Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરની 16 વર્ષીય સગીરાને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી:દુષ્કર્મ પીડિતાને 16 સપ્તાહનો ગર્ભ, પેનલમાં સિનિયર ડોક્ટરો હશે; છેલ્લા 3 વર્ષમાં 24ને મંજૂરી

    2 days ago

    ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી 16 વર્ષીય સગીરાના 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભાપાત માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવ્યા મુજબ, સગીરા આ ગર્ભ રાખવા માગતી નથી, જેથી ગુજરાત હાઇકોર્ટે ગાંધીનગરની હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતા. જેનો હકારાત્મક રિપોર્ટ આવ્યા બાદ આજે 17 માર્ચે ગુજરાત હાઇકોર્ટે સગીરાના ગર્ભપાત માટેની મંજૂરી આપી છે. આ સાથે જ ડોક્ટરની એક પેનલની રચના કરવા કહ્યું છે, જેમાં સિનિયર ડોક્ટરો સામેલ હશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 24 દુષ્કર્મ પીડિતાને હાઈકોર્ટે ગર્ભપાત માટેની મંજૂરી આપી છે, જેમાં આજની ઘટનાનો પણ સમાવેશે થાય છે. બાળક જીવિત જન્મે તો બન્નેની કાળજી લેવાશે સગીરાના ગર્ભપાત માટે ડોક્ટર પેનલની રચના કરવામાં આવશે, જેમાં સિનિયર ડોક્ટરો પણ ઉપસ્થિત રહેશે. ગર્ભપાત કરતા પહેલા સગીરાને તેના જોખમ વિશે માહિતગાર કરવામાં આવશે. જો બાળક જીવિત જન્મે તો સગીરા અને બાળક બંનેની યોગ્ય કાળજી રાખવામાં આવશે. સગીરા બાળક રાખવા માગતી ન હોય તો આગળ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. DNA સેમ્પલની વિગતો તપાસ અધિકારીને સોંપવા હુકમ સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપી સામે ડિસેમ્બર, 2025માં ડભોડા પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે. હાઇકોર્ટે ડોક્ટરોને સગીરાના ગર્ભના ડીએનએ સેમ્પલની વિગત તપાસ અધિકારીને સોંપવા પણ હુકમ કર્યો છે. સગીરાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને જોતા, તેમજ ઘર પર રાખવાથી થતી સામાજિક અસરોને ધ્યાને લઈને ઉપરોક્ત હુકમ કરવામાં આવ્યો છે. ગર્ભાવસ્થાના ગર્ભપાતનો નિયમ શું કહે છે? મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP ) એક્ટ હેઠળ કોઈપણ પરિણીત મહિલા, બળાત્કાર પીડિતા, અલગ-અલગ-વિકલાંગ મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયાં સુધીની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાંથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની મંજૂરી લેવી પડે છે. વર્ષ 2020માં MTP એક્ટમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. એ પહેલાં 1971માં બનેલો કાયદો લાગુ હતો. છેલ્લા 3 વર્ષમાં 24 દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી અપાઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ત્રણ વર્ષમાં 17 માર્ચ, 2026ના સગીરાના ગર્ભપાતના કેસ સહિત 24 પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અન્ય બે કિસ્સામાં હાઈકોર્ટે પીડિતાને જીવનું જોખમ હોવાથી ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 12 મેના રોજ હાઈકોર્ટે 13 વર્ષીય સગીરાના 33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. ત્યારબાદ 13 મેના રોજ સગીરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 17 મે, 2025ના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. 12 માર્ચ, 2026: વડોદરાની સગીરાને જીવને જોખમ હોવાથી HCએ ગર્ભપાતની અરજી નામંજૂર કરી વડોદરાની એક દુષ્કર્મ પીડિત સગીરા ગર્ભવતી બનતા 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સગીરાના મેડિકલ રિપોર્ટમાં ગર્ભપાત કરવામાં જોખમ રહેલું હોવાથી કોર્ટે ગર્ભપાતની અરજી નામંજૂર કરી હતી. સગીરાની ડિલિવરની ખર્ચ અને બાળકના જન્મ બાદ માતા અને બાળકનો 6 મહિના સુધીનો ખર્ચ રાજ્ય સરકાર આપશે તેવો નિર્ણય લેવાયો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 23 ફેબ્રુઆરી, 2026: સુરતની 32 વર્ષીય યુવતીના 25 સપ્તાહથી વધુના ગર્ભના ગર્ભપાતની મંજૂરી સુરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી 32 વર્ષીય યુવતીની મેડિકલ તપાસ કરતા સગર્ભા હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ યુવતીના પરિજનો દ્વારા હાઈકોર્ટમાં ગર્ભપાતની અરજી દાખલ કરાઈ હતી. હાઈકોર્ટ દ્વારા પીડિતાના મેડિકલ તપાસના આદેશ આપ્યાં હતાં. આ રિપોર્ટ મુજબ યુવતીને 25 સપ્તાહથી વધુ ગર્ભ હતો અને તે સ્રેઝોફેનિયાથી પીડિત છે. તે બાળકની અને પોતાની સંભાળ રાખી શકે તેમ નહોંતી. આવી પરિસ્થિતિમાં બ્લીડિંગ, ઇન્ફેક્શન વગેરે પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ હતો. આ મામલે હાઈકોર્ટે પીડિતાના ગર્ભપાતની મંજૂરી આપી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) 17 ફેબ્રુઆરી, 2026: હાઈકોર્ટે ડાંગની 15 સપ્તાહ પ્રેગ્નેન્ટ 13 વર્ષની સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી ગુજરાત હાઇકોર્ટમાં ડાંગની 13 વર્ષ અને 10 મહિનાની દુષ્કર્મ પીડિતા સગીરાના 14 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. આરોપી સામે આહવા પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આહવાની જનરલ હોસ્પિટલમાં થયેલી તપાસ મુજબ તેને 14 સપ્તાહનો ગર્ભ છે. હાઇકોર્ટે સગીરાના વલસાડની હોસ્પિટલમાં મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા, જેના રિપોર્ટમાં સગીરાને 15 સપ્તાહનો ગર્ભ અને મેડિકલ ટર્મિનેશન શક્ય હોવાનું સામે આવ્યું હતું. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, સામાજિક પરિસ્થિતિઓ તેમજ સગીરાની શારીરિક અને માનસિક પરિસ્થિતિને જોતા તેને ગર્ભપાતની મંજૂરી આપવી જોઈએ. (વાંચો સંપૂર્ણ અહેવાલ) દાહોદની 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના ગર્ભપાત માટે હાઈકોર્ટની મંજૂરી ગુજરાત હાઈકોર્ટમાં દાહોદથી 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે નોધ્યું હતું કે સગીરા દુષ્કર્મ પીડિતા છે. તેને 15 સપ્તાહનો ગર્ભ છે. સગીરા સાથે વાત કરીને દાહોદની પ્રાઇવેટ હોસ્પિટલ તેના ગર્ભપાત માટે નિર્ણય લે. તેના માટે તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે. જો બાળક જેવું જન્મે અને સગીરા તેને રાખવા માંગતી હોય તો જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત આગળ કાર્યવાહી કરવામાં આવે. તેની ગર્ભની પેશીના DNA તપાસ અધિકારીને સોંપવામાં આવે. આ સાથે જ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 14 વર્ષની રેપ પીડિતાને 10 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી કચ્છ-ભુજની 14 વર્ષની રેપ પીડિતાની ગર્ભપાતની દાદ માંગતી અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટના નિર્દેશ મુજબ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના તબીબોએ પીડિતાની શારીરિક અને માનસિક તપાસ કરીને કોર્ટ સમક્ષ અભિપ્રાય રજૂ કરતો અહેવાલ આપ્યો હતો. જેને ધ્યાનમાં લેતાં હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સંદર્ભ લેવો ફાયદાકારક રહેશે. જેમાં પીડિતા માટે 'શ્રેષ્ઠ હિત' સિદ્ધાંતને ધ્યાનમાં રાખવાને પાત્ર છે. મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલા તબીબી અભિપ્રાયને ધ્યાનમાં લેતા તેમજ અરજદાર-પીડિતાને જે આઘાત, માનસિક યાતના અને સંભવિત સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે છે તેને ધ્યાનમાં લેતા કોર્ટ ગર્ભપાતની મંજૂરી આપવાનો આદેશ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 9 સપ્તાહ પ્રેગ્નેન્ટ 17 વર્ષીય સગીરાના ગર્ભપાતની આપી મંજૂરી ગુજરાત હાઈકોર્ટમાં 17 વર્ષ અને 6 મહિનાની સગીરાએ પોતાના 9 સપ્તાહ અને 5 દિવસના ગર્ભના ગર્ભપાત માટે વાલી મારફતે અરજી કરી હતી. જે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે રાજકોટની દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જે રિપોર્ટ અનુસાર સગીરાના ગર્ભપાતની હાઈકોર્ટે મંજૂરી આપી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો... 15 વર્ષીય દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી રાજકોટની દુષ્કર્મ પીડિતા 15 વર્ષીય સગીરાના 25 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં તેના માતા- પિતા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી, મેડિકલ અહેવાલ મુજબ કોઈ ગંભીર લક્ષણો નહીં, ગર્ભપાત શક્ય છે તેમ જણાવ્યું હતું. આ સંદર્ભે હાઇકોર્ટે રાજકોટની PDU હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતાં. જેથી જાણી શકાય કે સગીરાનો ગર્ભપાત શક્ય છે કે કેમ? તેમાં કોઈ એબનોર્માલિટી છે કે કેમ? તેમાં રિસ્ક છે તો કેટલું છે? સંપૂર્ણ સમાચાર વાંચો... 28 સપ્તાહ પ્રેગ્નેન્ટ સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવા હાઈકોર્ટનો ઇનકાર 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 28 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કરતાં ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, આ કેસમાં સગીર પીડિતાને ગર્ભપાતમાં જીવનું જોખમ રહેલું છે અને બીજી તરફ ગર્ભસ્થ શિશુને પણ જીવનનો અધિકાર છે. તેથી ઉક્ત સંજોગોમાં કોર્ટનો ન્યાયિક અંતરાત્મા બે જીવોને જોખમમાં મૂકતો આદેશ પસાર કરવા તૈયાર નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપી શકાય એમ નથી. સંપૂર્ણ સમાચાર વાંચો... 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 17 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી વડોદરાથી 14 વર્ષીય સગીરાની માતા દ્વારા સગીરાના 17 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે આજે મંજૂરી આપી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, મેડિકલ તપાસના રિપોર્ટ નોર્મલ છે તેમ છતાં ગર્ભપાતમાં જોખમ રહેલું જ હોય છે. ગર્ભ રાખવો તે પીડિતા અને તેના પરિવાર બંને માટે આઘાતજનક હશે. આથી, જેમ બને તેમ જલ્દી પીડિતાના ગર્ભનો નિકાલ કરવામાં આવે. તેના DNA મેળવી પોલીસને સોંપી FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવે. પીડિતાની ગર્ભપાત પહેલા અને પછી લેવાની મેડિકલ સારસંભાળ રાખવામાં આવે. સંપૂર્ણ સમાચાર વાંચો... 15 વર્ષની સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી 15 વર્ષીય દુષ્કર્મ પીડિત સગીરાના 26 સપ્તાહના ગર્ભપાતની અરજી બાદ હાઇકોર્ટે જૂનાગઢની સરકારી હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશો આપ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી. જેમાં હાઈકોર્ટે ગર્ભપાત માટે નિષ્ણાંત ડોકટરોની ટીમ, ગર્ભપાતમાં રહેલા રિસ્કની માહિતી અરજદારને આપવી, બાળકોના અને રેડિયોલોજસ્ટ ડોક્ટરોએ હાજર રહેવું, ગર્ભપાત બાદની ટ્રીટમેન્ટ આપવી અને ભ્રૂણ જીવિત રહે તો તેને બચાવવા તમામ શક્ય પ્રયત્ન કરવા જણાવ્યું હતું. સમગ્ર અહેવાલ વાંચો... દેશમાં પહેલીવાર સૌથી વધુ સપ્તાહના ગર્ભના ગર્ભપાતને મંજૂરી રાજકોટ શહેરમાં રહેતી 13 વર્ષીય સગીરા સાથે તેના જ પિતરાઈ ભાઈ અને પિતરાઈ ભાઈના મિત્રએ મળી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ 12 મેના રોજ હાઈકોર્ટે સગીરાના 33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. આમ દેશમાં પહેલીવાર સૌથી વધુ સપ્તાહના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી હતી. 13 મેના રોજ મંગળવારે સગીરાને પોલીસ પ્રોટેકશન સાથે રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે 17 મે, 2025 શનિવારના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો… 13 વર્ષની કિશોરીનો કોર્ટની મંજૂરી બાદ ગર્ભપાત કરાવાયો સુરતના એક વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરીને 21 વર્ષીય ડ્રાઇવર રાઘવેન્દ્રએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ આરોપીએ કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધતાં તે ગર્ભવતી થઈ હતી. કિશોરીને પેટમાં દુખાવો ઊપડ્યા બાદ હોસ્પિટલ લઈ જતાં સામે આવ્યું હતું કે તેને ત્રણ મહિનાનો ગર્ભ છે. આ બાબતે પરિવારના સભ્યોને જાણ થતાં મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. આ કૃત્યને લઈ પોલીસે તપાસ હાથ ધરી આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. કિશોરીની ઉંમર નાની હોવાની સાથે હજુ ગર્ભ પણ ત્રણ મહિનાનો હોવા અને જીવનું જોખમ હોવાનું સામે આવતાં ગર્ભપાતની કોર્ટમાં મંજૂરી લેવામાં આવી હતી અને એ મળી જતાં એનો ગર્ભપાત કરાવાયો હતો. એ બાદ ભ્રૂણ સાથે આરોપી યુવકનો DNA ટેસ્ટ કરાશે. સમગ્ર અહેવાલ વાંચો... 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભ વલસાડની 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના પિતા દ્વારા સગીરાના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ વાંસદા પોલીસ મથકે ચાલુ વર્ષે ફરિયાદ નોંધાઈ હતી. સગીરાને 26 સપ્તાહનો ગર્ભ છે. હાઇકોર્ટે વાપીની GMERS હોસ્પિટલે સગીરાના મેડિકલ તપાસ માટેના નિર્દેશ આપ્યા હતા. જોકે તપાસનો રિપોર્ટ સ્પષ્ટ ના આવતાં ફરી સગીરાની મેડિકલ તપાસ કરવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા. બાદમાં હાઇકોર્ટે ચીફ મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ તેના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે સગીરાના ગર્ભપાત માટે એક્સપર્ટ ડોક્ટરોને ઉપસ્થિત રહેવા નિર્દેશ આપ્યા હતા, સાથે જ બાળકોના ડોક્ટર હાજર રહેશે. ગર્ભપાત બાદની સારવાર પણ સગીરાને આપવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. સગીરાના ગર્ભની પેશીનાં DNA સેમ્પલ આરોપી સામે કેસ પુરવાર કરવા FSLમાં મોકલવામાં આવશે. સમગ્ર અહેવાલ વાંચો... 16 વર્ષની સગીરાનાં 12 અઠવાડિયાંનો ગર્ભના ગર્ભપાતની મંજૂરી નર્મદા જિલ્લાના એક પોલીસ મથકે એક આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ ગુના અંતર્ગત ભોગ બનનારી સગીરા ગર્ભવતી બની હતી, જેની માતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સગીરાના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. સગીરા 16 વર્ષની ઉંમરની છે અને તેને 12 અઠવાડિયાંનો ગર્ભ છે. ગુજરાત હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 14 વર્ષની સગીરાનાં 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી ગર્ભપાત માટેના કાયદા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી MTP એક્ટ હેઠળ મહત્તમ 24 સપ્તાહ સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવતી હોય છે, પરંતુ હાઇકોર્ટ સમક્ષ આવેલા એક કેસના વિશિષ્ટ સંજોગોને ધ્યાનમાં લેતાં હાઇકોર્ટે 14 વર્ષની રેપ પીડિતાનાં 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી છે. હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપતાં આદેશમાં એવું મર્મસ્પર્શી અવલોકન કર્યું છે કે દુષ્કર્મ જેવા જઘન્ય ગુનાના કારણે પીડિતા દુર્ભાગ્યપૂર્ણ રીતે સગર્ભા થઇ છે. જો તેની ગર્ભાવસ્થા ચાલુ રહે તો તેનો જીવ જોખમમાં મુકાઇ શકે છે. આવા સંજોગોમાં જ્યારે પીડિતાના જીવનમરણનો પ્રશ્ન હોય અને એ અસહ્ય માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થઇ રહી હોય ત્યારે કોર્ટ પીડિતાની વ્યથા પ્રત્યે મૂકદર્શક બની શકે નહીં. સમગ્ર અહેવાલ વાંચો... 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 15 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 15 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઇકોર્ટે મંજૂરી આપી હતી. પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં પીડિતાના પિતા તરફથી હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને દાદ માગવામાં આવી હતી કે તેની દીકરીને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. એમાં હાઇકોર્ટે તબીબોનો અભિપ્રાય મેળવ્યો હતો અને એના આધારે પીડિતાને ગર્ભપાત માટેની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 15 વર્ષની સગીરાનાં 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી અમદાવાદની 15 વર્ષની દુષ્કર્મ પીડિતાની માતા તરફથી સગીરાનાં 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોટમાં અરજી કરવામાં આવી હતી. એમાં હાઇકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. તબીબોના અહેવાલમાં પણ ગર્ભપાતની મંજૂરી આપી શકાય એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો, તેથી સોલા સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર અને પેનલ પરના અન્ય ડોક્ટરોની દેખરેખ હેઠળ પીડિતાના ગર્ભપાત માટેની મંજૂરી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 17 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી ગુજરાત હાઇકોર્ટમાં દિવાળી વેકેશન દરમિયાન તત્કાલ સુનાવણી માટે આવતા કેસોમાં 4 નવેમ્બર 2024ના રોજ એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી, જેમાં પીડિતાને 17 અઠવાડિયાંથી વધુનો ગર્ભ હતો અને તેણે ગર્ભપાત કરાવવાનો ઈરાદો દર્શાવ્યો હતો. એક્સપર્ટ ડોક્ટરોની મેડિકલ તપાસ બાદ ગુજરાત હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 15 વર્ષ 9 મહિનાની સગીરાનાં 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી ગુજરાત હાઇકોર્ટમાં તાપીની 15 વર્ષ અને 9 માસની સગીરાના 27 સપ્તાહના ગર્ભપાત માટે તેના પિતાએ એડવોકેટ પી.વી.પાટડિયા દ્વારા અરજી કરી હતી, જે જજ નિર્ઝર દેસાઈની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. અરજદારના એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે સગીરા માનસિક દિવ્યાંગ છે. એક આરોપીએ તેનું શારીરિક શોષણ કરતાં તે ગર્ભવતી બની હતી. સમગ્ર અહેવાલ વાંચો... 19 વર્ષીય યુવતીનાં 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી ગુજરાત હાઇકોર્ટમાં 19 વર્ષ અને 6 મહિનાની યુવતીએ તેનાં 16 અઠવાડિયાંના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરી હતી. યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે આરોપી મિતેશ ઠાકોર સામે 3 મે, 2024ના રોજ અમદાવાદના રાણીપ પોલીસ મથકે IPCની કલમ 376(2)(f) અને 376(2)(n) મુજબ ફરિયાદ પણ નોંધાવી હતી. યુવતી માનસિક અને આર્થિક રીતે બાળકને રાખવા સક્ષમ નથી, જેથી કોર્ટે અરજી સંદર્ભે યુવતીનો મેડિકલ ટેસ્ટ કરવા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને નિર્દેશ આપ્યા હતા. એમાં જણાવાયું હતું કે યુવતી ગર્ભપાત માટે ફિટ છે, પરંતુ એમાં જોખમ પણ છે. સમગ્ર અહેવાલ વાંચો... 17 વર્ષીય સગીરાનાં 7 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી ગુજરાત હાઇકોર્ટમાં 17 વર્ષીય સગીરાની માતાએ સગીરાનાં 7 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે એડવોકેટ ચિંતન ગાંધી મારફત અરજી કરી હતી, જે જજ હસમુખ સુથારની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. કોર્ટે સુરતની સિવિલ હોસ્પિટલને ત્યાંના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, ગાયનેકોલોજિસ્ટ અને સાઇકોલોજિસ્ટને સગીરાની શારીરિક અને માનસિક સ્થિતિ અંગેનો મેડિકલ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો તેમજ મેડિકલ રિપોર્ટ માટે તપાસ અધિકારીને વ્યવસ્થાઓ કરવા હુકમ કર્યો હતો. કોર્ટે સગીરાનાં 7 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... સગીરાનાં 9 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી ગુજરાત હાઇકોર્ટમાં એક સગીરાની માતા દ્વારા તેનાં 9 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવતાં તે ગર્ભવતી બની હતી, જોકે અરજદારના વકીલે કહ્યું હતું કે તે શારીરિક અને માનસિક રીતે કમજોર છે. વળી, તે પોતે બાળકના ઉછેર માટે સક્ષમ નથી. ઉપરાંત સમાજમાં બદનામીને જોતાં પણ સગીરાના ગર્ભપાત માટે મંજૂરી આપવી જોઈએ. સમગ્ર અહેવાલ વાંચો... 16 વર્ષની સગીરાનાં 27 અઠવાડિયાંના ગર્ભના ગર્ભપાતની મંજૂરી ગુજરાત હાઈકોર્ટમાં જજ સમીર દવેની કોર્ટમાં એડવોકેટ નિસર્ગ શાહ દ્વારા 16 વર્ષીય સગીરાના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. આ સગીરાને 27 સપ્તાહનો ગર્ભ હતો, જોકે હાઈકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 22 વર્ષીય યુવતીનાં 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી સુરેન્દ્રનગરની 22 વર્ષીય યુવતી પર પાડોશી દ્વારા પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એ સંદર્ભે સુરેન્દ્રનગરમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, જોકે આ દુષ્કર્મથી પીડિતાને ગર્ભ રહી જતાં તેણે એડવોકેટ નિમિત્ત શુક્લા મારફત ગુજરાત હાઇકોર્ટમાં યુવતીનાં 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી માગતી અરજી કરી હતી. એમાં સગીરાના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હાઈકોર્ટે મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 12 વર્ષીય સગીરાનાં 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં માતા-પિતા સાથે રહેતી 12 વર્ષીય સગીરા પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતાં તે ગર્ભવતી બની હતી. સગીરાનાં 27 સપ્તાહના ગર્ભપાત માટે માતાએ જ વકીલ પૂનમ મહેતા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જોકે વડોદરાની સયાજીરાવ હોસ્પિલમાંથી સગીરાના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો...
    Click here to Read More
    Previous Article
    રાજકોટ દલિત યુવક હત્યા કેસમાં ઘટસ્ફોટ, ઇન્સ્ટા.,હનીટ્રેપ ને અંતે હત્યા:હત્યારા અને મૃતકને એક જ યુવતી સાથે સંબંધ હતો, શંકાને પગલે યુવકને મોતને ઘાટ ઉતારી દીધો
    Next Article
    સુંદરપુરા પાટીયા પાસે વાળંદની હત્યા નિપજાવનાર આરોપી ઝડપાયો:અસ્ત્રા નહીં ચાકુથી હત્યા નિપજાવી ઉદયપુર નાસી છૂટ્યો હતો, ઘરે બાળકોને મળવા આવતા જ પોલીસે દબોચી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment