Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 એપ્રિલ સુધી ખેલાશે રાજનીતિનો ખેલ:રાજ્યમાં 9,819 ફોર્મ રદ, સુરત-રાજકોટમાં કોંગ્રેસે શરૂ કર્યું 'મિશન અજ્ઞાત'

    21 hours ago

    ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં કુલ 1553 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 427 ફોર્મ રદ્દ થયા છે અને 3 ફોર્મ પરત ખેંચાતા હવે 1123 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે, સૌથી વધુ 24 ફોર્મ વસ્ત્રાલ વોર્ડમાંથી રદ્દ થયા છે. તાલુકા પંચાયતમાં સૌધી વધુ ફોર્મ રદ થયા ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજ્યમાં 9,819 ફોર્મ રદ થયા હતા. જેમાં મનપામાં 1,934, નગરપાલિકામાં 1,164, જિલ્લા અને તાલુકા પંચાયતમાં 6,721 રદ કરાયા છે. ઉમેદવારીના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે સૌથી વધુ રસાકસી તાલુકા પંચાયત સ્તરે જોવા મળી છે. અહીં કુલ 20,000થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી દસ્તાવેજી કે ટેક્નિકલ ખામીઓને કારણે 6,721 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ ચૂંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત 15 એપ્રિલ છે ત્યારે ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હરીફ ઉમેદવારોને બેસાડી દેવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત અને રાજકોટમાં ભૂતકાળના 'નિલેશ કુંભાણી' જેવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ સતર્ક બની છે. પક્ષે પોતાના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોની વફાદારી જાળવી રાખવા 'મિશન અજ્ઞાત' હેઠળ તેમને સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે. 15 એપ્રિલ બાદ જ સ્પષ્ટ થશે કે ફાઈનલ મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
    Click here to Read More
    Previous Article
    Why communal politics fails in TN’s Madurai
    Next Article
    મુંબઈ-અમદાવાદ NH પર કાર સાથેના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત:આક્રોશમાં આવી લોકોએ ચક્કાજામ કર્યો, 2 કલાક સુધી હાઈવે પર મૃતદેહ પડ્યો રહ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment