Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 મનપા સહિત પાલિકા-પંચાયતના ભાજપના 9500 ઉમેદવાર જાહેર:ધૂરંધરો સહિત 80 ટકાના પત્તા કપાયા, પ્રતિભા જૈન સહિતના મેયર પણ ઘરભેગા; જાણો તમામ જિલ્લાની સંપૂર્ણ યાદી

    1 day ago

    પાલિકા-પંચાયતની ચૂંટણી માટે 11 એપ્રિલે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોય ભાજપ દ્વારા અંતિમ કલાકોમાં ધડાધડ યાદીઓ જાહેર કરવામાં આવી છે. મોડી સાંજ સુધી સસ્પેન્સ રખાયા બાદ ભાજપ દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર સહિતની મહાનગરપાલિકા અને પાલિકા-પંચાયતની યાદી જાહેર કરી દેવામાં આવી છે. કેટલીક બેઠક પર ભારે ખેંચતાણ હોય તે બાકી રાખવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા પાલિકા-પંચાયતના તમામ ઉમેદવારોની યાદી જોવા માટે નીચે સ્ક્રોલ કરો. અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના 48 વોર્ડના 192 ઉમેદવાર જાહેર અમદાવાદ મહાનગરપાલિકામાં ઉમેદવારોની યાદીને લઈને અનેક અસમંજસ અને સસ્પેન્સ બાદ ગુજરાત ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 32 જેટલા કોર્પોરેટરોને રીપીટ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ વિવાદમાં રહેલા સૈજપુર બોઘાના કોર્પોરેટર ચૂકેલા વિનોદાકુમારી ચૌધરીને ફરીથી રીપીટ કરવામાં આવ્યા છે. થલતેજ વોર્ડમાંથી સામાન્ય સીટ ઉપરથી OBC જ્ઞાતિમાંથી આવતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટને રીપીટ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ શહેર સંગઠનના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં અમદાવાદ શહેર ભાજપ મહામંત્રી રહેલા જશુભાઈ ઠાકોરને શાહીબાગ વોર્ડમાંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શહેરના ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામેલા પ્રવીણ અંબાલાલ પટેલ ને ઘાટલોડીયામાંથી જ્યારે અનસુયાબેન પટેલને અસારવા માંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શહેર સંગઠનમાં વોર્ડ પ્રમુખ તરીકે રહેલા વિરાટ પુરોહિત, શાહીબાગમાંથી ગિરીશ વણઝારા ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સુરતમાં પૂર્વ મેયરની ટિકિટ કપાઈ, AAPમાંથી આવેલાઓને પ્રથમ યાદીમાં ટિકિટ નહીં વર્ષ 2021ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નિશાન પરથી જીત્યા બાદ કેસરીયો ધારણ કરનારા 12 પૂર્વ કોર્પોરેટરોને ભારતીય જનતા પાર્ટીએ આંચકો આપ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી 120 ઉમેદવારોની પ્રથમ યાદીમાં આ પક્ષપલટુ પૂર્વ કોર્પોરેટરો પૈકી એક પણ નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પક્ષે જૂના અને વફાદાર કાર્યકરો પર પસંદગી ઉતારીને પક્ષ પલટો કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હોય તેમ જણાય છે. ભાજપની આ પ્રથમ યાદીમાં સૌથી મોટું આશ્ચર્ય પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાની ટિકિટ કપાતા જોવા મળ્યું છે. શહેરના પ્રથમ નાગરિક રહી ચૂકેલા બોઘાવાલાને આ વખતે પડતા મૂકવામાં આવ્યા છે. આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન નેન્સી શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મનીષાબેન આહીર, દિનેશ રાજપુરોહિત, બ્રિજેશ ઉનડકટ, હિમાંશુ રાહુલજી, અમિત રાજપુત, નરેન્દ્ર પાટીલ, ભાઈદાસ પાટીલ અને સુધા પાંડે સહિતના અગ્રણીઓને પાર્ટીએ રિપીટ કર્યા છે. બીજી તરફ, એસ.આઈ.આર. (SIR) ની કામગીરીમાં વિવાદિત ચહેરો બનેલા પૂર્વ કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલના પુત્રવધૂ સુષ્મા પાટીલને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વડોદરા મનપામાં ગત ટર્મના પાંચેય પદાધિકારીઓની ટિકિટ કપાઈ વડોદરા મહાનગરપાલિકાની 76 ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ છે ત્યારે આ યાદીમાં ગત ટર્મના 15 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના દિગ્ગજો અવારનવાર વિવાદમાં રહ્યા હતા જેના કારણે તેઓની ટિકિટ કપાય હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના ગત ટર્મના પાંચેય પદાધિકારીઓની ટિકિટ કપાઈ છે. 2021માં ચૂંટણી જીતેલા 69માંથી માત્ર 15 ઉમેદવારોને જ પુનઃ મોકો આપવામાં આવ્યો છે. ખાસ કરીને એવી માહિતી મળી છે કે વોર્ડ 16ના મહિલા ઉમેદવાર જાગૃતિ ધવલભાઈ પટેલ મકવાણા હોવા છતાં પટેલ સરનેમ સાથે સામાન્ય બેઠક ઉપર ટિકિટ મેળવી હોવાની ચર્ચા છે. જો કે હજુ આવા અનેક વિવાદો સામે આવી શકે છે. હાલ તો જેઓના નામ આવ્યા છે તેઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે તો જેઓની ટિકિટ કપાઈ છે તેઓમાં ગમ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં બળવાના પણ એંધાણ જોવા મળી રહ્યા છે. રાજકોટ મનપામાં ભાજપે 72માંથી 50 કોર્પોરેટરોના પત્તા કાપ્યા ભાજપે રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠકોની યાદી જાહેર કરી છે. 2021માં ભાજપને બેઠકો જીતી હતી. જેમાંથી ફક્ત 22ને જ રિપિટ કરાયા છે. રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, દંડક મનીષ રાડિયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવના પતા કપાયા. એક માત્ર ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપના પાલિકા પંચાયતના ઉમેદવારોની જિલ્લા વાઈઝ સંપૂર્ણ યાદી જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો રાજકોટ જિલ્લાની યાદી વડોદરા જિલ્લાની યાદી જામનગર જિલ્લાની યાદી મોરબી જિલ્લાની યાદી અમરેલી જિલ્લાની યાદી નવસારી જિલ્લાની યાદી પોરબંદર જિલ્લાની યાદી મહીસાગર જિલ્લાની યાદી અમદાવાદ જિલ્લાની યાદી કચ્છ જિલ્લાની યાદી બોટાદ જિલ્લાની યાદી ડાંગ જિલ્લાની યાદી ગાંધીનગર જિલ્લાની યાદી પાટણ જિલ્લાની યાદી પંચમહાલ જિલ્લાની યાદી નર્મદા જિલ્લાની યાદી ખેડા જિલ્લાની યાદી દાહોદ જિલ્લાની યાદી સુરેન્દ્રનગર જિલ્લાની યાદી અરવલ્લી જિલ્લાની યાદી વાવ-થરાદ જિલ્લાની યાદી છોટા ઉદેપુર જિલ્લાની યાદી વલસાડ જિલ્લાની યાદી તાપી જિલ્લાની યાદી જામનગર મનપામાં ભાજપે 6 મુસ્લિમોને ટિકિટ આપી જામનગર મનપામાં ભાજપે દિગ્ગજ ગણાતા નેતાઓની ટિકિટ કાપી નવોદિતોને ચાન્સ આપ્યો છે. પૂર્વ મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન, પૂર્વ શાસક પક્ષના નેતા, પૂર્વ દંડકની ટિકિટ કાપી નાખવામાં આવી છે. ભાજપ દ્વારા જામનગર મનપામાં 6 મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી છે. શહેરના ચોક્કસ વોર્ડમાં જ્ઞાતિના વર્ચસ્વને જોતા જે તે જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી છે પરંતુ, વર્ષોથી જે કોર્પોરેટરોનો દબદબો હતો તેઓની ટિકિટ કાપી નાખવામાં આવી છે. વાપી મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર વાપી મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીને લઈને ભાજપે મોટો રાજકીય દાવ રમ્યો છે.13 વોર્ડની 52 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ‘નો-રિપીટ’ ફોર્મ્યુલા અપનાવતા ભાજપે નગરપાલિકા સમયના આશરે 80 ટકા નવા ચહેરાઓને તક આપી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી છે. દિગ્ગજોને ઝટકો: કાશ્મીરા શાહની ટિકિટ કપાઈ આ યાદીમાં સૌથી મોટો ચોંકાવનારો નિર્ણય પૂર્વ પ્રમુખ કાશ્મીરા શાહની ટિકિટ કપાવાનો રહ્યો છે. નોંધનીય છે કે, વાપીને નગરપાલિકાથી મહાનગરપાલિકા બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મુકનાર તેઓ જ હતા. તેમ છતાં, પાર્ટીએ આ વખતે તેમને તક ન આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. વોર્ડ-5 બન્યો હોટસ્પોટ: ‘કાકા-ભત્રીજા’ની જોડી વોર્ડ નંબર 5 આ વખતે ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે. અહીં ભાજપે સતીષ પટેલ અને સની પટેલ એમ કાકા-ભત્રીજાની જોડીને એકસાથે ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારી છે, જે સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. ‘નો-રિપીટ’ પાછળના કારણો પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ ‘નો રિપિટેશન’, ત્રણ ટર્મ સહિતના માપદંડો અને સ્થાનિક અસંતોષને ધ્યાનમાં રાખીને આ વખતે મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે આશરે 80 ટકા દાવેદારોના નામો કપાયા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારો જાહેર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 ઉમેદવારો એવા છે કે જેઓ નગરપાલિકામાં પણ હતા. જેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા અને જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, એમના પત્તા કપાયા છે. એમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાનો પણ સમાવેશ થાય છે. પૂર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના પણ આ મહાનગરપાલિકા ચૂંટણીમાં પત્તા કપાયા છે. નડિયાદ મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર વડોદરા જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપની યાદી જાહેર, ધારાસભ્યોનું પલડું ભારે જોવા મળ્યું વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠક માટે ભાજપાએ પોતાની યાદી જાહેર કરી દીધી છે. જો કે આ વખતે મોટાભાગની બેઠકોનું રોટેશન બદલાતા જે નવા ચહેરાઓની અપેક્ષા હતી તેના કરતા જુના જોગીઓના જ પરિવારજનોને ટિકિટો મળી હોવાનું ધ્યાને આવ્યું છે. મોટાભાગની બેઠકો ઉપર ધારાસભ્યોના નિકટના વ્યક્તિઓને જ ટિકિટ અપાઈ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જિલ્લાના પાંચ ધારાસભ્યોની દબદબો જિલ્લા પંચાયતની ઉમેદવારીમાં રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક દિવસ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને બાદમાં ભાજપમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરનાર કિરણ રાઠોડને પણ સાચવી લેવામાં આવ્યા છે. સોખડા બેઠક ઉપર તેઓના પત્ની હેમા કિરણ રાઠોડને ટિકિટ આપીને ઘીના ઠામમાં ઘીની ઉક્તિ સાર્થક કરવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી છે. અને કદાચ આ કમિટમેન્ટ સાથે જ કિરણ ઠાકોરને 24 કલાકમાં જ બ્રહ્મજ્ઞાન થયું હશે પુનઃ ભાજપમાં જોડાઈ ગયા છે. જો કે કેટલાક એમ પણ માની રહ્યા છે કે તેઓએ નાક દબાવીને ટિકિટ કઢાવી લીધી છે. તો વડોદરા તાલુકા પંચાયતની કેટલીક બેઠકોમાં પણ વિવાદ સર્જાય તેમ લાગી રહ્યું છે. તાલુકા પંચાયતની સયાજીપુરા તાલુકા પંચાયત બેઠક સામાન્ય હતી એમાં ઓબીસી ઉમેદવર બ્રિજેશ વાસુદેવ ઠાકોરને ટિકિટ આપતા કેટલાકમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગ્રામ્ય કક્ષાનું રાજકારણ કેવા રંગ બતાવે છે તે જોવું રહ્યું. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિાકના 243 ઉમેદવારો જાહેર થયા હતા પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ 2021 અને 2015ની ચૂંટણીમાં રાજ્યની જૂની 6 મહાનગરપાલિકાના પરિણામ
    Click here to Read More
    Previous Article
    IPL: How Vaibhav Sooryavanshi turned another chase into child’s play as RR hunt down RCB’s big total
    Next Article
    ભરુચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:ભાજપે ભરુચ જિલ્લા પંચાયતની તમામ 34 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા, જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment