Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:કાંઠા સુગરમાં 15.65 કરોડની લોન લઈને ઠગાઈના કેસમાં 3ની ધરપકડ

    13 hours ago

    ઓલપાડની કાંઠા સુગર મિલમાં ખાંડના સ્ટોકની ઓવર વેલ્યુનું પીપલ્સ બેંક પાસે સર્ટિફિકેટ બનાવડાવી તેના આધારે નેશનલ કો ઓપરેટિવ ડેવલમેન્ટ કોર્પોરેશનમાંથી બે તબક્કામાં 15.65 કરોડની લોન લઈ ભરપાઈ નહીં કરવાના કેસમાં 3ની ઘરપકડ થઈ છે. મિલના તત્કાલિન એમ.ડી. પ્રદીપ પંડ્યા, ગોડાઉન કિપર પ્રદીપ પટેલ અને પીપલ્સ બેંકના તત્કાલિન મેનેજર જતીન નાયકની ઘરપકડ થઈ હતી જેમને શનિવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે. આ મુદ્દે હાઈકોર્ટે આકરું વલણ દર્શાવતાં તત્કાળ કાર્યવાહી કરાઈ છે. આ કેસ તા. 19-602023 અને 17-11-2023ના રોજનો છે. 76,000 સભાસદોનું શેર ભંડોળ અદ્ધર કાંઠા સુગરમાં 2014માં પિલાણ સિઝનનો આરંભ થયો હતો, પરંતુ 8 વર્ષમાં જ કૌભાંડને પગલે મિલ ફડચામાં ગઈ હતી. જેથી 76,000 સભાસદોના ભંડોળ સામે પ્રશ્નાર્થ ચિન્હ મુકાયું છે. આ સ્થિતિમાં સરકાર પાસે આર્થિક સહાય માંગવા છતાં કંઈ મળ્યું ન હતું. કિરીટ પટેલે રાજીનામું આપતાં ભાંડો ફૂટ્યો આ કેસમાં પ્રમુખ કિરીટ પેટેલે રાજીનામું આપતાં ભાંડો ફૂટ્યો હતો. લોનની તોતિંગ રકમ મિલના ખાતામાં પડી હોય અને તે અંગે પ્રમુખ કે વ્યવસ્થાપક સમિતિને કોઈ જાણકારી ન હોય એ કોઈ શકય નથી. તપાસમાં વ્યવસ્થાપક સમિતિના સભ્યો પણ વરૂણીમાં આવે આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં પતિએ પત્નીને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધી:રાત્રે 'નારાયણ અવન્યુ' સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો; ગણતરીના કલાકોમાં હત્યારા પતિને દબોચ્યો
    Next Article
    Cooking without the flame: The LPG crisis, seen from inside the kitchens of two iconic Mumbai restaurants

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment