Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લામાં 15 કાઉન્ટિંગ સેન્ટર પરથી મત ગણતરી:મનપાના 18 વોર્ડ માટે 6, જિલ્લા પંચાયતની 36 - તાલુકા પંચાયતની 202 બેઠક માટે 8, ગોંડલ નગરપાલિકાની 11 બેઠક માટે 1 મત ગણતરી કેન્દ્ર

    13 hours ago

    રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હવે 28મી એપ્રિલે મતગણતરી થવાની છે. જેમાં મહાનગરપાલિકાના 18 વોર્ડની ચૂંટણીમાં થયેલા મતોની ગણતરી 6 કાઉન્ટિંગ સેન્ટર પરથી થશે. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક તો તાલુકા પંચાયતની 202 બેઠક માટે થયેલી ચૂંટણીમાં 1189 મતદાન મથકો પર અપાયેલા મતોની ગણતરી 8 કાઉન્ટિંગ સેન્ટર પરથી થવાની છે જ્યારે ગોંડલ નગરપાલિકામાં તાલુકા પંચાયતની 11 બેઠક માટે 86 મતદાન મથકો પર અપાયેલા મતોની ગણતરી એક કાઉન્ટિંગ સેન્ટર પરથી થવાની છે. 28મી એપ્રિલના મંગળવારે સવારે 8:30 વાગ્યે સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવેલા ઇવીએમ બહાર કાઢવામાં આવશે અને પોલીસ બંદોબસ્ત સાથે કાઉન્ટિંગ સેન્ટર સુધી પહોંચાડવામાં આવશે. જે બાદ સવારે 9 વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થશે. જેને લઈને વહીવટી તંત્ર સજ્જ છે તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો EVM માં પડેલા મતોની ગણતરી પર મીટ માંડીને બેઠા છે. 28 મીએ સવારે 8.30 વાગ્યે સ્ટ્રોંગ રૂમમાંથી ઇવીએમ બહાર લાવવામાં આવશે, 9 વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થશે રાજકોટ શહેરમાં કયા વોર્ડની મત ગણતરી કઈ જગ્યાએ? વોર્ડ નંબર- મતદાન મથકોની સંખ્યા - કાઉન્ટિંગ સેન્ટર 1 થી 3 - 189 - એમ.વી.એમ. કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ 4 થી 6 - 145 - એ.એસ.ચૌધરી હાઈસ્કૂલ 7 થી 9 - 171- એસ. વી. વિરાણી હાઇસ્કૂલ 10 થી 12 - 197 - એ. વી. પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટયૂટ, હેમુ ગઢવી હોલની સામે 13 થી 15 - 149 - અમૃતચંદ વીરચંદ જસાણી સ્કૂલ, પી. ડી. એમ. ફાટક પાસે, ગોંડલ રોડ 16 થી 18 - 163 - રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકોની મતગણતરી કઈ જગ્યાએ ? તાલુકો - જિલ્લા પંચાયત સીટ - તાલુકા પંચાયત સીટ - મતદાન મથકો - કાઉન્ટિંગ સેન્ટર રાજકોટ - 06- 22- 172- સરકારી પોલીટેકનિક કોલેજ, ભાવનગર રોડ, રાજકોટ કોટડા સાંગાણી - 02- 16- 85- કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી લોધિકા - 02- 16- 63- કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી પડધરી- 02- 16- 88- કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ગોંડલ - 05- 22- 168 - સેન્ટ મેરી સ્કૂલ, ગુંદાળા રોડ, ગોંડલ જેતપુર - 04- 20- 124- સેન્ટ ફ્રાન્સીસ હાઈસ્કૂલ, નેશનલ હાઈવે, નવાગઢ - જેતપુર ધોરાજી - 02- 16- 61- નવી ભગવતસિંહજી હાઇસ્કુલ, સ્ટેશન રોડ, ધોરાજી ઉપલેટા - 03- 18- 91 - ટાવરવાળી તાલુકા શાળા, ઉપલેટા જામકંડોરણા - 02- 16- 81 - નવી ભગવતસિંહજી હાઇસ્કુલ, સ્ટેશન રોડ, ધોરાજી જસદણ - 05- 22- 147- મોડેલ સ્કૂલ, જસદણ વિંછીયા- 03- 18- 109- તાલુકા સેવા સદન, વિંછીયા કુલ - 36- 202- 1189 ગોંડલ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી કઈ જગ્યાએ ? તાલુકા પંચાયત સીટ- મતદાન મથકો- કાઉન્ટિંગ સેન્ટર 11- 86- મહારાજા ભગવતસિંહજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગોંડલ
    Click here to Read More
    Previous Article
    'રાઘવ ચઢ્ઢાએ આવું નહોતું કરવું,ખૂબ ભરોસો હતો':'આ નિર્ણય તો મને ગમ્યો છે,' રાજ્યસભા MPના ભાજપમાં જોડાવાને લઈ Gen Zમાં બે ફાડિયા, જાણો શું શું કહ્યું?
    Next Article
    શહેરાના છાયાણા ગામે યુવકને ઝેરી સાપ કરડ્યો:ખેતરમાં કામ કરતી વખતે બન્યો બનાવ, ગોધરા સિવિલ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment