Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળામાં પાણી મુદ્દે મહિલાઓનો પાલિકા પર હલ્લાબોલ:15 વર્ષથી આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વણઉકેલ્યો, પ્રમુખને ઉગ્ર રજૂઆત, કલેક્ટરને અરજી આપવા ચીમકી

    1 week ago

    રાજપીપળાના આશાપુરી માતાજી મંદિર વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા પર હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા 10થી 15 વર્ષથી આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વણઉકેલ્યો છે. મહિલાઓએ નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ પીવા પૂરતું પાણી મળતું હતું, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી નળમાં એક ટીપું પણ પાણી આવ્યું નથી. જો ટૂંક સમયમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો કલેક્ટર કચેરીએ જઈને અરજી આપવાની ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી હતી. પ્રમુખ શિવાનીબેન મહેતાએ અરજી સ્વીકારી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પાણી આવી જશે તેવી ખાતરી આપતા મહિલાઓ શાંત પડી પરત ફરી હતી.
    Click here to Read More
    Previous Article
    બાબા બાગેશ્વરની રાજકોટમાં હનુમાન કથા:રમતા જોગી આયા ભજન પર લોકો ઝૂમ્યા; ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધીઓને જવાબ, કહ્યું- અમે ધર્માંતરણ રોકીએ છીએ એટલે ટિપ્પણી કરે છે
    Next Article
    આપણું દમણ ઝડપથી મિની ઈન્ડિયા બની રહ્યું છે:વડાપ્રધાને કહ્યું- મારી દેશવાસીઓને ગેરંટી, વૈશ્વિક સંકટ વચ્ચે પણ દેશ આગળ વધતો રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment