Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 જૂને ગાંધીનગરમાં ખેડૂતો વિશાળ ટ્રેક્ટર રેલી કરશે:લાલજી દેસાઈએ કહ્યું-સરકારને ખબર પડશે બધાનો ચાળો કરાય, ખેડૂત-પશુપાલકોના નહીં; ટંકારામાં વીજકંપનીઓ સામે હુંકાર

    1 week ago

    મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ તથા ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ખેડૂતોની એક મહત્વની સભા યોજાઈ હતી. ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહેલી હેવી વીજ લાઈન અને તેના પોલ (થાંભલા) માટે ખેડૂતોને અપાતા વળતર અંગે કોઈ સ્પષ્ટતા ન કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેઠકમાં ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે, પૂરતું વળતર આપ્યા વગર કંપનીના કોઈ પણ માણસને ખેતરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ત્યારે 15 જૂને ગાંધીનગરમાં ખેડૂતો વિશાળ ટ્રેક્ટર રેલી યોજશે. લાલજી દેસાઈએ કહ્યું હતું કે, સરકારને ખબર પડશે, બધાનો ચાળો કરાય પરંતુ ખેડૂત-પશુપાલકોના નહીં. અત્યારે તમે સમજો તો આમ સાવડીથી સરાયાથી ટંકારા, ટોળ, અમરાપર આખેઆખા ટંકારા તાલુકાના વીસેક ગામ જે છે એ બધા ગામના ખેડૂતો મહિલાઓ સાથે આજે આ કાર્યક્રમમાં આવ્યા છે. ખેડૂતોને પોતાના ખેતરની અંદર હેવી વીજ લાઈન નાખે છે, પણ એનું યોગ્ય વળતણ નથી આપતા, એટલા માટે થઈને આજે સરકાર, તંત્ર અને આ કંપની સામે આંદોલન એટલા માટે કરવું પડે છે. કારણ કે કંપનીને સરકાર અને તંત્ર સપોર્ટ આપે છે અને ખેડૂતોને કોઈ સરકાર કે તંત્ર સપોર્ટ નથી આપતું, એટલા માટે આંદોલન કરવાનો વારો આવ્યો છે. આપણી બેન-દીકરીઓ, આપણા યુવાનો, ખેડૂતો, વૃદ્ધોએ પોતાનું ખેતરને બચાવવા માટે આજીજી કરે, કગરે, એને પોલીસ ઢસડીને લઈ જાય, એ પોલીસ કે જેના પટ્ટો જેના વર્દી જેની ટોપી જેના બુટ જેનો પગાર અને જેના ઘરના રોટલા જે છે એ ખેડૂતો, ખેત મજૂરો, પશુપાલકો અને આમ જનતાના પરસેવાની કમાણીમાંથી નીકળે છે. એ લોકો જ છે એ જનતાનું રક્ષણ કરવાના બદલે એ જનતાનું ભક્ષણ કરે અને માત્રને માત્ર ઉદ્યોગપતિઓની ચાટુકારી કરતા હોય એવું દેખાય, પણ સવાલ જે છે સૌથી મોટો એ કે સરકાર માનશે કે નહી? અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ જખ મારીને માનવું પડશે. કારણ કે અંતે જનતા સર્વોપરી છે. અગાઉ માંડલ-બેચરાજી સર આંદોલનમાં જનતાની જીત થઈ હતી, સરકારે ઝૂકવું પડ્યું હતું. આમાં પણ ઝૂકવું પડશે. 15 જૂને જ્યારે હજારો ટ્રેક્ટર રસ્તા ઉપર આવશે ને ત્યારે સરકારને ખબર પડી જશે બધાનો ચાળો કરાય ખેડૂત અને પશુપાલકોનો ચાળો ન કરાય. 4 મહિનાથી કામગીરી બંધ, 20 ગામના ખેડૂતો એકજૂથ મોરબી જિલ્લાના 5 તાલુકાઓમાંથી જુદી જુદી ખાનગી વીજ કંપનીઓની હેવી ટ્રાન્સમિશન લાઈનો પસાર થઈ રહી છે. જે અંતર્ગત હળવદ ટ્રાન્સમિશન લાઈન વાંકાનેરથી ટંકારા થઈને જામનગર તરફ જવાની છે. આ કામગીરી માટે વાંકાનેર અને ટંકારા તાલુકાના ખેડૂતોને નોટિસો આપવામાં આવી હતી, પરંતુ વળતર અંગે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. વળતર મુદ્દે સ્પષ્ટતા વગર કામ કરવાની તજવીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વિના જ કામ શરૂ કરવાની ગતિવિધિઓ તેજ કરાતા ખેડૂતોએ અગાઉ ટ્રેક્ટર રેલી યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેના કારણે છેલ્લા 4 મહિનાથી ખાનગી કંપનીનું કામ બંધ છે. વીજ કંપનીઓની કથિત તાનાશાહી સામે રણનીતિ ઘડવા માટે જબલપુર ગામે સાવડી, સરાયા, ઓટાળા, જબલપુર અને ટંકારા સહિત અંદાજે 20 જેટલા ગામોના ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. 15 જૂને ગાંધીનગર ખાતે ટ્રેક્ટર રેલીનું આયોજન ખેડૂત આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર નહીં મળે, ત્યાં સુધી ખેતરોમાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવા દેવાશે નહીં. આ ઉપરાંત, આગામી 15 જૂનના રોજ ગાંધીનગર ખાતે ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારા તાલુકામાંથી વધુમાં વધુ ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે ગાંધીનગર પહોંચે તે માટે આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી છે. બેઠકમાં ઉપસ્થિત આગેવાનો આ બેઠકમાં પાલ આંબલીયા, લાલજી દેસાઈ, મહેશ રાજકોટિયા, મનોજ પનારા, મુકેશ ગામી, કે.ડી. પડસુંબીયા, સતિષ મેરજા સહિતના સ્થાનિક કિસાન આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Perplexity CEO Keeps 2028 IPO Target Intact Ahead Of OpenAI, Anthropic Listings
    Next Article
    South Delhi fire: Man in whose name B&B is registered surrenders before court

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment