Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ભુજમાં ઉજવણી કરાઇ:જંગલ-જમીન અને આદિવાસી હક્કો માટે લડત આપનાર બિરસા મુંડા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ

    3 days ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે 15 નવેમ્બરના સમગ્ર દેશમાં ઉજયેલા ‘જનજાતીય ગૌરવ દિવસ-2026’ અંતર્ગત ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભુજ ખાતે જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમારોહના અધ્યક્ષસ્થાનેથી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ તરફ પાછા વળવાનો સંદેશ આપનાર અને માત્ર 25 વર્ષની નાની વયે અંગ્રેજો સામે લડત ચલાવનાર ભગવાન બિરસા મુંડા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની સંકલ્પનાને સાકાર કરવા રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદી પૂર્વે આદિવાસી સમુદાયમાં ‘ધરતીના પિતા’ (ધરતી આબા) તરીકે ઓળખ મેળવનાર બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર કાર્યમાં સહભાગી થવું જોઈએ. મુખ્ય વક્તા રત્નાકરજીએ યુવાનોને પોતાની મૂળ સંસ્કૃતિ, પરંપરા અને જંગલ-જમીનના અધિકારો માટે લડત આપનાર મહાપુરુષોના ઇતિહાસને જાણવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રીય સ્તરનું પ્રેરક ઉદ્બોધન લાઇવ પ્રસારણના માધ્યમથી નિહાળ્યું હતું. સમારોહ દરમિયાન કચ્છના સીદી સમુદાયના કલાકારો દ્વારા આકર્ષક પરંપરાગત ધમાલ નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા,જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીશ ભંડેરી,આરોગ્ય સમિતિ ચેરમેન રણજીતસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મંજુલાબેન ચાવડા, કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, પ્રાંત અધિકારીશ્રી એમ.નાકિયા, આગેવાન દેવજીભાઈ વરચંદ, ફલજીભાઈ ચૌધરી, ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઈ ખંડોલ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત નગરજનો સહભાગી થયા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નાણાવટી ચોકમાં સ્કોર્પિયો ચાલકે વેપારીને ગળામાં છરી મારી:જલારામ જયંતિની તૈયારી વચ્ચે વાહન હટાવવા મામલે માથાકૂટ, પોલીસ આવતા કાર મૂકી ઉમંગ ભુત ફરાર
    Next Article
    Ties With ASEAN At Heart Of Act East Policy: PM As He Emplanes For Philippines

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment