Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી 15 નવેમ્બર સુધી હિમેટોકોન 2026નું આયોજન:4 હજાર લોકો અને 200 વિદેશી ડોક્ટરો ભાગ લેશે, રક્તના રોગો, વહેલા નિદાન અને નવી ટેક્નિકથી સારવાર અંગે ચર્ચા

    8 hours ago

    12થી 15 નવેમ્બર દરમિયાન અમદાવાદના ક્લબ O7 ખાતે હિમેટોકોન 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન સોસાયટી ઓફ હેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનની આ 67મી વાર્ષિક કોન્ફરન્સમાં દેશભરમાંથી આશરે 4 હજાર ડોક્ટરો અને 200 વિદેશી નિષ્ણાતો ભાગ લેશે. અમેરિકા, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, ચીન અને બાંગ્લાદેશ સહિતના દેશોમાંથી ડોક્ટરો અમદાવાદ આવશે. આ ચાર દિવસની કોન્ફરન્સમાં લોહીને લગતા અલગ અલગ રોગો, તેના લક્ષણો, વહેલું નિદાન અને સારવાર અંગે ચર્ચા કરાશે. ખાસ કરીને સિકલ સેલ, હિમોફિલિયા, થેલેસેમિયા, એનિમિયા, લ્યુકેમિયા અને ITP જેવા છ રોગો પર ધ્યાન આપવામાં આવશે. આ રોગો કેવી રીતે થાય છે, સમયસર તેની તપાસ કેવી રીતે કરાવી શકાય અને કઈ સારવાર ઉપલબ્ધ છે તે અંગે ડોક્ટરો માહિતી આપશે. લોહીના રોગોની તપાસ માટેની નવી પદ્ધતિઓ અંગે ચર્ચા કોન્ફરન્સમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ, બ્લડ ટ્રાન્સફ્યુઝન અને લોહીના રોગોની તપાસ માટેની નવી પદ્ધતિઓ અંગે પણ ચર્ચા થશે. લ્યુકેમિયાના દર્દીઓ માટે કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી જેવી સારવાર વિશે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત વારસાગત રક્તરોગોનું વહેલું નિદાન થાય તે માટે કેરિયર ટેસ્ટ અને તપાસના વિશે પણ સમજાવવામાં આવશે. સારવાર અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ ઇન્ડિયન સોસાયટી ઓફ હેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના સેક્રેટરી ડૉ. તુફાન કાંતિ ડોલાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં લોહીના રોગોની તપાસ અને સારવારમાં નવી પદ્ધતિઓ આવી છે. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ડોક્ટરો એકબીજાના અનુભવ અને નવી સારવાર અંગે ચર્ચા કરશે. સાથે જ લોકોમાં રોગોના વહેલા નિદાન અને સમયસર સારવાર અંગે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના યુવકોએ દારૂના નશામાં અમદાવાદમાં દંપતીને ટક્કર મારી:વર્ના કારમાંથી દારૂની બોટલ મળતા સ્થાનિકોએ મેથીપાક ચખાડી ડ્રાઈવરને પોલીસને સોંપ્યો
    Next Article
    સુરતમાં નદી પરનો પહેલો મેટ્રો બ્રિજ તૈયાર, ડ્રોન VIDEO:રિવરફ્રન્ટનો ભવ્ય નજારો માણી શકાશે, અડાજણથી મેટ્રો પકડી સીધા અંત્રોલીથી બુલેટ ટ્રેનમાં બેસી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment