Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 વર્ષનો વૈભવ ફાસ્ટેસ્ટ સેન્ચુરી મારવાથી ચૂક્યો:334.48ની સ્ટ્રાઈક રેટથી 29 બોલમાં 97 રન ફટકારીને આઉટ, 5 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા

    4 days ago

    IPLમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એલિમિનેટર મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. SRHએ પ્લેઇંગ-11માં હર્ષલ પટેલની જગ્યાએ પ્રફુલ્લ હિંગે પરત ફર્યો છે. રવીન્દ્ર જાડેજા પ્લેઇંગ-11માં પરત ફર્યો છે અને શુભમ દુબે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રહેશે. જાડેજા ગત મેચમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. આ મેચ હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. રાજસ્થાનનો સ્કોર 9 ઓવરમાં 129/1 છે. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ ક્રિઝ પર છે. વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 97 રનની તોફાની ઇનિંગ્સ રમીને આઉટ થયો છે. તેણે ક્રિસ ગેલનો એક સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગેલે 2012ની સીઝનમાં 59 સિક્સર ફટકારી હતી, જ્યારે સૂર્યવંશી આ સીઝનમાં 65 સિક્સર ફટકારી ચૂક્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન અને પ્રફુલ હિંગે. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: સલિલ અરોરા, અનિકેત વર્મા, લિયામ લિવિંગસ્ટન, હર્ષ દુબે, હર્ષલ પટેલ. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસવાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, યશ રાજ પુંજા અને બ્રિજેશ શર્મા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: શુભમ દુબે, સુશાંત મિશ્રા, અમન રાવ પેરાલા, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.
    Click here to Read More
    Previous Article
    उत्तराखंड में होती है HR Number Plate वालों से मारपीट? Boycott Uttarakhand क्यों Viral | Social List
    Next Article
    ભરૂચમાં બકરી ઈદ પૂર્વે પોલીસનું ફ્લેગ માર્ચ:શાંતિ અને સુરક્ષા જાળવવા તંત્ર સજ્જ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment