Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 જૂને નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-2026નું અનાવરણ:રોકાણ અને રોજગારી પર ફોકસ, મહાત્મા મંદિર ખાતે CM અને DyCM કરશે નવી ઔદ્યોગિક નીતિ જાહેર

    1 week ago

    ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે બહુપ્રતિક્ષિત 'ઔદ્યોગિક નીતિ-2026'નું 15 જૂને અનાવરણ કરવા જઈ રહી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરશે. ગુજરાતને મળશે નવી ઔદ્યોગિક દિશા નવી ઔદ્યોગિક નીતિ દ્વારા રાજ્યમાં વધુ રોકાણ આકર્ષવા, નવીનતા આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, રોજગારીની નવી તકો ઊભી કરવા અને ગુજરાતને દેશના અગ્રણી ઔદ્યોગિક અને રોકાણ ગંતવ્ય તરીકે વધુ મજબૂત બનાવવાનો સરકારનો પ્રયાસ છે. વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ, મજબૂત કનેક્ટિવિટી સરકારની નવી નીતિમાં Ease of Doing Businessને વધુ સરળ બનાવવાની સાથે અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન, MSME ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોના વિકાસને વેગ આપવો તેમજ ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ માહોલ ઊભો કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાત વર્ષોથી સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ, મજબૂત કનેક્ટિવિટી, સક્રિય શાસન અને કુશળ માનવબળના કારણે રાજ્યએ ઔદ્યોગિક ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. નવી ઔદ્યોગિક નીતિ આ તમામ શક્તિઓને વધુ મજબૂત બનાવી રાજ્યના આર્થિક વિકાસ, રોકાણ આકર્ષણ અને વૈશ્વિક ઔદ્યોગિક સ્પર્ધાત્મકતાને નવી ઊંચાઈએ પહોંચાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લીમખેડા ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષ પ્રદિપ પ્રજાપતિ બન્યા:વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવા ભાજપ દ્વારા નવી નિમણૂકો
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NEP અંતર્ગત 4 વર્ષનો UG કોર્સ શરૂ:80 કોલેજોએ ઓનર્સ અને માત્ર 2 કોલેજોએ ઓનર્સ વિથ રિસર્ચનો અભ્યાસક્રમ શરૂ કરવા રસ દાખવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment