Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લૂમ્સ યુનિટ્સ 15 દિવસ વહેલા બંધ થવાના આરે:દિવાળી પહેલા યાર્નમાં કિલોદીઠ 50નો વધારો, સંકટ ટાળવા FOB રેટ લાગુ કરવા માંગ

    1 day ago

    દેશના સૌથી મોટા ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાં વીવિંગ ઉદ્યોગ હાલમાં અત્યંત ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, જેના પગલે સામાન્ય દિવસો કરતાં આશરે 15 દિવસ વહેલા જ કારખાનાઓમાં દિવાળી વેકેશન જાહેર કરી દેવાની ફરજ પડે તેવી સ્થિતિ છે. કાપડ ઉત્પાદન માટે અનિવાર્ય એવા કાચા માલ એટલે કે યાર્નના ભાવમાં અસાધારણ વધારો થયો છે, જ્યારે તેની સામે તૈયાર કપડાંની માર્કેટમાં કોઈ ખાસ માંગ નથી. ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો આ તાલમેલ ખોરવાઈ જવાને કારણે કારખાનેદારો માટે એકમો ચાલુ રાખવા આર્થિક રીતે અશક્ય બન્યા છે. જો સરકાર દ્વારા સ્પિનર્સ દ્વારા કરાતા કૃત્રિમ ભાવવધારા પર તાત્કાલિક લગામ મૂકવામાં આવે અને સ્થાનિક વીવર્સને આંતરરાષ્ટ્રીય FOB રેટથી યાર્ન ઉપલબ્ધ કરાવવામાં આવે, તો જ આ ઉદ્યોગ મંદીમાંથી બહાર આવી શકે તેમ છે અને વહેલા વેકેશનની સ્થિતિ ટાળી શકાય તેમ છે. મિડલ ઈસ્ટ તણાવ બાદ યાર્નમાં પ્રતિ કિલો ₹50નો ઉછાળો ટેક્સટાઇલ એકમોમાં કાચા માલની કટોકટી પાછળ વૈશ્વિક અને સ્થાનિક પરિબળો બંને જવાબદાર છે. મિડલ ઈસ્ટમાં શરૂ થયેલા યુદ્ધ પછી જૂન મહિનાથી યાર્નના ભાવમાં સતત વધારો નોંધાયો છે. વીતેલા મહિનાઓમાં યાર્નના દરમાં આશરે 35 થી 40% જેટલો જંગી ઉછાળો જોવા મળ્યો છે. સરેરાશ ગણતરી મુજબ કાચા માલના ભાવમાં કિલોદીઠ 50 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે. કાચા માલના આ તોતિંગ ભાવવધારાથી કાપડના ઉત્પાદન ખર્ચમાં સીધો વધારો થઈ ગયો છે, પરંતુ માર્કેટમાં તૈયાર માલના યોગ્ય ભાવ ન મળતાં વીવર્સ આ આર્થિક બોજ સહન કરી શકવાની સ્થિતિમાં નથી. ડિમાન્ડ અને સપ્લાયની સાંકળ તૂટતાં માર્કેટ ઠપ યાર્ન મોંઘું થતાં કાપડની પડતર કિંમત ખૂબ ઊંચી ગઈ છે, જ્યારે બીજી બાજુ તહેવારોની મોસમ હોવા છતાં સ્થાનિક અને રાષ્ટ્રીય બજારોમાં ગ્રે કાપડ તેમજ ફિનિશ્ડ કપડાંની ધારણા મુજબની ઘરાકી નીકળી નથી. રો મટીરિયલ મોંઘું બનવું અને તૈયાર માલની માંગ સાવ તળિયે બેસી જવી, આ બંને વિપરીત પરિસ્થિતિઓને કારણે સમગ્ર ડિમાન્ડ-સપ્લાય ચેન ખરાબ રીતે ખોરવાઈ ચૂકી છે. કારખાનાઓમાં તૈયાર પડેલા કાપડનો ભરાવો થઈ રહ્યો છે અને પેમેન્ટ સાયકલ પણ અટકી ગઈ છે. પરિણામે માર્કેટમાં રોકડની ભારે ખેંચ ઊભી થઈ છે અને વેપારીઓ માટે રોજેરોજ લૂમ્સ કારખાના ધમધમતા રાખવા મુશ્કેલ બન્યા છે. સચિન GIDC ચેરમેને દર્શાવી વાસ્તવિકતા સુરતના અગ્રણી ઔદ્યોગિક વિસ્તાર સચિન GIDCના ચેરમેન મયુર ગોડવાલાએ સમગ્ર પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો મૂળ આધાર યાર્ન છે, કારણ કે યાર્નમાંથી જ કાપડનું નિર્માણ થાય છે. મિડલ ઈસ્ટના યુદ્ધ બાદ જૂન મહિનાથી અત્યાર સુધીમાં યાર્નમાં જે 50 રૂપિયા પ્રતિ કિલોનો અસાધારણ વધારો થયો છે, તેણે ઉત્પાદકોની કમર તોડી નાખી છે. મોંઘા કાચા માલ સામે બજારમાં કાપડની જરાય માંગ ન હોવાથી સમગ્ર ચેઇન ખોરવાઈ ગઈ છે, જેના કારણે 15 દિવસ વહેલા વેકેશન પાડી દેવા સિવાય વીવર્સ પાસે કોઈ વિકલ્પ બચતો નથી. કૃત્રિમ ભાવવધારા પર નિયંત્રણ-આંતરરાષ્ટ્રીય દર જ એકમાત્ર ઉકેલ આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તાત્કાલિક નીતિવિષયક નિર્ણયો લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. સ્પિનર્સ દ્વારા યાર્નના ભાવમાં જે આર્ટિફિશિયલ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે, તેના પર સરકાર દ્વારા કડક નજર રાખવામાં આવે અને તેને અંકુશમાં લેવામાં આવે તે ખૂબ જરૂરી છે. સ્થાનિક સ્તરે વીવિંગ યુનિટોને આંતરરાષ્ટ્રીય સ્તરના ભાવ મુજબ એટલે કે ફ્રેટ ઓન બોર્ડ, FOB રેટથી યાર્ન પૂરું પાડવામાં આવે તો ઉત્પાદન ખર્ચ ઘટશે. જો આ યોગ્ય પગલાં ઝડપથી અમલમાં મૂકવામાં આવે તો સુરતના કાપડ ઉદ્યોગને 100% મોટી રાહત મળશે અને સંભવિત વહેલું વેકેશન પણ અટકી શકશે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યભરમાં ગરમી યથાવત રહેશે, ડીસામાં 39.8 ડિગ્રી તાપમાન:4 શહેરમાં ગરમીનો પારો 39ને પાર, અમદાવાદમાં આજે તાપમાન 37 ડિગ્રી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન
    Next Article
    Actor Kritika Kamra Is Back On X After Claiming Instagram 'Censored' Her Over CJP Protest Posts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment