Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 થી 17 વર્ષના 3 સગીરો મુક્ત:મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં બાળ મજૂરી કરાવતા બે ઈસમો ઝડપાયા, લાંબી મજૂરી છતાં માત્ર 250 રૂપિયા ચૂકવાતા

    7 hours ago

    સુરત શહેર ક્રાઈમ બ્રાંચના ‘એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ’ સેલ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં સગીર બાળકો પાસે ગેરકાયદેસર બાળ મજૂરી કરાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રિંગ રોડ પર આવેલા મિલેનિયમ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી સાડીઓની દુકાનો પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. 15 થી 17 વર્ષના 3 સગીરો મુક્ત આ રેડ દરમિયાન 15 થી 17 વર્ષની ઉંમરના કુલ 3 સગીર વયના બાળકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ યુસુફ બાદશાહ પટેલ (દુકાન નં. D/1149-50)એક બાળક પાસે અને ચિંતામણી લુટન મંડલ (દુકાન નં. E-1195) બે બાળકો પાસે સવારના 10:30 વાગ્યાથી લઈને રાત્રિના 10:00 વાગ્યા સુધી લાંબી મજૂરી કરાવતા હતા. આ સગીરોને બદલામાં માત્ર એક દિવસના 250 રૂપિયા જેટલું અત્યંત ઓછું મહેનતાણું આપવામાં આવતું હતું. આરોપીઓ સામે ગુનો નોંધી બાળકોને બાળ આશ્રમ હવાલે કરાયા બાળકો પાસે જોખમી અને લાંબો સમય કામ કરાવનાર બંને ઈસમો વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ-2015 ની કલમ 79 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેસ્ક્યુ કરાયેલા સગીરોને વધુ કાઉન્સેલિંગ માટે કતારગામ સ્થિત વી.આર. પોપાવાલા બાળ આશ્રમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે પકડાયેલા બંને આરોપીઓને વધુ તપાસ અર્થે સલાબતપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓએ ત્રિરંગા સાથે ગોળાકાર રચના બનાવી:A-One Xavier’s Schoolમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
    Next Article
    CBD COP17: Why digital genetic data debate matters to India’s farmers and researchers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment