Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમ્પેક્ટ ફી હેઠળ 15,322 અરજીઓ થઈ:મનપા દ્વારા 3,363 અરજીઓ નામંજૂર, 6,634 અરજી પેન્ડિંગ, 16 જૂને મુદ્દત પૂર્ણ થતી હોવાથી અરજદારોમાં દોડધામ

    10 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટેની રાજ્ય સરકારની યોજના હવે તેના અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં કુલ 15,322 અરજીઓ નોંધાઈ છે, જેમાંથી વહીવટી તંત્ર દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે. જોકે, હજુ પણ મોટી સંખ્યામાં અરજીઓ પેન્ડિંગ હોવાથી નાગરિકોમાં દોડધામ જોવા મળી રહી છે. મુદતમાં 5 વખત વધારો, હવે અંતિમ તક? રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર 2022માં આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. લોકોની રજૂઆતો અને ધીમી પ્રક્રિયાને ધ્યાને રાખીને અત્યાર સુધીમાં 5 વખત મુદત વધારવામાં આવી છે. અગાઉ આ યોજના ડિસેમ્બર 2025માં પૂર્ણ થતી હતી, જે હવે લંબાવીને 16 જૂન કરવામાં આવી છે. જો આ સમયમર્યાદામાં બાંધકામ નિયમિત નહીં થાય, તો ભવિષ્યમાં સીલિંગ કે ડિમોલિશન જેવી કડક કાર્યવાહી થઈ શકે છે. ઝોન પ્રમાણે અરજીઓની વિગતો અરજી રદ થવામાં 5 કારણો જવાબદાર તંત્ર દ્વારા જે 3,363 અરજીઓ રદ કરવામાં આવી છે, તેની પાછળ મુખ્યત્વે ટેકનિકલ કારણો જવાબદાર છે, પાર્કિંગની અપૂરતી સુવિધા, માર્જિનની જગ્યામાં કરવામાં આવેલું દબાણ, ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન, જરૂરી પૂરક દસ્તાવેજોનો અભાવ અરજદારો માટે મહત્વની સૂચના મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ માટે 6,634 પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવો એ મોટો પડકાર છે. તંત્રએ તાકીદ કરી છે કે જે લોકોની અરજીઓ પ્રક્રિયા હેઠળ છે, તેઓએ જરૂરી દસ્તાવેજો વહેલી તકે રજૂ કરવા. ઈમ્પેક્ટ ફી ભરીને બાંધકામ નિયમિત કરાવવાથી મિલકતને કાયદેસરતા મળવાની સાથે બજાર કિંમતમાં વધારો થાય છે અને લોન મેળવવામાં પણ સરળતા રહે છે.
    Click here to Read More
    Previous Article
    પ્રાઈવેટ પાર્ટ પર લાકડી ફટકારતા યુવક તરફડ્યો, VIDEO:સુરતમાં બે હાથ જોડી માફી માગતો રહ્યો ને શખસે વાળ પકડી ઢસડ્યો, ધરપકડ બાદ આરોપી બોલ્યો કોઈ દિવસ કાયદો હાથમાં નહીં લઉં
    Next Article
    India’s largest domestic refinery to shut for maintenance, govt sees no impact on LPG output

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment