Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીને એન્જિનિયરિંગમાં એડમિશનનું કહી ડોક્ટર પાસેથી 15 લાખ ખંખેર્યા:વોટ્સએપમાં 50 હજારની રસીદ મોકલી વિશ્વાસ જીત્યો, હૈદરાબાદની હોટેલમાં કોલેજના અધિકારી બની પૈસા પડાવ્યાં

    15 hours ago

    અમદાવાદમાં શહેરમાં દીકરીને એન્જિનિયરિંગમાં એડમિશન અપાવવાનું સપનું જોઈ રહેલા તબીબને વોટ્સએપ પર સંપર્ક કરનારા શખ્સોએ વિશ્વાસમાં લઈને 15.50 લાખ રૂપિયા ખંખેરી લીધા છે. બીટ્સેટમાં ઓછા માર્ક્સ આવ્યા હોવાથી દીકરીનું એડમિશન થઈ શક્યું નહોતું.આ દરમિયાન નિહારીકા શર્મા અને પ્રતિક ગુપ્તાએ સંપર્ક કરીને બીટ્સ પિલાણીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેની ખાલી સીટમાં એડમિશન કરાવી આપવાની વાત કરી હતી. શરૂઆતમાં 16 લાખ રૂપિયા માંગ્યા બાદ 50 હજાર રૂપિયામાં સીટ બુક કરવાની વાત કરી હતી. 50 હજારની રસીદ મોકલી વિશ્વાસ જીત્યા બાદ દીકરીના દસ્તાવેજો પણ મેળવી લીધા હતા. ત્યારબાદ હૈદરાબાદની હોટલમાં બે શખ્સોએ પોતાને બીટ્સ પિલાણીની એડમિશન કમિટીના અધિકૃત વ્યક્તિ તરીકે ઓળખાવી એડમિશન થઈ ગયું હોવાનું કહી 15 લાખ રૂપિયા લઈ લીધા હતા. રૂપિયા મળ્યા બાદ તમામના મોબાઇલ બંધ થઈ જતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે. ડોક્ટરીને દીકરીએ બીટ્સેટ પરીક્ષા આપી હતી શાહીબાગમાં સ્ટેડિયમની બાજુમાં આવેલી ઈસ્કોન રિવર સાઇટ ફ્લેટમાં રહેતા ડો. ગોપાલ ભાટીયા સિવિલ હોસ્પિટલ પાસે અમદાવાદ સાયકિયાટ્રીક ક્લિનિક ધરાવે છે. ગોપાલ ભાટીયા પત્ની મૌસમી અને દીકરી મિત્રા સાથે રહે છે. મિત્રાએ જૂન 2026માં ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માટે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ યુનિવર્સિટીની બીટ્સેટ પરીક્ષા આપી હતી. પરંતુ ઓછા માર્ક્સ આવતા તેનું એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન થયું ન હતું. હાલ મિત્રા પંજાબના પટિયાલામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. એડમિશનના પ્રયાસ સમયે નિહારીકા શર્મા-પ્રતિક ગુપ્તાનો સંપર્ક થયો મિત્રાના એડમિશન માટે પરિવાર પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ગોપાલ ભાટીયાના વોટ્સએપ પર નિહારીકા શર્મા અને પ્રતિક ગુપ્તાનો સંપર્ક થયો હતો. બંનેએ ગોપાલને જણાવ્યું હતું કે મિત્રાના બીટ્સેટમાં ઓછા માર્ક્સ આવ્યા છે, પરંતુ બીટ્સની એન્જિનિયરિંગ કોલેજમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેની સીટો ખાલી છે. આ સીટમાં મિત્રાનું એડમિશન કરાવી આપવાની ખાતરી આપી હતી. તેના માટે 16 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે તેમ જણાવ્યું હતું. ડોક્ટરે દીકરીના એડમિશન માટે નિહારીકા શર્મા પર વિશ્વાસ કર્યો ગોપાલે શરૂઆતમાં કોઈ જવાબ આપ્યો ન હતો. જોકે, નિહારીકા શર્મા અવારનવાર ફોન કરીને એડમિશન અંગે વાત કરતી હતી. બાદમાં પાંચ લાખ રૂપિયા ભરવાનું કહેવામાં આવ્યું હતું. ગોપાલે તેનો પણ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ નિહારીકાએ 50 હજાર રૂપિયા ભરીને સીટ બુક કરાવી દેવાની વાત કરી હતી. દીકરીના એન્જિનિયરિંગના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગોપાલને તેમની વાત પર વિશ્વાસ આવ્યો હતો. 50 હજાર રુપિયા આપ્યા તો રસીદ પણ મોકલી નિહારીકાએ વોટ્સએપ પર બેંકની વિગતો મોકલી હતી.ગોપાલે તેમાં 50 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.રકમ મળ્યા બાદ નિહારીકાએ રસીદ પણ મોકલી હતી. ત્યારબાદ મિત્રાના એડમિશન માટેના તમામ દસ્તાવેજો વોટ્સએપ પર મંગાવવામાં આવ્યા હતા.આ પછી નિહારીકાએ ગોપાલને 16 લાખ રૂપિયાનો ચેક આપવાનું કહ્યું હતું. દીકરીનું એડમિશન થઈ જાય ત્યારે 16 લાખ રૂપિયા રોકડા આપી ચેક પરત કરી દેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. 15 લાખ ચૂકવ્યા, એડમિશન ન થતા ફરિયાદ નોંધાવી આ પછી ગોપાલ ભાટીયા પત્ની મૌસમી અને દીકરી મિત્રા સાથે હૈદરાબાદ ગયા હતા. તેઓ એક હોટલમાં રોકાયા હતા. હોટલમાં તેમને મળવા માટે વિવાન અને વિરેન્દ્ર નામના બે શખ્સો આવ્યા હતા. બંનેએ પોતાને બીટ્સ પિલાણી યુનિવર્સીટીમાં એડમિશન કમિટીના અધિકૃત વ્યક્તિ તરીકે ઓળખાવ્યા હતા. બંનેએ મિત્રાનું એડમિશન થઈ ગયું હોવાનું કહી ગોપાલને વિશ્વાસમાં લીધા હતા. દીકરીનું એડમિશન થઈ ગયું હોવાનું માની ગોપાલે બંનેને 15 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. જો કે, રકમ ચૂકવ્યા બાદ પણ મિત્રાનું એડમિશન થયું ન હતું. ગોપાલે નિહારીકા, પ્રતિક, વિવાન અને વિરેન્દ્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તમામના મોબાઇલ નંબર બંધ થઈ ગયા હતા. વોટ્સએપ પર પણ સંપર્ક થઈ શક્યો ન હતો. આથી ગોપાલને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આ મામલે ગોપાલ ભાટીયાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં વિવાન, વિરેન્દ્ર, નિહારીકા શર્મા, પ્રતિક ગુપ્તા અને વેદીકા સિંઘ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    2026ના સાહિત્ય નોબેલની આજે જાહેરાત થશે:ચીનની કેન શુએ રેસમાં સૌથી આગળ, ભારતના અમિતાવ ઘોષ પણ દાવેદાર; માત્ર 1 ભારતીય પાસે આ પુરસ્કાર
    Next Article
    કોટ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા:રતનપોળ પાસે પ્રથમ રોટરી પાર્કિંગ, એક સાથે એક જ જગ્યામાં 12 ગાડી પાર્ક થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment