Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરમદડીમાં ગણેશ પ્રસાદ ચડાવવા બાબતે મારામારી:મહિલાને પાઇપના ઘા મારતા કપાળમાં 16 ટાંકા આવ્યા, 3 સામે ફરિયાદ

    8 hours ago

    અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કરમદડી ગામે ગણપતિના પ્રસાદ ચડાવવા બાબતે મારામારી થઈ હતી. આ ઘટનામાં એક મહિલાને લોખંડના પાઇપથી ગંભીર ઇજા પહોંચી છે. ધારી પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી ધર્મિષ્ઠાબેન પાટડીયા અને ભવદીપભાઈ રાત્રે ગણપતિના સ્થળે પ્રસાદ ચડાવવા ગયા હતા. ત્યાં મિતેશભાઈ ગોંડલીયા, અશોકભાઈ ગોંડલીયા અને અક્ષયભાઈ ગોંડલીયાએ તેમની સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી. બાદમાં, આરોપીઓએ લોખંડના પાઇપ વડે ભવદીપભાઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સંગીતાબેન તેમને બચાવવા વચ્ચે પડતાં, મિતેશભાઈએ પાઇપથી તેમના કપાળ પર માર માર્યો, જેના કારણે તેમને 16 ટાંકા આવ્યા. અક્ષયભાઈએ અર્જુનભાઈના મોઢા પર પણ પાઇપનો ઘા માર્યો હતો. પોલીસે પીઆઇ કે.બી. જાડેજાની દેખરેખ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાદરવી પૂનમ-અંબાજી મહામેળાનો છેલ્લો દિવસ:મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો, માથે ગરબો લઈ ઝૂમ્યા; હર્ષ સંઘવી અંબાજી પહોંચ્યા, પોલીસ વિભાગે ધજા ચડાવી
    Next Article
    ઉદવાડાના સરપંચ-ઉપસરપંચ ₹3 લાખની લાંચ કેસમાં સસ્પેન્ડ:ACBની કાર્યવાહી પછી DDOએ કડક નિર્ણય લીધો, મહિલા સભ્ય સામે પણ તપાસ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment