Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ માંડવધાર બેઠક પર ભાજપ-કોંગ્રેસના દિગ્ગજોનો જંગ:16 ગામોનો સમાવેશ, કોળી સમાજના મતોનું પ્રભુત્વ; દૂષિત પાણીની ગંભીર સમસ્યા

    9 hours ago

    બોટાદ જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકો પૈકી માંડવધાર બેઠક રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. આ બેઠક સામાન્ય પુરુષ-મહિલા માટે અનામત રાખવામાં આવી છે. કોંગ્રેસે રામપરા ગામના કોળી સમાજના અગ્રણી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વશરામભાઈ તાવીયાને ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે ભાજપે લીંબાળી ગામના કોળી સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન વાલજીભાઈ જાદવને ટિકિટ આપી છે. માંડવધાર બેઠકમાં ઇતરીયા, માંડવધાર, રોજમાળ, કેરાળા, રામપરા, રાયપર, રતનપર, હોળાયા, હરીપર, સખપર સહિત કુલ 16 ગામોનો સમાવેશ થાય છે. અહીં અંદાજે 14 થી 15 હજાર મતદારો નોંધાયેલા છે. આ બેઠક પર કોળી સમાજના મતોનું પ્રભુત્વ સૌથી વધુ છે, જે ચૂંટણી પરિણામોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, પટેલ સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, માલધારી સમાજ અને અન્ય સમાજના મતદારો પણ મહત્વના ગણાય છે. સ્થાનિકોના મતે, બેઠક હેઠળના કેટલાક ગામોમાં સીસી રોડ અને સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, ઘણા ગામોમાં હજુ પણ પીવાના પાણી, સ્ટ્રીટલાઈટ અને સીસી રોડની સમસ્યાઓ યથાવત છે. ખાસ કરીને માંડવધાર ગામમાં દૂષિત પાણીની સમસ્યા ગંભીર છે. આ ઉપરાંત, ગામના સીમ વિસ્તારમાં આવેલા તૂટેલા ચેકડેમોને ફરીથી બનાવવાની માંગ સ્થાનિકો દ્વારા સતત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Our fight is against ideological untouchability: Sahasrabuddhe
    Next Article
    Ambalal Patel On Gujarat Weather LIVE | અખાત્રીજનો પવન આપશે ચોમાસાનો સંકેત? | Rain Forecast | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment