Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાલના જસવંતપુરામાં જુગારની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો:15 થી 20 લોકો લાકડી, છરી લઈ તૂટી પડ્યા, 2 કોન્સ્ટેબલ અને ડ્રાઈવરને ઈજા; ગુનો નોંધાયો

    2 days ago

    ભાવનગરના ભાલ પંથકના જસવંતપુરા ગામમાં જુગારની રેડ કરવા ગયેલા પોલીસકર્મીઓ પર હુમલો થતા બે પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. પોલીસકર્મીઓ જ્યારે બાતમીના આધારે ગામમાં દરોડો પાડવા ગયા ત્યારે 15 થી 20 લોકોના ટોળાએ લાકડીઓ અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ચાર મહિલાઓ સહિત 15 સામે ગુનો નોંધાયો ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ વિસ્તારના જસવંતપુર ગામ નજીક સીકોતર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા શખ્સોને પકડવા ગયેલા પોલીસકર્મીઓ પર મહિલા સહિતના શખ્સોએ લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી અને રૂ. 2000 તથા મોબાઈલ અને ગાડીની ચાવી લૂંટ કરી હતી. આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસે ચાર મહિલાઓ સહિત 15 શખ્સો અને અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં બે પોલીસ કર્મી અને ડ્રાઈવરને ઈજા પહોંચી ભાલ પોલીસ સ્ટેશનના જસવંતપુરા ગામમાં પોલીસ પર હુમલાની ઘટનામાં લકીરાજસિંહ મહાવીર સિંહ, અભેસંગભાઈ ભાવસંગભાઈ અને કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતા ડ્રાઇવર સહિતનાઓને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. Dysp ,LCB સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો બનાવ સ્થળે પહોચ્યો'તો દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં DYSP આર.આર.સિંધાલ એ જણાવેલ કે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓ જુગારની રેડ કરવા ગયેલા પોલીસ કર્મીઓ પર અંદાજિત 15 થી 20 લોકો લાકડી અને ઢીકાપાટુનો મારમારી ઈજાઓ કરી હોવાનું જણાવ્યું હતું. જૂગાર અડ્ડામાં પોલીસ ત્રાટકી ને પોલીસ પર જ હુમલો મળતી માહિતી મુજબ વેળાવદર પોલીસ મથકના કોન્સ્ટેબલ લક્કીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ ફરિયાદ નોંધાવી હતી કે, 15 માર્ચના રોજ તેઓ તથા તેના મિત્ર પ્રતિપાલસિંહ ધ્રુપતસિંહ તથા પો.કોન્સ.અભેસંગભાઈ ભાવસંગભાઇ ત્રણેય ખાનગી વાહનમાં વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના જસવંતપુર ગામે પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન 4.30 વાગ્યે સીકોતરમાંના મંદિરે જતાં ત્યાં રાકેશ રાજુભાઇ ડાભી, નિલેશ હરજીભાઈ ડાભી, હાર્દિક મનસુખભાઇ ડાભી, મહેન્દ્ર કાનજીભાઈ ચુડાસમા, રમું વાલજીભાઈ મકવાણા, હિરેન હસમુખભાઈ ચૌહાણ, રાજેશ છનાભાઈ ચૌહાણ, મનુસખ વાલજીભાઈ મકવાણા, વિજય બટુકભાઈ ચુડાસમા, મહેશભાઈ હરજીભાઈ મકવાણા, રાહુલ રાજેશ ગુજરીયા, ક્રિષ્નાબેન મનસુખભાઇ મકવાણા, રીંકલબેન હાર્દિકભાઈ મકવાણા, હસમુખ વિઠલભાઈ ચૌહાણ, સુનિલ રમેશભાઈ સોલંકી, અસ્વીન ધનજીભાઈ ઢાપા, અમિતાબેન હિરેનભાઈ ચૌહાણ, નયના રાકેશભાઈ ડાભી અને બીજા અજાણ્યા માણસો સિકોતરમાંના મંદિર પાસે કુંડાળુ વળી પૈસા પાનાવતી જાહેરમાં જુગાર રમતાં હતાં. લાકડાના ધોકા માર્યા, હથેળીમાં છરીનો ઘા જીક્યો જેથી કોન્સ્ટેબલ લક્કીરાજસિંહ એ હેડ કોન્સ. એસ.વી. ગોહિલને ફોનથી જાણ કરતાં તેઓ સ્ટાફ સાથે સરકારી વાહન લઈ જુગારની રેઇડ કરવા આવતાં તમામ શખ્સો જોઇ જતાં ભાગવા લાગ્યા હતાં. ત્રણેયએ તેઓને જેમના તેમ બેસાડતાં તે લોકોએ અપશબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરી લક્કીરાજસિંહને માથાના ભાગે લાકડાના ધોકા વડે મારમારી ગંભીર ઇજા કરી હતી. પ્રતિપાલસિંહને હાથે હથેળીમાં છરીનો ઘા જીકી પાણીના તળાવમાં ફેંકી દીધેલ તથા ગુપ્ત ભાગે પાટા મારી ઈજા કરી અને અભેસંગભાઈને શરીરે મુંઢ ઇજા કરી હતી. 4 મહિલા સહિત 19 શખ્સો સામે ગુનો નોંધાયો તેમજ લક્કીરાજસિંહના પાકીટમાં રોકડ રકમ 2200 હતાં તથા પ્રતિપાલસિંહનો મોબાઇલ ફોન, ફોરવ્હીલની ચાવી તથા રોકડ રકમ 2000 હતાં તે ખીચ્ચામાંથી કાઢી જુંટવી લઈ લુંટ કરી હતી. જે બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસે 4 મહિલા સહિત 19 શખ્સો અને બીજા અજણાયા ઈસમો સામે BNS 109(1), 121(1), 310(2), 352, 351(3) તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સાયબર માફિયાઓનો આતંક:નેટ બેન્કિંગનાં માધ્યમથી રૂ. 19,99,400 ની છેતરપિંડી, સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ સાગરીતોને દબોચી લીધા, રૂ. 7,44,400ની રકમ પરત અપાવી
    Next Article
    "Steal ICC Trophy Now?" Pak Team, Mohsin Naqvi Blasted After Latest Loss

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment