Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ કરાઈ:બિરસા મુંડાની 151મી જન્મજયંતી અને જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્રે અભિયાન યોજ્યું

    1 day ago

    પંચમહાલ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી અને જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે પ્રતિમા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત ગોધરા સહિત જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં મહાપુરુષો અને આદિવાસી સ્વતંત્ર સેનાનીઓની પ્રતિમાઓ તથા આસપાસના સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. ગોધરા સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રતિમાઓની સફાઈ કરાઈ આ અભિયાન હેઠળ ગોધરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને ગોવિંદ ગુરુની પ્રતિમાઓ સાફ કરવામાં આવી હતી. ગોધરા ઉપરાંત જિલ્લાના ઘોઘંબા, જાંબુઘોડા, શહેરા અને મોરવા હડફ સહિતના સ્થળોએ પણ આ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જનપ્રતિનિધિઓ અને ગ્રામજનોએ જોડાઈને સ્વચ્છાંજલિ અર્પણ કરી જિલ્લા વહીવટી તંત્રના આ અભિયાનમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિવિધ સંગઠનોના આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ મહાપુરુષો અને આદિવાસી સ્વતંત્ર સેનાનીઓના યોગદાનને યાદ કરીને સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી. જનજાતિ સમાજના નાયકોના યોગદાનની જાણકારી પહોંચાડવા પ્રયાસ આ પ્રતિમા સ્વચ્છતા અભિયાન દ્વારા સમાજમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. આ સાથે જ જનજાતિ સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ તથા નાયકોના યોગદાનની જાણકારી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'ગાંધીનગર રેન્જ IGએ જમીન પચાવવા ગોલ્ડી નામનો ગુંડો-વહીવટદાર રાખ્યા':કોંગ્રેસે કહ્યું- સરકાર મોઢું દબાવવા ઘાતક હુમલો કરાવી શકે, ખોરજની 150 કરોડની જમીન પચાવી પાડવાનો વિવાદ વકર્યો
    Next Article
    Gurpreet Ghuggi Breaks Silence On Love Gill's Bigg Boss 20 Stint Amid Affair Controversy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment