Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભક્તો ઉમટ્યા:150 વર્ષ જુના પંચનાથ મંદિરે 'હર હર મહાદેવ'નો નાદ ગુંજી ઉઠ્યો, રોજ 150થી વધુ બ્રાહ્મણોને બ્રહ્મભોજન

    14 hours ago

    આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિકો શિવ મંદિરોમાં ઉમટી રહ્યા છે. તેમજ શિવજીનું પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટનાં 150 વર્ષ જુના ઐતિહાસિક પંચનાથ મંદિરે પણ શિવ ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી અને મંદિર પરિસરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. શ્રાવણ માસનાં દરેક સોમવારે અહીં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે. તેમજ મહિના દરમિયાન એક લાખ કરતા વધુ ભક્તો મહાદેવનાં દર્શન કરી ધન્ય થાય છે. તેમજ શ્રાવણ મહિનામાં રોજ મહાપૂજા અને 150 કરતા વધુ બ્રાહ્મમણોને બ્રહ્મભોજન કરાવાય છે. શ્રાવણમાં એકાદ લાખથી વધુ ભક્તો દર્શન કરતા હોવાની શક્યતાઃ પૂજારી પંચનાથ મંદિરના પૂજારી ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, પંચનાથ મહાદેવ મંદિર 150 વર્ષ કરતા વધુ જૂનું ઐતિહાસિક મંદિર છે. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર હોવાથી વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. આ મહિનામાં મહાદેવની પૂજા કરવાનું ખાસ મહત્વ હોવાથી લોકો પોતાની ભાવના અનુસાર દૂધ, ઘી બીલીપત્ર, ફૂલ અને પુષ્પ સહિતની વસ્તુઓ દ્વારા શંકર ભગવાનનો અભિષેક કરી ભક્તો ધન્યતા અનુભવે છે. ખાસ કરીને સોમવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન એકાદ લાખથી વધુ ભક્તો આ મંદિરે દર્શન કરતા હોવાની શક્યતા છે. દાતાઓના સહયોગથી રોજ 150 કરતા વધારે બ્રાહ્મણોને ભોજન વધુમાં તેમણે જણાવ્યું કે, પંચનાથ મંદિર વર્ષો જૂનું હોવાથી અહીંનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસનાં દરેક દિવસે અહીં મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે. તેમજ દાતાઓના સહયોગથી રોજ 150 કરતા વધારે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. આ ઉપરાંત મહાપૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં પણ ભાવિક ભક્તો ઉત્સાહભેર મોટી સંખ્યામાં જોડાય છે. મહિનાના અંતે ભગવાનની વરણાગી નીકળે છે. જે દ્વારા ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપતા હોય છે. ઉલ્લેખનીય છે કે, પવિત્ર શ્રાવણ માસને દેવાધિદેવ મહાદેવજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ માસ માનવામાં આવે છે. આ મહિનો શિવાલયોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, ખાસ કરીને આ મહિને દિવાદિદેવ શિવજીની વિશિષ્ટ રીતે પૂજા-અર્ચના કરવાથી આરોગ્ય પ્રાપ્તી તથા આકસ્મિક અકસ્માતથી પણ બચી શકાય છે. ત્યારે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારને લઈ મોટી સંખ્યામાં ભક્તો શહેરના રામનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ અને અમરનાથ મહાદેવ અને જાગનાથ મહાદેવ સહિતના મંદિરોમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને 'હર હર ભોલે'નાં નાદથી રાજકોટ ગુંજી ઉઠ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં શ્રાવણના પ્રથમ સોમવારે કાવડ યાત્રા યોજાઈ:27 વર્ષથી ચાલી આવતી પરંપરામાં અનેક શિવભક્તો જોડાયા
    Next Article
    પાટણના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે વિશેષ પૂજા:શિવભક્તોએ બિલીપત્ર ચડાવી દૂધ-જળનો અભિષેક કર્યો, કાવડ યાત્રા પણ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment