Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સરકારી કેશબુકમાં વ્હાઇટનરનો ખેલ, 16 પેન્શન ઓર્ડર ગુમ હોવા છતાં રૂ.23.61 લાખની લહાણી!

    1 week ago

    મહેસાણા જિલ્લા તિજોરી કચેરીમાં નાણાકીય શિસ્ત અને જવાબદારીના દાવાઓને કેગના ઓડિટે ગંભીર સવાલો હેઠળ મૂકી દીધા છે. સરકારી નાણાંની સલામતી માટે જવાબદાર કચેરીમાં જ આવી ગેરરીતિઓ બહાર આવતાં પારદર્શિતા, આંતરિક નિયંત્રણ અને જવાબદારીની વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જે કચેરીમાં એક-એક પાઇનો હિસાબ ચોખ્ખો હોવો જોઈએ, ત્યાં આંકડા બદલવા માટે નિયમોને નેવે મૂકીને સરકારી કેશબુકમાં વ્હાઇટનર અને છેકછાકનો ખેલ ખેલાયો છે. એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2025ના ઓડિટમાં કેશબુકમાં વ્હાઇટનરથી છેડછાડ, 16 પેન્શન ઓર્ડર ગુમ થયા છતાં લાખોની ચુકવણી, પેન્શનરોને રૂ.90 લાખથી વધુની વધારાની ચુકવણી અને માર્ગ-મકાન અને ઇલેક્ટ્રિકલ વિભાગ સાથેના 1.36 કરોડથી વધુના હિસાબો પણ ચોપડે મેળ ખાતા નથી. અન્ય મહત્વની ગેરરીતિઓ 1. નિષ્ક્રિય ખાતાઓ: છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી 2 PD/PL ખાતાઓ નિષ્ક્રિય છે, જેમાં રૂ.63,504 પડી રહ્યા છે, જેને સરકારી શિસ્ત મુજબ બંધ કરવાના હોય છે. 2. હિસાબી તફાવત: તિજોરી કચેરી અને વહીવટકર્તા વચ્ચે 9 ખાતાઓમાં હિસાબી તફાવત જોવા મળ્યો છે. 3. CVP રિસ્ટોરેશન: પેન્શનની કમ્યુટેડ વેલ્યુના 4 કેસોમાં ખોટી તારીખે પુનઃસ્થાપના થતા પેન્શનરોને ખોટી ચુકવણી થઈ છે. કેગ તપાસમાં બહાર આવેલા મુખ્ય ખુલાસા 1. કેશબુકમાં વ્હાઇટનર અને છેકછાકનો ખેલ : તિજોરી કચેરીના સૌથી મહત્વના રેકોર્ડ કેશબુકમાં વ્હાઇટનરનો ઉપયોગ કરાયો છે. ઓડિટમાં જોવા મળ્યું કે ફેબ્રુઆરી, માર્ચ, જુલાઈ અને ઓગસ્ટ 2024 દરમિયાન અનેક તારીખોએ પેમેન્ટ અને રિસીપ્ટ સાઇડ પર વ્હાઇટનર લગાવી આંકડા બદલાયા હતા. એક જ પેજ પર એક કરતા વધુ દિવસની એન્ટ્રીઓ કરી દેવાઈ હતી અને મહિનાના અંતે વડાની સહીનું પ્રમાણપત્ર પણ ગુમ હતું. 2. 16 પેન્શન ઓર્ડર ગુમ, છતાં લાખોની ચૂકવણી : મહેસાણા તિજોરી કચેરીમાંથી 16 જેટલા પેન્શન પેમેન્ટ ઓર્ડર ગુમ થયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ ગુમ થયેલા ઓર્ડર પર ઓડિટ સમયગાળા દરમિયાન રૂ.23,61,796 ની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. 3. પેન્શનરોને રૂ.90 લાખની વધુ ચૂકવણી : ઓડિટમાં બહાર આવ્યું છે કે 16 પેન્શનરોને નિયમ કરતાં રૂ.90,10,530ની વધુ ચુકવણી કરવામાં આવી હતી. જેમાંથી હજુ પણ રૂ.39,28,227ની વસૂલાત બાકી છે. 4. કરોડોના હિસાબોમાં મેળ ખાતો નથી: માર્ચ 2025ની સ્થિતિએ મહેસાણાના માર્ગ-મકાન વિભાગ અને તિજોરી કચેરી વચ્ચે નાણાંના વ્યવહારમાં રૂ.1,23,48,729નો મોટો તફાવત જોવા મળ્યો છે. ઉપરાંત, ઇલેક્ટ્રિકલ વિભાગ સાથેના વ્યવહારમાં પણ રૂ.13.31 લાખનો તફાવત બોલે છે. 5. ખોટા હેડ હેઠળ ચુકવણી: ગુજરાત રાજ્ય કર્મચારી વીમા યોજના હેઠળ સેવિંગ ફંડની ચુકવણી વીમા ફંડના હેડમાંથી કરવામાં આવી હતી. મહેસાણામાં આ રીતે રૂ.2,10,527ની ખોટી ચુકવણી થઈ છે. ઓક્ટોબર 2024માં હાઉસ બિલ્ડીંગ એડવાન્સના કિસ્સામાં પણ રૂ.60,000નું ખોટું વર્ગીકરણ સામે આવ્યું છે. (સોર્સ: વાર્ષિક સમીક્ષા અહેવાલ CAG, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઓડિટ રિપોર્ટ) PPO નંબર આપો તો જ ખબર પડે : અધિકારીનો બચાવ મહેસાણા જિલ્લા તિજોરી કચેરીમાં પેન્શનરોના ઓર્ડર ગુમ થવા અને લાખો રૂપિયાના ખોટા ચુકવણા અંગે જિલ્લા તિજોરી અધિકારી ગ્રીષ્મા પટેલે બચાવ કરતાં જણાવ્યું કે, જિલ્લામાં કુલ 22 હજાર પેન્શનરો છે. તમે જે ગેરરીતિની વાત કરી રહ્યા છો, તે 16 પેન્શનરોના PPO નંબર અમને આપો તો જ અમે રેકોર્ડ ચેક કરીને કંઈક કહી શકીએ. આ બધું ટેકનિકલ ખામીના કારણે થતું હોય છે અને આવી ભૂલો અન્ય કચેરીઓમાં પણ થતી હોય છે.જ્યારે માર્ગ-મકાન અને ઇલેક્ટ્રિકલ વિભાગ સાથેના કરોડો રૂપિયાના હિસાબી તફાવત અંગે અધિકારીએ જણાવ્યું કે, આ બંને વિભાગોના વ્યવહારો અત્યાર સુધી અમારી કચેરી હેઠળ આવતા ન હતા, એટલે આ માહિતી તદ્દન ખોટી છે. આ વિભાગો ચાલુ નવા નાણાકીય વર્ષથી જ અમારી સાથે જોડાયા છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી થશે:તાલીમ લીધા પછી વસ્તી ગણતરી કામગીરીમાં નહીં જોડાતાં 24 શિક્ષકો સામે ફોજદારી કરાશે
    Next Article
    Gujarat Monsoon Forecast Update | ગુજરાતમાં ચોમાસનું આગમન કયારે થશે ? | Monsoon 2026 | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment