Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સિઝનનો 15 ઈંચ વરસાદ વરસ્યો:શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, અડધા ઈંચમાં પાણી ભરાયા: આજી - 2, ન્યારી - 2, લાલપરી ડેમ ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા

    9 hours ago

    મધ્યપ્રદેશથી આવેલા ડીપ ડિપ્રેશનના પગલે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેની અસર સ્વરૂપે રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો. આજે તા.2 ઓગસ્ટના શહેરમાં સાંજે 7 વાગ્યા સુધીમાં 14.72 mm એટલે કે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અત્યારસુધીમાં રાજકોટ શહેરના સેન્ટ્રલ માં 392 mm, ઇસ્ટ માં 325 mm અને વેસ્ટમાં 425 mm વરસાદ વરસ્યો છે. જેથી એવરેજ 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, મવડી, 150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ હાલાકી ભોગવી હતી. વરસાદને પગલે રામપરા બેટી પારેવડાં રોડ, જસાપર જીવાપર અને સાણથલી ઈશ્વરીયા રોડ બંધ કરવામાં આવ્યો છે. જોકે આ સાથે વૈકલ્પિક રૂટ પણ શરૂ કરવામાં આવ્યા છે. આજી-2 ડેમના ત્રણ દરવાજા 0.15 મીટર સુધી ખોલાયા છે. નીચાણવાળા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. જ્યારે ન્યારી-2 ડેમ 70 ટકા ભરાતા નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત લાલપરી ડેમ 100 ટકા ભરાતા નીચાણવાળા વિસ્તારો માટે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રામપરા બેટી પારેવડાં રોડ, જસાપર જીવાપર અને સાણથલી ઈશ્વરીયા રોડ બંધ અતિવૃષ્ટિના કારણે ઓવરટોપિંગ થતાં રાજકોટ જિલ્લામાં 3 રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. કોઝવે અને ડાઈવર્ઝન પર પાણીનો પ્રવાહ હોવાથી સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો છે. રાજકોટ માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવ્યા પ્રમાણે, રાજકોટ તાલુકાના નેશનલ હાઈવેથી રામાપર બેટી પારેવડા રોડ પર ડાઈવર્ઝનમાં પાણી ઓવરટોપિંગ થવાને કારણે, આ માર્ગ બંધ થયો છે. જેની સામે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે (1) સ્ટેટ હાઇવેથી રફાળા જામગઢ પાંચડિયા બેડલા, (2) ફાળદંગથી બેડલા રોડ તેમજ (3) સ્ટેટ હાઇવેથી મઘરવાડા મેસવાડા બારવણ રોડનો ઉપયોગ કરવા જણાવાયું છે.જ્યારે જસદણ તાલુકામાં પણ બે રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જેમાં જસાપર જીવાપર રોડ બંધ થતાં જસાપર પાંચવડા રોડને વૈકલ્પિક રૂટ તરીકે શરૂ કરાયો છે. તેમજ સાણથલી ઈશ્વરીયા રોડ પર પણ કોઝવે ઓવરટોપિંગ થવાના કારણે બંધ થતાં ઈશ્વરીયા કાનપર રોડ અને ઈશ્વરીયા એપ્રોચ રોડ વૈકલ્પિક રૂટ તરીકે શરૂ રાખવામાં આવ્યો છે. તમામ બંધ રસ્તાઓ આવતીકાલ સુધીમાં શરૂ કરી દેવાની તૈયારીઓ સાથે કામ ચાલી રહ્યું છે. આજી-2 ડેમના ત્રણ દરવાજા 0.15 મીટર સુધી ખોલાયા : નીચાણવાળા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકાના આજી-૨ ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે ડેમના ૩ દરવાજા અગાઉ 0.076 મીટર ખોલેલા હતા. ત્યારબાદ આજે બપોરે 2.05 કલાકે તેમાં વધારો કરીને 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. આ સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી 73.76 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 72.5 મીટર છે. ડેમમાં નીરની આવક અને જાવક 840 ક્યુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે. ન્યારી-૨ ડેમ 70 ટકા ભરાયો: નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના વરસાદથી પાણીની આવક વધતાં પડધરી તાલુકા પાસે આવેલો ન્યારી-2 ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. આથી ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.આ સાથે પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી, વણપરી ગામ માટે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી 88.5 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 87.45 મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો 7.86 ઘનમીટર છે. ડેમમાં નીરની આવક 300 ક્યુસેક છે, અને જાવક 0 છે. લાલપરી ડેમ 100 ટકા ભરાતા નીચાણવાળા વિસ્તારો માટે હાઈએલર્ટ જાહેર વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકા પાસે આવેલો લાલપરી ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.આ સાથે રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામના લોકો માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરાયો છે.ડેમની પૂર્ણ જળસપાટી અને હાલનું જળસ્તર 137.46 મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો 5.11 ઘનમીટર છે. ડેમમાં નીરની આવક 207 ક્યુસેક છે, અને જાવક 0 છે.
    Click here to Read More
    Previous Article
    સોમવારનું રાશિફળ:કન્યા, તુલા અને ધન રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, વૃષભ-મકર રાશિના લોકોએ સાવધાની રાખવી
    Next Article
    ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં પપ્પુ યાદવ પર જીવલેણ હુમલાનો પ્રયાસ:ચાકુ લઈને ઘુસ્યો ભાજપનો પદાધિકારી; સમર્થકોએ ધીબેડી નાખ્યો; સાંસદે સંસદ પરિસરમાં દાન ચોરીનું નાટક કર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment