Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 મનપાના ભાજપ ઉમેદવારોના આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ:અમદાવાદમાં કેસરી સાફા સાથે 192 ઉમેદવારો હાજર, CM જન સેવાનો સંકલ્પ લેવડાવશે; વડોદરામાં DyCMની ઉપસ્થિત

    14 hours ago

    રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ઉમેદવારોની ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલે પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર આજે 12 એપ્રિલને રવિવારે 15 મનપાઓમાં એક જ સમયે ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ સાથે ભાજપ ઉમેદવારો સંકલ્પ લઈ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. અમદાવાદના 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેશે 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા, કાંકરિયા અમદાવાદ ખાતે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રેસકોર્સ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે, રાજકોટ ખાતે ઉપસ્થિત થયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી કીર્તિ મંદિર, કાલાઘોડા સર્કલ પાસે, વડોદરા મહાનગર ખાતે હાજર છે. 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ કોણ ક્યાં હાજર રહેશે તમામ 15 મહાનગરપાલિકાઓના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આ કાર્યક્રમમાં જનસેવાનો સંકલ્પ લેશે.
    Click here to Read More
    Previous Article
    બંગાળના સિલીગુડીમાં PM મોદીની સભા:3.6 કરોડ લોકો પ્રથમ તબક્કામાં મતદાન કરશે; તમિલનાડુમાં રાહુલનો રોડ શો
    Next Article
    ગોધરા નગરપાલિકામાં ભાજપે ખાતું ખોલ્યું:વોર્ડ નંબર 3, 4 અને 11 પર ભાજપના મહિલા ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment