Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખોનો બ્રિજ બન્યો આફત, તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોનો મોરચો.:બ્રિજ 'આશીર્વાદને બદલે આફત': મીઠાપુરમાં 150 ફૂટના વહેણ સામે માત્ર 17 ફૂટનો પુલ,સરપંચ સહિત આખી બોડીએ આપી સામુહિક રાજીનામાની ચીમકી.

    6 days ago

    ​જૂનાગઢ જિલ્લાના મીઠાપુર થી ખડપીપળી ગામને જોડતા રસ્તા પર લાખોના ખર્ચે બનેલો પુલ અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો છે. મીઠાપુર ગ્રામ પંચાયત અને ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રએ ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત ખામીયુક્ત ડિઝાઇન બનાવી છે. જ્યાં 150 ફૂટનું પાણીનું વહેણ છે, ત્યાં માત્ર 17 ફૂટનો એક જ ગાળો રાખવામાં આવ્યો છે. આ પુલ હવે ગામ માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થયો છે, કારણ કે ચોમાસામાં આ પુલ 'ચેકડેમ' જેવું કામ કરશે અને પાણી સીધું ગામમાં ઘૂસી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. 15 દિવસમાં નિકાલ નહીં આવે તો આપીશ રાજીનામું: સરપંચ ​મીઠાપુરના સરપંચ બાલુભાઈ ત્રાડાએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, "છેલ્લા 6 મહિનાથી ગામલોકો આ પુલને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. આ પુલ અત્યારે સાવ બિનઉપયોગી છે, તેના પરથી બળદગાડા કે દિવ્યાંગ લોકો પણ જઈ શકતા નથી. તંત્રને અનેક રજૂઆતો કરી છતાં તેમણે એક જ ગાળાનો પુલ બનાવી સંતોષ માની લીધો છે. કોઈપણ અધિકારી કે લોકપ્રતિનિધિ ગામની પરિસ્થિતિ જોવા આવતા નથી. જો 15 દિવસમાં આનું નિરાકરણ નહીં આવે અને ધારાસભ્ય કે સંસદસભ્ય બાંહેધરી નહીં આપે, તો મારે નાછૂટકે રાજીનામું આપવું પડશે. ગામલોકોનો આક્ષેપ: 3 ગાળાની ડિઝાઇન બતાવી છેતર્યા ​ગામના જીતુભાઈ ડોમડિયાએ જણાવ્યું હતું કે, "ગયા ચોમાસામાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે પાણી આટલા ઊંચા પુલની ઉપરથી ગયું હતું. અહીં મીઠાપુર, આલીદ્રા અને સમઢીયાળા એમ ત્રણ ગામની સીમનું પાણી ભેગું થાય છે. આટલા મોટા ફ્લો સામે 17 ફૂટનો ગાળો સાવ નિરર્થક છે. જે તે સમયે અમને 3 ગાળાની ડિઝાઇન બતાવી ઉલ્લુ બનાવવામાં આવ્યા અને હકીકતમાં 1 જ ગાળો બનાવ્યો છે. જો ડાયવર્ઝન પાકું નહીં થાય તો અમે આગામી ચૂંટણીમાં સંપૂર્ણ મતદાન બહિષ્કાર કરીશું. ​ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ સાવલિયાએ પણ ધારાસભ્ય પર પ્રહાર કરતા કહ્યું કે ધારાસભ્ય હરેશભાઈ ઠુમ્મરે અમને 3 ગાળાનો પુલ બનશે તેવી ખાતરી આપી હતી, અમારી પાસે તેના રેકોર્ડિંગ પણ છે. 3 મહિના પહેલા ખાતમુહૂર્ત કર્યું પણ કામ આગળ વધતું નથી. એક દિવસ જેસીબી આવે છે અને બીજા દિવસે ગાયબ થઈ જાય છે. અમે ખેડૂતો ચોમાસા અને શિયાળામાં હેરાન થયા, હવે ઉનાળામાં પણ હેરાન થઈ રહ્યા છીએ. જો ડાયવર્ઝન પૂરું નહીં થાય તો મતના નામે ગામમાં કોઈએ આવવું નહીં. ​તંત્રનો લૂલો બચાવ: "મંજૂરી મુજબ જ કામ થયું છે ​બીજી તરફ, જૂનાગઢ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ ઇજનેર નીલેશ સોલંકીએ જણાવ્યું હતું કે રૂ. 36 લાખના ખર્ચે બ્રિજનું કામ મંજૂર થયું હતું, જેમાં હાલ એક ગાળાનું કામ પૂર્ણ થયું છે અને એપ્રોચ રોડ બાકી છે. ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે." ગ્રામજનોની 3 ગાળાની માંગણી વિશે તેમણે ઉમેર્યું કે, "અત્યારે માત્ર એક જ ગાળાની મંજૂરી હતી એટલે તે મુજબ કામ થયું છે. જોકે, ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ સ્થળ તપાસ કરીશું અને ભવિષ્યમાં જરૂર જણાય તો લંબાઈ વધારવાની દરખાસ્ત કરીશું.
    Click here to Read More
    Previous Article
    Ustaad Bhagat Singh Box Office Collection Day 1 Update: Pawan Kalyan film set to cross Rs 40 cr mark in India; done in by poor reviews, Dhurandhar 2
    Next Article
    સિડનીમાં ભારતીય શિક્ષણવિદોનો દબદબો:ડૉ. ગીતિકા પટેલે વૈશ્વિક સમિટમાં ભારતીય શિક્ષણ જગતનું પ્રતિનિધિત્વ કરી સંબંધો મજબૂત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment