Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાદ્યતેલના ભાવમાં ઉછાળો:છેલ્લા દોઢ માસમાં સિંગતેલમાં ડબે રૂ.150 અને કપાસિયામાં રૂ.240નો વધારો થયો

    9 hours ago

    અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પામતેલની આયાત ઓછી થવાથી તેની અસર સ્થાનિક બજારમાં પડી છે. છેલ્લા દોઢ મહિનામાં સિંગતેલમાં ડબે રૂ.150 અને કપાસિયામાં રૂ.240નો વધારો થયો છે. ભાવ વધારાના કારણે શહેરમાં રોજ 5.84 કરોડનો વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચેના ગાળામાં લગભગ તમામ મુખ્ય તેલોમાં વધારો નોંધાયો છે. સિંગતેલના ભાવ રૂ. 2,950થી વધીને રૂ. 3,100 થયા છે એટલે કે રૂ. 150નો વધારો થયો છે. કપાસિયા તેલમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે, જેમાં રૂ. 2,320થી વધીને રૂ. 2,560 સુધી પહોંચી રૂ. 240નો વધારો થયો છે. તાજેતરમાં જ સિંગતેલમાં રૂ. 10 અને કપાસિયા તેલમાં રૂ. 20નો થયો છે. ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ વેપારી મહામંડળના પૂર્વ પ્રમુખ બિપિન શાહનું કહેવું છે કે, કુલ વધારામાંથી રૂ.70થી 80નો વધારો માત્ર યુદ્ધના પ્રભાવના કારણે થયો છે. આ પરિસ્થિતિ પાછળ કાચા માલની અછત પણ મહત્વનું કારણ છે. શહેરમાં સિંગતેલના રોજના 3 હજાર, કપાસિયા તેલના 12 હજાર, સનફ્લાવના 10 હજાર, પામતેલના 25 હજાર અને સરસવના 5 હજાર ડબાનું વેચાણ થાય છે. ભાવ વધારાના કારણે અમદાવાદીઓ પર રોજના 5.84 કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક બોજો પડ્યો છે. પામતેલમાં સૌથી વધુ રૂ.280નો વધારો નોંધ : બે માસમાં તેલના ડબ્બે થયેલા ભાવ વધારો રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    પાર્કિંગ મુદ્દે મ્યુનિ.નું કડક વલણ:સોસાયટીઓ વધારાની પાર્કિંગની જગ્યા ભાડે આપી શકશે, દબાણ નથી તેનું સેલ્ફ ડેક્લેરેશન આપવું પડશે
    Next Article
    Stock Market Today: All You Need To Know Before Going Into Trade On April 6

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment