Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો:મોટા સોનેલાના આંબેડકર ભવનમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

    7 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે મોટા સોનેલાના ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવનમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ ઉજવાયો. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોર અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રગટાવ્યો અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી. નટુજી ઠાકોરે તેમના શૌર્ય, સ્વાભિમાન અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના સંઘર્ષને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓ દ્વારા આદિવાસી સમાજના વિકાસ અને સમૃદ્ધિ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ પ્રસંગે મહાનુભાવોએ ‘વન અધિકાર અધિનિયમ-2006’ હેઠળ અધિકારપત્રો એનાયત કર્યા. ઉપસ્થિત લોકોએ આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અને સિદ્ધિઓ દર્શાવતી ડોક્યુમેન્ટરી જોઈ. તેમણે વડાપ્રધાનનું ઉદ્દબોધન જીવંત પ્રસારણ દ્વારા સાંભળ્યું. કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, લાભાર્થીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોડાસા-ધનસુરા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાયું:જય ભવાની ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસનો શુભારંભ
    Next Article
    વલસાડ જિલ્લામાં છઠ પૂજાએ શ્રદ્ધાળુઓ ઉમટ્યા:મોગરાવાડી, ગુંદલાવ અને દમણગંગા કિનારે હજારો લોકોએ સૂર્યને અર્ઘ્ય આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment