનસિક ટેન્શનમાં રહેતા હોવાથી તેમને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું અને તેમને સંતાનમાં એક દીકરો હોવાનું સામે આવ્યું છે. હાલ તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બી ડિવિઝન પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Iran women’s football team returns home after AFC Asian Cup campaign
    Next Article
    "Every Drop Of Blood Has A Price": Mojtaba Vows To Avenge Larijani Killing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment