Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો:ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું, ફેરાન ટોરેસે એક્સ્ટ્રા ટાઇમમાં ગોલ ફટકાર્યો

    3 days ago

    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. ટીમે ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું. સ્પેન માટે એક્સ્ટ્રા ટાઇમમાં ફેરાન ટોરેસે ગોલ કર્યો. આ સાથે જ સ્પેને 2010 પછી બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી, ત્યારે ટીમે નેધરલેન્ડ્સને 1-0થી હરાવ્યું હતું. મેચની નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમ ગોલ કરી શકી નહોતી. પ્રથમ હાફમાં સ્પેનના લામિન યમાલ અને આર્જેન્ટિનાના કેપ્ટન લિઓનલ મેસ્સીને ગોલ કરવાની તકો મળી હતી, પરંતુ બંને તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા. સમગ્ર મેચ દરમિયાન સ્પેને સતત એટેકિંગ રમત બતાવી હતી, જ્યારે આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે કેટલાક શાનદાર બચાવ કરીને ટીમને મેચમાં ટકાવી રાખી હતી. આર્જેન્ટિનાને 90+2મી મિનિટે મોટો ઝટકો લાગ્યો હતો. મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝે સ્પેનના ડિફેન્ડર પાઉ કુબાર્સી પર ટેકલ કર્યો, જેના પછી રેફરીએ તેને સીધું રેડ કાર્ડ બતાવ્યું. આ કારણે આર્જેન્ટિનાએ આખા એક્સ્ટ્રા ટાઇમમાં 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું. સ્પેનના યુવા ખેલાડી લામિન યમાલે આખી મેચમાં આર્જેન્ટિનાના ડિફેન્સ પર સતત દબાણ જાળવી રાખ્યું હતું. બીજી તરફ મેસ્સીએ પણ ઘણી વખત સ્પેનના બોક્સમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ગોલ કરી શક્યો નહીં. 41મી મિનિટે આર્જેન્ટિનાના લિસાન્દ્રો માર્ટિનેઝ અને બીજા હાફની 52મી મિનિટે લિએન્દ્રો પારેડેસને પણ યેલો કાર્ડ બતાવ્યું હતું. ગોલ કર્યા બાદ ફેરન ટોરેસના સેલિબ્રેશનની તસવીર… ક્લોઝિંગ સેરેમનીની 7 તસવીરો… બંને ટીમની સ્ટાર્ટિંગ-11 સ્પેન: ઉનાઈ સિમોન (ગોલકીપર), પેડ્રો પોરો, એમેરિક લાપોર્ટે, પાઉ ક્યુબાર્સી, માર્ક કુકુરેલા, ફાબિયન રુઇઝ, એલેક્સ બાએના, રોડ્રી (કેપ્ટન), દાની ઓલ્મો, લામિન યામાલ, મિકેલ ઓયારજાબાલ. આર્જેન્ટિના: એમિલિયાનો માર્ટિનેઝ (ગોલકીપર), નિકોલસ ટેગ્લિયાફિકો, ગોન્ઝાલો મોન્ટિએલ, લિસાન્ડ્રો માર્ટિનેઝ, ક્રિસ્ટિયન રોમેરો, રોડ્રિગો ડી પોલ, નિકો ગોન્ઝાલેઝ, એલેક્સિસ મેક એલિસ્ટર, એન્ઝો ફર્નાન્ડેઝ, જુલિયન અલ્વારેઝ, લિયોનેલ મેસી (કેપ્ટન).
    Click here to Read More
    Previous Article
    FIFA World Cup full list of winners and finals results: Spain stun Argentina for 2nd title
    Next Article
    Trump Basks In FIFA World Cup Spotlight, But Gets Booed During Final

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment