Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી પીસી બરંડાએ ભજન ગાયાં:બિરસા મુંડાની 151મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ ભિલોડાના કોટેશ્વર મહાદેવ મંદિરે મંજીરા વગાડ્યાં; ભાજપ આગેવાનો જોડાયા

    1 day ago

    જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં અલગ-અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે બિરસા મુંડાની 151મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ રાજ્ય સરકારના આદિવાસી વિકાસ મંત્રી પીસી બરંડા સહિત આદિવાસી ભાજપના કાર્યકરોએ ભજન કર્યા હતા. ભિલોડા તાલુકાના ખેરવા વીરપુર ગામે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરે મોડી સાંજે આ કાર્યક્રમ યોજાયો હતો. પરંપરાગત આદિવાસી કોટી પહેરી મંત્રીએ મંજીરા વગાડ્યાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિના 1 દિવસ પહેલાં આદિવાસી અને અન્ય વિસ્તારોમાં ભજન-અર્ચનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભિલોડાના ખેરવા વીરપુર ગામે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરે આદિવાસી વિકાસ મંત્રી પીસી બરંડા પરંપરાગત આદિવાસી કોટી પહેરીને પહોંચ્યા હતા અને તેમણે હાથમાં મંજીરા લઈને ભજન ગાયાં હતાં. જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન સહિત આગેવાનો કાર્યક્રમમાં જોડાયા કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત આ ભજન કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન નીલા મડિયા સહિત આદિવાસી ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૌએ સાથે મળીને ભજન કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રવિવારનું રાશિફળ:સિંહ-મીન રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, મેષ રાશિના પ્રોપર્ટી સંબંધિત મામલો ઉકેલાશે
    Next Article
    ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું શામળાજીમાં સ્વાગત:રાજસ્થાનની મુલાકાત બાદ શામળાજી સર્કિટ હાઉસ પહોંચ્યા;મંત્રી પી.સી. બરંડા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment