Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 જૂન સુધી વરસાદની આગાહી, બનાસકાંઠામાં વાદળો ઘેરાયા:રાજ્યમાં અસહ્ય બફારો; ચોમાસું 5 દિવસમાં 13 રાજ્યમાં પહોંચ્યું, 48 કલાકમાં મુંબઈ પહોંચશે

    1 week ago

    ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને અસહ્ય અકળામણનો પ્રકોપ યથાવત્ છે. સામાન્ય વરસાદ બાદ તપામાનમાં વધારો થતાં અને હવાના ભેજને કારણે હાલમાં ભારે બફારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી વધુ નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. 8 જૂનના રોજ રાજ્યનું સૌથી ઊંચું તાપમાન અમદાવાદમાં 42.2°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +1.3°C વધુ છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, બે દિવસ (9 અને 10 જૂન) દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ રહેશે. 11 જુનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 13 જૂનથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. આ દિવસોમાં પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિકલાકની રહેશે. અમદાવાદ, ગાંધીનગર સહિતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસું 5 દિવસમાં 13 રાજ્ય સુધી પહોંચી ગયું છે. તેણે સોમવારે તેલંગાણામાં પ્રવેશ કર્યો છે. ચોમાસું પશ્ચિમ કિનારે હવે મુંબઈથી 150 કિમી દૂર છે. આગામી 48 કલાકમાં તે મુંબઈમાં દસ્તક આપી શકે છે. વહેલી સવારે બનાસકાંઠાનું આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયા આજે (9 જૂન) વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમીરગઢ, ઈકબાલગઢ, ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં ખેતરોમાં બાજરી અને મગફળી સહિતના પાક તૈયાર હાલતમાં હોવાથી વરસાદની આશંકાએ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જો વરસાદ વરસે તો તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદનું હવામાન અમદાવાદમાં આગામી સમયમાં આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 42°Cની આસપાસ રહેવાનું અનુમાન છે. હાલમાં કોઈ મોટી આકસ્મિક 'વેધર વોર્નિંગ' જાહેર કરવામાં આવી નથી. આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયામાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. ચોમાસાની રાષ્ટ્રીય સ્થિતિ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. તે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર અને તેલંગાણાના બાકીના ભાગો, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે તે માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલમાં ગુજરાતના નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમીથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે આ પણ વાંચો… ચોમાસું 5 દિવસમાં 13 રાજ્યોમાં પહોંચ્યું, MP-UPમાં વાવાઝોડા સાથે વરસાદ, કેરળ-કર્ણાટકમાં રેડ એલર્ટ; રાજસ્થાનમાં હીટવેવની ચેતવણી દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 5 દિવસમાં 13 રાજ્યો સુધી પહોંચી ગયું છે. તેણે સોમવારે તેલંગાણામાં પ્રવેશ કર્યો છે. ચોમાસું પશ્ચિમ કિનારે હવે મુંબઈથી 150 કિમી દૂર છે. આગામી 48 કલાકમાં તે મુંબઈમાં દસ્તક આપી શકે છે. મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં સોમવારે વરસાદ થયો. યુપીના ગોરખપુર અને જાલૌનમાં પણ ભારે વરસાદ થયો. રાજસ્થાનના કેટલાક ભાગોમાં 60 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. બીજી તરફ, રાજસ્થાનના પશ્ચિમી જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ છે. સોમવારે શ્રીગંગાનગરમાં 45.6°C તાપમાન નોંધાયું. ફલોદીમાં 44.8°C, જેસલમેર અને બીકાનેરમાં 44-44°C તાપમાન નોંધાયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે. સમગ્ર કેરળ અને કર્ણાટકના 2 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ફિચે ભારતની GDP-વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 6.4% કર્યો:અમેરિકા-ઈરાન યુદ્ધની અસરથી ઝડપ ધીમી પડશે; મોંઘવારી વધીને 5.3% પહોંચવાની શક્યતા
    Next Article
    પતિએ પત્નીને તેડી જવાની ના પાડતા લાગી આવ્યું:સાસરીયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, પરિણીતાએ પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment