Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:1550 કરોડની ITC ચોરીમાં રાજકોટની મહિલાની ધરપકડ

    11 hours ago

    દેશભરમાં ફેલાયેલા રૂ.1550 કરોડના જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) કૌભાંડમાં ગુજરાત કડી તરીકે ફરી સામે આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)એ રાજકોટની મહિલાની ધરપકડ કરીને વધુ ઊંડાણથી તપાસ હાથ ધરી છે. ડીજીજીઆઈએ રવિવારે રાજકોટની પ્રિયંકા સદરિયા (ઉં.36)ની ધરપકડ કરી હતી, જે સાત રાજ્યોમાં ફેલાયેલા આઈટીસી કૌભાંડમાં સંડોવાયેલી હોવાનો આરોપ છે. આ સાથે ગુજરાતમાંથી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા હવે બે થઈ ગઈ છે. આરોપીને 24 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાઈ છે. આ કેસનો પર્દાફાશ ગુપ્ત માહિતીના આધારે કરાયો હતો. તપાસમાં ખૂલ્યું છે કે, અરુણાચલ પ્રદેશમાં નોંધાયેલા અનેક જીએસટીએનનો ઉપયોગ કરી બોગસ આઈટીસી ઊભું કરાતું હતું. આ માટે ફેક કંપનીઓ ઊભી કરીને માલ અથવા સેવા આપ્યા વગર જ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરાતો હતો. આ પહેલાં 15 જાન્યુઆરીએ જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બિપીન ભંડેરીની મુખ્ય સૂત્રધાર તરીકે ધરપકડ કરાઈ હતી. સમગ્ર નેટવર્કમાં અનેક શેલ કંપનીઓનો ઉપયોગ કરીને ITC ચોરી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    સરખેજના ગોડાઉનમાં દરોડો:મુંબઈથી કેમિકલના 8 પીપમાં સંતાડી લવાયેલી દારૂની 5600 બોટલ પકડાઈ
    Next Article
    Andhra Pradesh Inter Result 2026 LIVE: Result To Be Out At 10:30 AM, Download Link Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment