Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન ટીમમાં સિલેક્ટ થનાર સૌથી યુવા ક્રિકેટર:15 વર્ષ, 71 દિવસની ઉંમરે સિલેક્શન થયું; શ્રેયસ T20નો નવા કેપ્ટન; સૂર્યાને ટીમમાં સ્થાન પણ ન મળ્યું

    1 week ago

    વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારો અત્યાર સુધીનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. 15 વર્ષ અને 71 દિવસની ઉંમર ધરાવતા વૈભવની જૂન-જુલાઈમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝની સાથે-સાથે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પણ પસંદગી કરવામાં આવી છે. એશિયન ગેમ્સમાં ક્રિકેટની મેચ T20 ફોર્મેટમાં જ રમાય છે. શ્રેયસ અય્યરને T20 ફોર્મેટમાં ભારતનો નવો કેપ્ટન બનાવ્યો છે. વર્લ્ડ કપ જીતનારા સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે અને તેને ટીમમાંથી પણ બહાર કરી દેવાયો છે. તિલક વર્માને T20 ટીમના વાઇસ-કેપ્ટન બનાવ્યો છે. વૈભવે 149 દિવસના અંતરથી શેફાલીનો રેકોર્ડ તોડ્યો ટીમમાં પહેલીવાર સિલેક્ટ થવાના દિવસે સૌથી ઓછી ઉંમરના મામલે વૈભવે શેફાલી વર્માનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા શેફાલી મેન્સ અને વુમન્સ ક્રિકેટ બંનેમાં ભારતીય ટીમ માટે પસંદ થનાર સૌથી યુવા ખેલાડી હતી. શેફાલી જ્યારે પહેલીવાર સિલેક્ટ થઈ હતી ત્યારે તે 15 વર્ષ, 220 દિવસની હતી. જ્યારે, મેન્સ ક્રિકેટરોમાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિન 16 વર્ષ, 194 દિવસની ઉંમરે ભારતીય ટીમમાં પસંદ થયા હતા. સૌથી ઓછી ઉંમરે ડેબ્યૂ કરનાર ભારતીય પણ બની શકે છે વૈભવ શેફાલીએ 15 વર્ષ 239 દિવસની ઉંમરે ભારત માટે પહેલી મેચ રમી લીધી હતી. જ્યારે, સચિને 16 વર્ષ 205 દિવસની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. વૈભવને જો ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ ટૂર કે એશિયન ગેમ્સમાં એક પણ મેચ રમવાનો મોકો મળી જાય છે તો તે શેફાલી અને સચિન બંનેને પાછળ છોડીને ભારત માટે રમનાર સૌથી યુવા ક્રિકેટર બની જશે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમ શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. એશિયન ગેમ્સ માટે ભારતીય T20 ટીમ શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ. અફઘાનિસ્તાન સામે કોહલીની જગ્યાએ વન-ડે રમશે જયસ્વાલ અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીની જગ્યાએ યશસ્વી જયસ્વાલ રમશે. ચીફ સિલેક્ટર અજિત અગરકરે જણાવ્યું કે, જયસ્વાલ ઈજાગ્રસ્ત કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ થશે. વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઈન્જરીના કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. જુઓ સંપૂર્ણ ટીમ... શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર, રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, કુલિદપ યાદવ અને ગુરનૂર બરાર. સૂર્યવંશીએ આ IPLમાં સૌથી વધુ રન બનાવ્યા વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં સૌથી વધુ 776 રન બનાવ્યા અને ઓરેન્જ કેપ જીતી. વૈભવે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર, સુપર સ્ટ્રાઈકર અને સૌથી વધુ છગ્ગા મારવાનો એવોર્ડ પણ જીત્યો. આ સીઝનમાં તેણે 36 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે ત્રણ વખત 90 થી 100 રનની વચ્ચે આઉટ થયો હતો. શ્રેયસ અઢી વર્ષ પછી T20 ટીમમાં કમબેક કરશે શ્રેયસે ભારત માટે તેની છેલ્લી T20 મેચ ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં રમી હતી. ત્યારબાદ આ જ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં તેને ઈજા રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કર્યો હતો, પરંતુ પ્લેઇંગ-11માં રમવાની તક મળી ન હતી. હવે લગભગ અઢી વર્ષ પછી તેની નેશનલ ટીમમાં કમબેક કરશે. શ્રેયસે આ IPL સીઝનમાં 498 રન બનાવ્યા શ્રેયસે IPL 2026માં પંજાબ કિંગ્સ માટે 168.81ના સ્ટ્રાઈક રેટથી 498 રન બનાવ્યા હતા. આ સીઝનમાં તેણે લખનઉ સુપર જાયન્ટ્સ સામે IPLની પોતાની પ્રથમ સદી પણ ફટકારી હતી. તે 2025માં પંજાબને ફાઇનલ સુધી લઈ ગયો હતો, જ્યાં તેણે 604 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સને ખિતાબ જીતાડ્યો હતો અને 2020માં દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડ્યો હતો. સૂર્યા ખરાબ ફોર્મના કારણે બહાર થયો 35 વર્ષીય સૂર્યાનું તાજેતરનું ફોર્મ ખરાબ રહ્યું છે. આ કારણે પણ તેને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. તેણે T20 વર્લ્ડ કપ 2026માં 9 ઇનિંગ્સમાં 136.72ના સ્ટ્રાઇક રેટથી 242 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, IPLની 13 ઇનિંગ્સમાં પણ તે 20.76ની ખરાબ સરેરાશથી માત્ર 270 રન જ બનાવી શક્યો હતો. તે માત્ર 2 વખત જ 50 રનના આંકડા સુધી પહોંચી શક્યો હતો. સૂર્યાએ વર્લ્ડ કપ જીતાડ્યો, કેપ્ટનશીપમાં 80% મેચ જીત્યા વેસ્ટ ઇન્ડીઝમાં 2024 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ T20માંથી નિવૃત્તિ લઈ લીધી હતી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવને ભારતની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. સૂર્યાની કેપ્ટનશીપમાં ભારતે આ જ વર્ષે 8 માર્ચે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારત પોતાના ટાઈટલને ડિફેન્ડ કરનાર અને સતત બે T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર દુનિયાનો પહેલો દેશ પણ બન્યો. સૂર્યાની કેપ્ટનશીપમાં ભારતે 52 T20 મેચ રમી. તેમાં 42 જીત્યા, 8 હાર્યા અને 2 મેચનું કોઈ પરિણામ આવ્યું નહીં. તેની જીતની ટકાવારી 80.76% છે. સૂર્યકુમારની આગેવાનીમાં ભારતે 2026 T20 વર્લ્ડ કપ, 2025 એશિયા કપ પોતાના નામે કર્યા હતા. રોહિતને ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ કેપ્ટનશીપ પરથી હટાવ્યો હતો આ પહેલીવાર નથી કે જ્યારે ICC ટ્રોફી જીત્યા બાદ કોઈ ભારતીય કેપ્ટનને હટાવ્યો હોય. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે માર્ચ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ તેને તે જ વર્ષે ઓક્ટોબરમાં વન-ડે ટીમની કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેની જગ્યાએ શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો હતો. ભારતની આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ ટૂરનું શિડ્યુલ…
    Click here to Read More
    Previous Article
    રાહુલ-સુદર્શન વચ્ચે 139 રનની જબરદસ્ત પાર્ટનરશીપ તૂટી:સાઈ પોતાની પહેલી સદી ફટકારતા ચૂક્યો; રાહુલ સાથે કેપ્ટન ગિલ ક્રિઝ પર જોડાયો
    Next Article
    કોકરોચ પાર્ટીએ કહ્યું- અમે ભલે કીડા-મકોડા પણ લડવામાં સક્ષમ છીએ:દિલ્હીમાં પ્રદર્શન; અભિજીતે કહ્યું- હિંદુ-મુસલમાનની રાજનીતિ કરવાથી નોકરી મળતી નથી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment