Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના વર્ણીન્દ્રધામમાં હનુમાનજીનો 151 લીટર તેલથી અભિષેક:કાળી ચૌદશે વૈદિક મંત્રોચ્ચાર સાથે શોડશોપચાર પૂજન થયું; 8 નવેમ્બરે ચોપડા પૂજન અને દીપાવલી મહોત્સવ યોજાશે

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે આવેલા વર્ણીન્દ્રધામમાં કાળી ચૌદશના પવિત્ર અવસરે હનુમાનજીનું શોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે સંતો અને હરિભક્તોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે 151 લીટર તેલથી દાદાનો ખાસ અભિષેક કરવામાં આવ્યો હતો. પૂજન વિધિ દરમિયાન વિશ્વના કલ્યાણ તેમજ સૌ નાગરિકોની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. 5 લાખ દીવડાઓથી મંદિર સજાવાયું દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત વર્ણીન્દ્રધામને અંદાજે 5 લાખ ઇલેક્ટ્રિક દીવડાઓ અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં આકર્ષક જળ સજાવટ અને રોશની કરવામાં આવી છે. આગામી 8 નવેમ્બરના રોજ સાંજે ચોપડા પૂજન અને દીપાવલી મહોત્સવ યોજાશે, જ્યારે 9 થી 11 નવેમ્બર દરમિયાન અન્નકૂટ તથા હાટડીના દર્શન યોજાશે. ધાર્મિક પ્રદર્શન અને સુવિધાઓનું આયોજન વર્ણીન્દ્રધામ ખાતે ભક્તો માટે અખંડ ધૂન, મહાવિષ્ણુયાગ અને સાંસ્કૃતિક પ્રદર્શન જેવા વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દર્શનાર્થીઓ માટે 108 ગૌમુખધારા સ્નાન, નીલકંઠ સરોવરમાં ઠાકોરજીનો નૌકાવિહાર, બાળકો માટે હીંચકા અને સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વિરાટ કોહલીએ પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો:ન્યૂઝીલેન્ડ સામે સૌથી સફળ વનડે બેટર બન્યા; રોહિતે શાહિદ આફ્રિદીને પાછળ છોડ્યો
    Next Article
    "Warfare No Longer Limited To Cross-Border Firing": Rajnath Singh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment