Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મત ગણતરી માટે 150 કર્મચારીઓ તૈનાત:ભુજ તાલુકાની 30 અને જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે

    2 days ago

    કચ્છ જિલ્લાની સૌથી મોટી અને રાજકીય રીતે પ્રતિષ્ઠિત એવી ભુજ તાલુકા પંચાયતની 30 તેમજ જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે આજે મંગળવારે મતગણતરી યોજાશે. રવિવારે થયેલા ભારે મતદાન બાદ આજે ઉમેદવારોના નસીબના સીલબંધ મતો ખુલશે. ભૌગોલિક દ્રષ્ટિએ એક વિધાનસભા જેટલા મોટા વિસ્તારમાં ફેલાયેલી આ બેઠકોના પરિણામો પર મીટ મંડાયેલી છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી માટે કુલ નોંધાયેલા 2,09,105 મતદાર પૈકી 1,43,222 લોકોએ મતદાન કર્યું હતું. તંત્ર દ્વારા ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજના બીજા માળે રૂમ નંબર 303 અને 304 માં ગણતરીની વ્યવસ્થા કરાઈ છે. કુલ 293 બુથના મતોની ગણતરી માટે 150થી વધુ કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત છે. દરેક રાઉન્ડના અંતે સ્પીકર મારફતે બેઠક દીઠ પરિણામોની સત્તાવાર જાહેરાત કરાશે. વિસ્તાર મોટો હોવાથી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા બપોરે 2 વાગ્યા સુધીનો સમય લાગવાની શક્યતા છે. રવિવારે યોજાયેલા મતદાનના આંકડા મુજબ, તાલુકા અને જિલ્લા પંચાયત બંનેમાં ગ્રામ્ય અને સરહદી પટ્ટાના મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો છે, જ્યારે અર્ધ-શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી નીચી રહી છે. કચ્છમાં સૌથી વધુ 30 બેઠકો ધરાવતી ભુજ તાલુકા પંચાયત અને 8 બેઠકો ધરાવતી જિલ્લા પંચાયતનું પરિણામ સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર લાવી શકે છે. તાલુકા પંચાયતની બે બેઠક અગાઉ બિનહરીફ થઈ ચૂકી છે. ગ્રામીણ વિસ્તારોમાં મોડે સુધી સમીકરણો અને હાર જીતની ચર્ચાઓ ચાલી હતી. ગત ટર્મમાં ભાજપ પાસે 24 અને કોંગ્રેસ પાસે 8 સીટ આવી હતી ભુજ તાલુકા પંચાયતના ઈતિહાસ પર નજર કરીએ તો, 1963 થી 1993 સુધી સતત 30 વર્ષ સુધી અહીં કોંગ્રેસનું શાસન રહ્યું હતું. ત્યારબાદ બે વર્ષ સુધી વહીવટદાર શાસન રહ્યા બાદ 1995માં પ્રથમ વખત ભાજપે આ પંચાયત પર કબજો કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. ગત ટર્મમાં તાલુકા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી 24 બેઠકો પર ભાજપ અને 8 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. જિલ્લા પંચાયતની ભુજ તાલુકાની 8 બેઠકોમાંથી 6 ભાજપ પાસે અને 2 કોંગ્રેસ પાસે હતી. બંને મુખ્ય પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે મતદાન કોની તરફેણમાં જશે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    Ahsec.assam.gov.in, Assam HS Result 2026 Live Updates: AHSEC 12th results today, what time will it be out?
    Next Article
    આગ લાગવાને લીધે મચી દોડધામ:કચ્છમાં ગરમી વચ્ચે આગની ઘટના વધી, 6 બનાવ સામે આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment