Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિયેતનામમાં ટુરિસ્ટ બોટ પલટી, 15 ભારતીયોના મોત:32 ભારતીયો સવાર હતા, જેમાં મોટાભાગના તેલંગાણા અને આંધ્રપ્રદેશના હતા

    19 hours ago

    વિયેતનામના ફુ ક્વોક ટાપુ પાસે શનિવારે બોટ પલટી ગઈ. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, તેમાંથી 32 ભારતીય હતા. 15 ભારતીયોના મોત થયા. મોટાભાગના તેલંગાણા અને આંધ્ર પ્રદેશના પ્રવાસીઓ હતા. બોટ પર કુલ 4 ક્રૂ મેમ્બર્સ સહિત 36 લોકો સવાર હતા. 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર, અકસ્માત સવારે 10:30 વાગ્યે થયો હતો. અકસ્માતનું કારણ ઊંચા મોજાં પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, અકસ્માતનું કારણ સમુદ્રના ઊંચા મોજાં હોઈ શકે છે. જે વીડિયો સામે આવ્યા છે, તેમાં મોજાં ઉછળતા દેખાઈ રહ્યા છે. એવું કહેવાય છે કે પ્રવાસીઓએ લાઇફ જેકેટ પહેર્યા ન હતા. જ્યારે બોટ પલટી ત્યારે પ્રવાસીઓ બોટ નીચે ફસાઈ ગયા. ફુ ક્વોક ટાપુ પરથી રવાના થયેલી બોટ બોટ ભારતીય પ્રવાસીઓને ફુ ક્વોક ટાપુ પાસે આવેલા ‘હોન મે રૂટ’થી ન્ગોઆઈ ટાપુ પર ફરવા લઈ જઈ રહી હતી, પરંતુ તે કિનારાથી લગભગ 400 મીટર પહેલા જ પલટી ગઈ. ન્ગોઆઈ ટાપુ તેના સ્વચ્છ સમુદ્ર, નાના દરિયાકિનારા અને કોરલ રીફ ડાઇવિંગ માટે પ્રખ્યાત છે. અહીં પહોંચવા માટે, પ્રવાસીઓ સામાન્ય રીતે એન થોઈ બંદરથી બોટ અથવા સ્પીડબોટ ભાડે લે છે. ઘટનાની 5 તસવીરો… હેલ્પલાઇન નંબર જાહેર, કંટ્રોલ રૂમ બનાવાયો ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, યાત્રીઓની મદદ માટે કંટ્રોલ રૂમ બનાવ્યો છે. તેના સંપર્ક માટે હેલ્પલાઇન નંબર +84 36 281 7930, +84 91 552 37 14 અને +84 33 452 0414 જાહેર કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    India vs England Live Score, 5th T20: Shreyas Iyer’s IND will take on Harry Brook’s ENG
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પ્રેમ પ્રકરણમાં યુવક પર હુમલો, છાતીમાં છરી સાથે હોસ્પિટલ ખસેડાયો; સરસપુરમાં ભગવાનના મામેરાના દર્શન

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment