Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પર ફરી ‘ખાડી પૂર’નું સંકટ:15 દિવસમાં બીજી વાર વહીવટી તંત્ર સાબદું, NDRF-SDRFની 4 ટીમ એલર્ટ મોડ પર

    17 hours ago

    સુરત શહેર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે શહેર પર વધુ એક વખત ખાડી પૂરનું ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. માત્ર એક પખવાડિયાના ટૂંકા ગાળામાં જ બીજી વાર આવી કટોકટીભરી પરિસ્થિતિ નિર્માણ પામતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સાબદું થઈ ગયું છે. મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરીને કંટ્રોલ રૂમને સક્રિય કરી દીધો છે. સ્થિતિને પહોંચી વળવા NDRF-SDRFની 4 ટીમો સ્ટેન્ડબાય કોઈપણ ઈમરજન્સી કે અચાનક આવી પડનારી આફતને પહોંચી વળવા માટે સ્થાનિક ફાયર વિભાગની સાથે-સાથે NDRF અને SDRFની બે-બે મળીને કુલ ચાર ટીમો તાત્કાલિક અસરથી સુરત આવી પહોંચી છે. જવાનોના સુરત આગમન સાથે જ વહીવટી તંત્ર દ્વારા તેમને સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોમાં તુરંત જ તૈનાત થઈ જવા અને સ્ટેન્ડબાય મોડમાં રહેવા માટે સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યા છે. પલસાણામાં 5 ઇંચ વરસાદથી ભેદવાડ ખાડી ઓવરફ્લો સુરત શહેર તેમજ ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં સતત વરસી રહેલા વરસાદને પગલે આજે સવારથી જ મીઠી અને ભેદવાડ સહિતની તમામ મુખ્ય ખાડીઓના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે. ખાસ કરીને પલસાણા તાલુકામાં ગણતરીના કલાકોમાં જ 5 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ચૂકી છે. પાણીનો નિકાલ ધીમો પડતાં અને આવક સતત વધતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની દહેશત વધી ગઈ છે. વરાછા, ઉન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જવાનો તૈનાત ખાડીઓના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા NDRF અને SDRFની ચારેય ટીમોને શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવાઈ છે. હાલના તબક્કે વરાછા, ઉન, કૃષ્ણ નગર, કાંગારૂ સર્કલ તથા મીઠી ખાડી અને ભેદવાડ ખાડીના નીચાણવાળા પટ્ટાઓમાં જવાનોએ મોરચો સંભાળી લીધો છે. પાણીનું સ્તર વધતાં જ સ્થાનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. રેસ્ક્યુ કામગીરી માટે ટીમોને હાઈ એલર્ટ મોડ પર રહેવા આદેશ સંભવિત ખાડી પૂરની ગંભીરતાને જોતાં નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકો માટે સ્થળાંતર અને બોટ રેસ્ક્યુ ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને NDRF અને SDRFના જવાનોને તમામ જરૂરી રેસ્ક્યુ સાધનો, બોટ અને લાઈવ જેકેટ સાથે ચોવીસેય કલાક ‘એલર્ટ મોડ’ પર રહેવા જણાવાયું છે, જેથી કોઈપણ ઈમરજન્સી સમયે સેકન્ડોમાં કામગીરી શરૂ કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    ધોળી પૂર્વ પ્રાથમિક શાળામાં 6 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત:ગોધરા તાલુકામાં APMC ચેરમેન માલવદીપસિંહ રાહુલજી રહ્યા ઉપસ્થિત
    Next Article
    શહેરમાં 24 કલાકમાં 3 ઈમારતની દીવાલ તૂટી, LIVE વીડિયો:ચોમાસામાં જર્જરિત મકાનો ધરાશાયી થવાનો સિલસિલો શરૂ, સેન્ટ્રલ ઝોનમાં 386 જર્જરિત ઇમારત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment