Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસ્કૃતના પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ભૂલોનો પર્દાફાશ:જૂના પુસ્તકો પર 2026નું લેબલ લગાવી પધરાવી દેવાયા, રાજ્ય શિક્ષણમંત્રી રિવાબાના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનું અલ્ટીમેટમ

    10 hours ago

    ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને GCERT દ્વારા પ્રકાશિત ધોરણ-6 અને ધોરણ-8ના સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકોમાં ગંભીર છબરડા સામે આવતાં વિવાદ સર્જાયો છે. રાજકોટના જાણીતા પેથોલોજિસ્ટ અને સંસ્કૃત તજજ્ઞ ડૉ. ભરતકુમાર કોયાણીને સાથે રાખીને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધોરણ-6ના પુસ્તકમાં 52થી વધુ અને ધોરણ-8ના પુસ્તકમાં 100થી વધુ ભૂલો રહેલી છે. તંત્રનું ધ્યાન દોરવા છતાં સુધારેલા પુસ્તકો છાપવાને બદલે 1.5 લાખ જેટલા જૂના અને ક્ષતિગ્રસ્ત પુસ્તકો પર વર્ષ 2026ના સ્ટીકર ચોંટાડીને વિદ્યાર્થીઓને પધરાવી દેવાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે, જેને લઈને કોંગ્રેસે આ તમામ પુસ્તકો 20 દિવસમાં પાછા ખેંચવાની અને શિક્ષણમંત્રી રિવાબા જાડેજાના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. કક્કામાં અક્ષરો ગાયબ અને પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ભૂલો મળી આવી ડૉ. ભરતકુમાર કોયાણીએ જણાવ્યું હતું કે મિત્રને ભેટ આપવા માટે ધોરણ 8 નું સંસ્કૃત પુસ્તક ખરીદતાં તેમાં કક્કામાં જ 11 જેટલી ભૂલો ધ્યાને આવી હતી. ત્યારબાદ ધોરણ-6ના પુસ્તકની ચકાસણી કરતાં તેમાં પણ કક્કામાંથી 8 જેટલા અક્ષરો જ ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. ધોરણ-6માં 52થી વધુ અને ધોરણ-8માં 100થી વધુ ભાષાકીય તેમજ વ્યાકરણની ગંભીર ક્ષતિઓ સ્કેન કરીને પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવામાં આવી હતી. તંત્ર દ્વારા આ ભૂલો સ્વીકારીને ગત 5 માર્ચે વેબસાઇટ પર સુધારેલી નકલ અપલોડ કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં નવા સત્રના ભૌતિક પુસ્તકોમાં આ જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા જ નહોતા. જૂના પુસ્તકો પર 2026 ના નવા સ્ટીકર ચોંટાડી વિદ્યાર્થીઓને પધરાવાયા જ્યારે 13 જુલાઈએ પુસ્તક ખરીદવામાં આવ્યું ત્યારે તેમાં જૂની ભૂલો યથાવત જોવા મળી હતી. ત્યારબાદ શાળાઓમાં રૂબરૂ મુલાકાત લેતાં પર્દાફાશ થયો કે પુસ્તકના મુખપૃષ્ઠ પર વર્ષ 2026 નું નવું લેબલ લગાવેલું હતું પરંતુ અંદર સુધારા વગરનું જૂનું 2025 નું કન્ટેન્ટ છપાયેલું હતું. રાજકોટની શાળા નંબર 93 તેમજ જામનગરના નિકાવા અને જૂનાગઢની વિવિધ સરકારી શાળાઓની મુલાકાત દરમિયાન પણ આ જ ગેરરીતિ સામે આવી હતી. અંદાજે 1.5 લાખ જેટલા પુસ્તકોમાં માત્ર વર્ષ 2026 નું લેબલ લગાવીને જૂનો અને ભૂલભરેલો સ્ટોક પધરાવી દેવામાં આવ્યો હોવાના પુરાવા પાઠ્યપુસ્તક મંડળ સમક્ષ રજૂ કરાયા છે. ઉચ્ચસ્તરીય તપાસ અને શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે આંદોલનની ચીમકી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ મામલે એપ્રિલ 2025થી સતત રજૂઆતો અને ફેબ્રુઆરી 2026માં RTI કરવામાં આવી હતી. આ ગંભીર બેદરકારી સામે પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી સમક્ષ પણ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસે માંગ કરી છે કે, આ સમગ્ર કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી અને જરૂર પડ્યે FIR નોંધવામાં આવે. આ સાથે જ સરકારી અને ખાનગી શાળાઓમાંથી ધોરણ-6 અને 8ના ભૂલભરેલા પુસ્તકો 20 દિવસમાં પરત ખેંચી વિદ્યાર્થીઓને સાચા પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે, અન્યથા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક:સંગઠન પર્વની ઉજવણી, શિક્ષણના પ્રશ્નો પર ચર્ચા
    Next Article
    બોટાદ મહિલા પોલીસે વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી:વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે વડીલોનું સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment