Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાના નુગર ખાતે ચૌરાસી વિઘા સંકુલમાં ભવ્ય પાટીદાર મહાસંમેલન યોજાયું:સરદાર પટેલની 151મી જન્મજયંતીની ઉજવણી સાથે લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગ

    19 hours ago

    મહેસાણા નજીક આવેલા નુગર સ્થિત ચૌરાસી વિઘા સંકુલ ખાતે એસ.પી.જી. દ્વારા એક વિશાળ અને ભવ્ય પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી પાટીદાર સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંકુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક ઉત્થાન તેમજ વર્તમાન સમયના કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ મહાસંમેલન દરમિયાન તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 1000થી વધુ દીકરા-દીકરીઓને મેડલ આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના ઉત્કર્ષના આ કાર્યક્રમમાં રાજકીય પક્ષોથી ઉપર ઉઠીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિવિધ પક્ષોના ધારાસભ્યો અને સાંસદો પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. મૈત્રી કરાર જેવા પ્રથા કે કાયદાને સંપૂર્ણપણે રદ્દ કરવા માગણી કાર્યક્રમની વિગતો આપતા એસ.પી.જી.ના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, સરદાર સાહેબની 151મી જન્મજયંતીને અગાઉના વર્ષોની જેમ જ આ વર્ષે પણ ભવ્યતાથી ઉજવવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ લડાઈ માત્ર કોઈ એક પક્ષની નહીં પરંતુ યુવા દીકરીઓ અને માતા-પિતાના ભવિષ્યની લડાઈ છે. એસ.પી.જી. છેલ્લા કેટલાક સમયથી લગ્ન નોંધણીના કાયદામાં યોગ્ય સુધારા લાવવા માટે અવાજ ઉઠાવી રહ્યું છે. સરકાર વહેલી તકે લગ્ન નોંધણીના પ્રવર્તમાન કાયદામાં જરૂરી સુધારા કરે અને મૈત્રી કરાર જેવા પ્રથા કે કાયદાને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે. દીકરીઓની સુરક્ષા અને કાયદાકીય સુધારાઓના ઉદ્દેશ્ય સાથે મહાસંમેલન સંપન્ન આ સંમેલનમાં વિશેષરૂપે વિદ્યાર્થીઓના સન્માન ઉપરાંત ભાગેડુ લગ્નોના વધતા જતા પ્રશ્નો અને મૈત્રી કરાર અંગે ગંભીર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. એસ.પી.જી. દ્વારા સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે, જો સરકાર દ્વારા વહેલી તકે આ મામલે યોગ્ય પગલાં નહીં ભરાય, તો મહેસાણાની જેમ જ આગામી દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લા કક્ષાએ આ આંદોલનને વ્યાપક સ્વરૂપ આપવામાં આવશે. સરદાર સાહેબની જન્મજયંતીની ઉજવણી સાથે સમાજની દીકરીઓની સુરક્ષા અને કાયદાકીય સુધારાઓના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ મહાસંમેલન સંપન્ન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ગોધરા ભાગોળ બ્રિજ નીચે ટ્રેનની અડફેટે અજાણ્યા પુરુષનું મોત:રેલવે પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો, ઓળખ-મોતનું કારણ જાણવા તપાસ શરૂ
    Next Article
    બોટાદમાં રાષ્ટ્રીય એકતા દિવસની રેલી યોજાઈ:સરદાર પટેલની જન્મજયંતીએ પ્રભારી મંત્રી રિવાબા જાડેજા સહિતના મહાનુભાવો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment