Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાપાલિકામાં 150 વર્ષની ઉજવણી નિમિત્તે 24મી માર્ચે ભવ્ય સમૂહગાન:23થી 31 માર્ચ દરમિયાન સુમન અને પ્રાથમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

    2 weeks ago

    સુરત ભારતની આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિના જ્વાળાને પ્રજ્વલિત રાખવા માટે અને રાષ્ટ્રગાન વંદે માતરમ્ સર્જનના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે (ફેઝ-2) ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ સુરત મહાપાલિકા દ્વારા એક અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 24મી માર્ચ, 2026 ના રોજ સુરત શહેરની ગલીએ ગલીમાં અને મહાપાલિકાની તમામ કચેરીઓમાં એકસાથે ‘વંદે માતરમ્’ ના સૂર ગુંજી ઉઠશે. સવારે 10:30 કલાકે ગુંજશે રાષ્ટ્રભક્તિનો સૂર સુરત મહાપાલિકા કમિશનર એમ. નાગરાજન દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, 24 માર્ચના રોજ સવારે ઠીક 10:30 કલાકે મુખ્ય કચેરી (મુગલીસરા) સહિત શહેરની તમામ 8 ઝોન ઓફિસો, અર્બન હેલ્થ સેન્ટરો, મ્યુનિસિપલ હોસ્પિટલો, લાયબ્રેરીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ સુમન શાળાઓમાં ‘વંદે માતરમ્’ ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો અને સ્વાતંત્ર્ય સંગ્રામના આ અમર ગીતની ગરિમાને ઉજવવાનો છે. તમામ કર્મચારીઓએ ફરજિયાત હાજર રહેવું આ આયોજનને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે મહાપાલિકાના તમામ શ્રેણીના અધિકારીઓ, કાયમી કર્મચારીઓ, ફિક્સ પગારના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા સ્ટાફે પણ આ સામૂહિક ગાનમાં ફરજિયાત હાજર રહેવાનું રહેશે. શિસ્તબદ્ધ આયોજન માટે દરેક કચેરીના વડાને જવાબદારી સોંપવામાં આવી છે. જે તે કચેરીના પટાંગણમાં અથવા નક્કી કરેલા હોલમાં તમામ સ્ટાફે એકત્રિત થઈને ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રગાન કરવાનું રહેશે. 23 માર્ચથી 31 માર્ચ દરમિયાન ‘વંદે માતરમ્ સપ્તાહ’ ની ઉજવણી માત્ર એક દિવસના સમૂહગાન પૂરતું આ આયોજન મર્યાદિત નથી. સુરત મહાપાલિકા સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓ અને સુમન હાઈસ્કૂલોમાં 23 માર્ચથી 31 માર્ચ દરમિયાન ‘વંદે માતરમ્ સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ‘વંદે માતરમ્’ ના 150 વર્ષની ઉજવણીના પ્રથમ તબક્કા બાદ હવે આ બીજા તબક્કામાં વ્યાપક જનભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સુરત મહાપાલિકા હંમેશા રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં અગ્રેસર રહી છે.
    Click here to Read More
    Previous Article
    Torres ponzi case: Key accused traced to Moldova, extradition process begins
    Next Article
    25 વર્ષની દીકરી 25 દિવસમાં જ મારી વિરુદ્ધ થઈ ગઈ:મુહિસ ફિરાણી સાથે લગ્ન કરનાર રાજુલાની યુવતીને પરત લાવવા પિતાએ સરકાર પાસે મદદ માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment