Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓર્ડર મળવાનું બંધ થતાં નવી ફર્મ ઊભી કરી છેતર્યા:ઓસિયા મોલના માલિકે ઓઢવના વેપારીને આપેલા રૂ.15 લાખના 30 ચેક બાઉન્સ થયા

    16 घंटे पहले

    રાજ્યભરના 267 વેપારીઓનું રૂ.261 કરોડનું ફુલેકું ફેરવનારા ઓસિયા મોલના માલિક ધીરેન્દ્ર ચોપરા સામે વેપારીઓ રવિવારે એકઠા થયા હતા. વેપારી એસોસિયેશને કહ્યું હતું કે, અમે કોરોના સમયે જીવના જોખમે સરકારના કહેવાથી કામ કર્યું હતું. હવે અમારી જરૂર વખતે સરકારે અમને મદદ કરવી જોઈએ. રવિવારે આનંદનગર રોડ પર રાજ્યભરના વેપારીઓ ભેગા થયા હતા અને આગામી રણનીતિની ચર્ચા કરી હતી. 42 રિટેલ સ્ટોર્સ ધરાવતા ઓસિયા મોલના પ્રમોટર ધીરેન્દ્ર ચોપરા અને તેનાં પત્ની કવિતા ચોપરા હાલ ફરાર છે. એનસીએલટીમાં નાદારી નોંધાવતા વેપારીઓ દોડતા થયા છે. ઓઢવમાં વાસણનું મેન્યુફેક્ચરિંગ કરતી મહારાણી એન્ટરપ્રાઇઝના વેપારીએ જણાવ્યું કે, માલ ખરીદતી વખતે ઓસિયા મોલના માલિકે રૂ.15.22 લાખના 30 ચેક આપ્યા હતા, જે તમામ રિટર્ન થયા હતા. વેપારીઓ આગામી દિવસમાં સીએમને રજૂઆત કરશે. ખાતું ખાલી હતું છતાં વેપારીઓને હજારો ચેક સહી કરેલા આપ્યા વેપારીઓએ કહ્યું- કોરોનામાં સરકારના કહેવાથી કામ કર્યું, હવે અમને મદદ કરે 261 કરોડનું ફુલેકું ફેરવનારા ધીરેન્દ્ર ચોપરા સામે વેપારીઓ એકઠા થયા ઓસિયાના માલિક ધીરેન્દ્ર ચોપરાએ દરેક વેપારીને ઓછામાં ઓછા 20 અને વધુમાં વધુ 100 જેટલા ચેક સહી કરેલા અને તારીખ વિનાના આપ્યા હતા. જે વેપારીઓએ ચેક ભર્યા હતા તે બાઉન્સ થયા. ઓર્ડર મળવાનું બંધ થતાં નવી ફર્મ ઊભી કરી છેતર્યા બાકી પેમેન્ટને કારણે ઓસિયાના પ્રમોટરને કોઈ વેપારી માલ આપતા નહોતા. આથી તેમણે એક નવી ફર્મ બનાવી હતી, જેમાં તેમની દીકરી પણ ડિરેક્ટર તરીકે બતાવાઈ હતી. બે મહિના પહેલાં આ ફર્મ વેપારીઓને ઓર્ડર આપતી હતી અને પેમેન્ટ કરતી હતી, જ્યારે માલસામગ્રી ઓસિયા મોલમાં જતી હતી. આમ આ ફર્મ દ્વારા જે ઓર્ડર વેપારીઓને અપાયા હતા તેમાં પણ મોટી રકમ ચૂકવવાની બાકી છે. કેટલાક વેપારી દુકાન ચલાવી શકાય તેવી સ્થિતિમાં જ નથી અગ્રવાલ બેવરેજ પ્રાઇવેટ લિમિટેડના રૂ. 1.97 કરોડ અને ઓમ સિંગના રૂ. 5.01 કરોડની માતબર રકમ ધીરેન્દ્ર ચોપરા પાસેથી લેવાની બાકી છે. આવા કરોડો રૂપિયા બાકી હોય તેવા વેપારીઓ દુકાન ચલાવી શકે તેવી સ્થિતિમાં જ નથી.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ જલારામ મંદિરે 251 કિલો કેરીનો મનોરથ ઉત્સવ:સત્સંગ, રાસગરબા, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું
    Next Article
    Acer Iconia Duo S14, Iconia Duo S12 Unveiled Ahead of Computex 2026 Alongside Iconia Duo D12: Specifications

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment