Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રગ્સની આશંકાએ મુંબઈ પોલીસે નર્મદામાં દરોડો પાડ્યો:નાંદોદના વરખડ ગામમાં 15 કલાક સર્ચ ઓપરેશન ચાલ્યું, FSL અને ATSની તપાસમાં શંકાસ્પદ જથ્થો સામાન્ય કેમિકલ નીકળ્યું

    2 days ago

    નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં મુંબઈ પોલીસે ડ્રગ્સ સંબંધિત ગુનાની તપાસમાં દરોડો પાડ્યો હતો. જોકે, FSL અને ATSની તપાસ બાદ સ્થળ પરથી કોઈ નશીલો પદાર્થ મળ્યો ન હતો. આ પદાર્થો સામાન્ય ફેક્ટરી કેમિકલ હોવાનું સામે આવ્યું છે. સાકીનાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPSના ગુના અંગે કાર્યવાહી મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં મુંબઈ પોલીસે મુસ્કાન નામની મહિલાની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં તેણે સહ-આરોપી તરીકે વજુલ કમર અબુલ વફા ઉર્ફે પપ્પુ ચૌધરીનું નામ આપ્યું હતું. પપ્પુ ચૌધરીએ પૂછપરછ દરમિયાન પોતે નર્મદા જિલ્લાના નાંદોદના વરખડ ગામે સુધીર મનુભાઈ પટેલના ઘરે રહેતો હોવાનું કબૂલ્યું હતું. આ માહિતી મળતા જ મુંબઈ પોલીસની ટીમ નર્મદા પહોંચી હતી. બંધ મકાનમાં 15 કલાકથી વધુ સમય સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું મુંબઈ પોલીસે સ્થાનિક પોલીસ, નર્મદા LCB અને SOG ટીમો સાથે રાખીને વરખડ ગામે સુધીર પટેલના ઘરે સંયુક્ત દરોડો પાડ્યો હતો. બંધ મકાનમાં પોલીસે અંદાજે 15 કલાકથી વધુ સમય સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન જુદા-જુદા પ્રકારના શંકાસ્પદ રસાયણો અને કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. શરૂઆતમાં આ કરોડો રૂપિયાનો નશાકારક પદાર્થ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કેમિકલોમાં કોઈપણ પ્રકારના નશાકારક પદાર્થો ન મળ્યા જોકે, આશંકાઓ વચ્ચે મોડી રાત્રે FSL અને ATSની વિશેષ ટીમો સ્થળ પર પહોંચી હતી. તેમણે આધુનિક મશીનો વડે તમામ કેમિકલોની વૈજ્ઞાનિક તપાસ કરી હતી. લેબોરેટરી રિપોર્ટમાં ખુલાસો થયો કે આ કેમિકલોમાં કોઈપણ પ્રકારના નશાકારક કે માદક તત્વો નથી. રિપોર્ટ મુજબ, પકડાયેલા જથ્થામાં અંદાજે 21% ઇથાઇલ પ્રિપેરેજીન, 20% યુરિયા નાઈટ્રેટ, 21% પાલમેટિક એસિડ, 18% પેઈન્ટ સ્ટ્રીપર અને 19% નાઇટ્રો ગ્લીસરીન મળી આવ્યું હતું. આ તમામ રસાયણો સામાન્ય રીતે ફેક્ટરીઓ, ઉદ્યોગો કે કલરકામમાં વપરાતા હોય છે. આ કેમિકલ ત્યાં શા માટે રાખવામાં આવ્યા હતા, તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    School bus prices soar by 15-20% in Pune due to expensive fuel and urea
    Next Article
    ‘Dushmani jam kar karo lekin…’ : Bashir Badr, poet who modernised the Urdu ghazal, passes away at 91

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment