Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાર્ડમાં 1500 નાનામોટા વાહનોની કતારો લાગી:ઘઉં, ચણા,જીરૂની રેકોર્ડ બ્રેક આવક : 10 કરોડથી વધુનું ટર્ન ઓવર

    1 week ago

    સૌરાષ્ટ્રનું હબ ગણાતું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 16 માર્ચ, સોમવારના રોજ ઘઉં, ચણા અને જીરૂની રેકોર્ડ બ્રેક આવક થઇ હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1500 જેટલા વાહનોમાં સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લા સહિત સુરેન્દ્રનગર, લીંબડી, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાંથી ખેડૂતો નાના મોટા વાહનોમાં ઘઉં, ચણા, જીરું, વરિયાળી, સહિતનો પાક લઈને આવ્યા હતા. ખેડૂતોને પોતાની જણસનો પૂરતો ભાવ મળી રહે છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસનો પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે છે. તેમજ માલના નાણા રોકડા મળી રહે છે અને બજાર સમિતિ તરફથી સંપૂર્ણ માલનો ત્વરિત નિકાલ થાય છે, જેથી ખેડૂતોને રાત્રી રોકાણ કરવું પડતું નથી. > મનહરભાઈ માતરીયા,ચેરમેન- એપીએમસી,બોટાદ યાર્ડમાં 1500 નાનામોટા વાહનોની કતારો લાગી સેક્રેટરીએ જણાવ્યું હતું કે, બોટાદ એપીએમસીમાં ઘઉં, ચણા અને જીરૂની રેકોર્ડ બ્રેક આવક થઇ છે. અંદાજે 1500 જેટલા નાના મોટા વાહનોની કતાર લાગી હતી, જ્યારે એક દિવસનું રૂ.10 થી 12 કરોડનું ટર્ન ઓવર થવા પામેલ છે. - અનકભાઈ મોભ, સેક્રેટરી-એપીએમસી, બોટાદ
    Click here to Read More
    Previous Article
    સમસ્યા:વિકસિત ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં 8000થી વધુ ઓરડાની ઘટ
    Next Article
    ઠગાઈ:બોટાદમાં બેંક લોનવાળું મકાન પધરાવી દઈ રૂ.2.05 કરોડની છેતરપિંડી : 2 મહિલા સહિત 6 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment